ઇલેક્ટ્રિક ટ્રેનની જેમ આ દેશમાં ટ્રકો માટે છે વિશેષ ઇલેક્ટ્રિક હાઇવે, જાણો રોચક માહિતી

ગ્લોબલ વોર્મિંગ અને વધી રહેલા પ્રદુષણને કારણે જર્મનીએ એક એવો પ્રયોગ કર્યો છે જે વિશ્વ માટે એક દાખલો બની શકે છે. જર્મનીને વિશ્વના એવા દેશો પૈકી એક દેશ ગણવામાં આવે છે જ્યાં અવાર નવાર નવી શોધો થયા કરે છે. આ શોધનું પરિણામ જ છે કે ઇલેક્ટ્રિફાઇડ હાઇવે એટલે કે એવા હાઇવે જ્યાં પેટ્રોલ ડીઝલ નહીં પણ ઇલેક્ટ્રિક પાવરથી ચાલતા ટ્રકો અને બસ ચાલે. જર્મની, યુરોપિયન યુનિયનનો એક ભાગ છે અને તેના આ પ્રયોગની યુરોપિયન યુનિયનના અન્ય દેશોએ પણ સરાહના કરી છે.

પ્રદુષણ રોકવા માટે જર્મનીનું મોટું પગલું

images source

યુરોપના કેટલાય દેશોએ પ્રદુષણને અટકાવવા માટે કાર્બનનું ઉત્પાદન ઓછું કરવાનું વચન આપ્યું છે. પરંતુ જર્મની તેમાં સૌથી આગળ નીકળ્યું છે. અહીં એક એવો હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે જે સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક છે. જો કે આ હાઇવે ફક્ત ભારે ટ્રકો માટે જ છે. આ હાઇવેને સીમન્સએ ડેવલપ કર્યો છે. આ હાઇવે પર બિલકુલ એવી જ રીતે કેબલ્સ નજરે પડશે જેવા ઇલેક્ટ્રિક ટ્રેનો માટેના હોય છે. ઓવરહેડ કેબલ્સના કારણે ટ્રકોને પાવર સપ્લાય મળે છે. આ ટ્રક એક વખત 5 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. અને ટ્રક માટેના આ વિશેષ રસ્તાઓ પર કાર્બનનું ઉત્પાદન ઝીરો રહે છે.

વર્ષ 2019 માં થઈ હતી શરૂઆત

image source

આ હાઇવેને eHighway નામ આપવામાં આવ્યું છે. આ હાઇવે પરથી પસાર થનાર ટ્રકોએ ડીઝલના સ્થાને તેના હાઈબ્રીડ પાવર પ્લાન્ટના વિકલ્પને પસંદ કરવો પડશે. સીમન્સના દાવા મુજબ આ હાઇવેના કારણે કાર્બન ડાય ઓકસાઈડ સને બીજા ઝેરીલા અને ખતરનાક ગેસોના સ્તરમાં પણ ઘટાડો થયો છે. ઇલેક્ટ્રિક કેબલ્સથી કનેક્ટેડ કોઈપણ ટ્રક આ હાઇવે પર 90 કિલોમીટરની ગતિએ દોડી શકે છે. જર્મનીએ આ પ્રકારના હાઇવેની શરૂઆત વર્ષ 2019 માં કરી હતી અને જુલાઈ 2020 માં તેને eTrucks માટે ખોલી દેવામાં આવ્યો હતો. આ આખા પ્રોજેકટનો ખર્ચ 544 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ટ્રક ઇન્ડસ્ટ્રીમાં આવી શકે છે બદલાવ

image source

ટ્રક ઇન્ડસ્ટ્રીને હાલના સમયમાં પ્રદુષણનું મોટું કારણ ગણવામાં આવે છે. નિષ્ણાંતોના કહેવા મુજબ ટ્રકોમાંથી નીકળતા ઓઇલ કાર અને બસ ઇન્ડસ્ટ્રી કરતા ઘણું ખતરનાક છે. જર્મનીએ આ હાઇવે માટે ઇરેલ ટાઈપ હેવી ટ્રક તૈયાર કર્યા છે. એવું કહેવાય છે કે આ ટ્રકોને કારણે ડીઝલ પર ટ્રક ઈન્ડસ્ટ્રીની નિર્ભરતા ઓછી થશે.

image source

જર્મનીએ આ પ્રકારનો બીજો હાઇવે ખોલવાની તૈયારી પણ કરી લીધી છે જ્યારે ત્રીજા પર પ્રયોગ ચાલુ છે. એવું મનાય છે કે તેને પણ 2021 ના અંત સુધીમાં ખોલી દેવામાં આવશે. સીમન્સના દાવા મુજબ આ સિસ્ટમ બાદ દર વર્ષે એક લાખ કિલોમીટર ચાલવા પર ટ્રક સામાન્ય ટ્રાન્સપોર્ટરની સરખામણીએ 17 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 16 લાખ રૂપિયા બચાવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!