ભારતમાં આવી રહ્યું છે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, જે માર્કેટમાં આપશે આ બધાને ટક્કર, જાણો જોરદાર ફિચર્સ

ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં હાલમાં ભારતીય સ્કૂટર માર્કેટમાં પ્રમુખ રીતે બજાજ ચેતક અને ટીવીએસ આઈક્યુબ જ છે. ત્યારે હવે આ મેદાનમાં બેંગલુરુ ખાતે સ્થિત એક કંપની પોતાનું નવું સ્કૂટર ઉતારી રહી છે. બેંગલુરુ ખાતેની ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા કંપની સિમ્પલ એનર્જી ટૂંક સમયમાં જ પોતાની નવી પ્રોડક્ટ કમ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. અહેવાલ મુજબ કંપનીએ જાહેરાત કરી છે કે તે આગામી મહિનાઓમાં પોતાનું નવું સ્કૂટર ભારતની માર્કેટમાં લોન્ચ કરશે.

શરૂઆતમાં ભારતના આ શહેરોમાં જ ઉપલબ્ધ હશે સ્કૂટર

image source

અહીં એ નોંધનીય છે કે ઉપરોક્ત સિમ્પલ એનર્જીના આ નવા સ્કુટરનું નામ માર્ક – 2 (Mark – 2) રાખવામાં આવ્યું છે. કંપની તરફથી આ સ્કૂટર અંગે જણાવાયું છે કે તેઓ પ્રી-સિરીઝ ફંડિંગમાં એક સક્સેસ રકમ એકઠી કરવામાં સફળ રહ્યા છે. સાથે જ સિમ્પલ એનર્જી Mark – 2 દેશમાં આ બ્રાન્ડનું પ્રમુખ ઇલેક્ટ્રિક સ્કુટર હશે. જો કે શરૂઆતમાં કંપની આ સ્કૂટર ભારતના પ્રમુખ શહેરોમાં જ વેંચાણ માટે ઉતારશે. આ શહેરોમાં બેંગલુરુ, દિલ્હી, ચેન્નાઇ, મુંબઇ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.

સિંગલ ચાર્જમાં ચાલશે 240 કિલોમીટર

image source

આ ઇલેક્ટ્રિક સ્કુટરની ડ્રાઇવિંગ રેન્જ મામલે એવો દાવો કરવામાં આવે છે કે આ સ્કૂટર એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ 240 કિલોમીટરનું અંતર કાપવા સક્ષમ હશે. કંપની પોતાના સ્કુટરમાં 4.8Kwh ની લીથીયમ – આયન બેટરી આપી રહી છે. એ ઉપરાંત સ્કુટરની બીજી એક ધ્યાનાકર્ષક બાબત એ છે કે આ સ્કૂટરની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હશે અને તે માત્ર 3.6 સેકન્ડ માં જ 0.50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવા સક્ષમ હશે.

image source

નવેમ્બર 2020 માં કંપનીએ જાહેરાત કરી હતી કે તેનું Mark – 1 ઇલેક્ટ્રિક સ્કૂટર 230 કિલોમીટરથી વધુ એઆરએઆઈ (ARAI) પ્રમાણિત ડ્રાઇવિંગ રેન્જ સાથે આવે છે. જો કે Mark – 1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 4Kwh બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતની ઇલેક્ટ્રિક સ્કૂટર બજારમાં બજાજ ચેતક, ટીવીએસ આઈક્યુબ અને અથેર 450x જેવા ઇલેક્ટ્રિક સ્કુટરો પોતાની ડ્રાઇવિંગ રેન્જ માટે લોકપ્રિય થયા છે. પરંતુ અહેવાલ મુજબ આ સ્કૂટરની રેન્જ સૌથી વધુ હશે. સાથે જ આ સ્કુટરની ડિઝાઇન પણ સ્ટાઈલિશ અને સ્પોર્ટી છે જે ખાસ કરીને યુવાવર્ગને આકર્ષિત કરશે. ઉપરાંત આ સ્કૂટર કિંમતની દ્રષ્ટિએ Ather 450x ને ટક્કર આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ