ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણીમાં, મતદાન કરવા પહોચ્યા વર-વધૂ ,

આજે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે,
 ત્યારે,  હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન જીવનમાં પ્રભુતામાં પગલા પાડવા ડગ માંડી રહેલા અમદાવાદના જ આ નવોદિત યુગલ પહોચ્યું મત આપવા મતદાન મથક.
 વિગતો આધારે જોઈએ તો, અમરાઈવાડીમાં  ગોરના કુવા ખાતે ભાવસાર પરિવારે લગ્નનું આયોજન કરેલું હતું. જેમાં વરરાજા  હિરેન ભાવસાર મતદાન કર્યા પછી જ ધોડે ચડ્યા હતા. આ તરફ કન્યા પણ શોલે શણગાર સજી, નવવધૂના વેશમાં જ  મત આપવા મતદાન  મથકે પહોચી હતી. પછી જ કન્યાની પધરામણી માંડવે કરવામાં આવેલ.
 બીજી તરફ ક્ન્યાપક્ષ વાળાએ એક મતદાન જાગૃતિ માટે મેસેજ પણ બેનર દ્વારા આપ્યો હતો, જેમાં લખ્યું હતું કે, પહેલા કન્યાદાન, પછી જ મતદાન”
 પણ પહેલા મતદાન કર્યા બાદ જ લગ્ન મંડપમાં આવી હતી વર પક્ષ અને કન્યા પક્ષે પણ હાથમાં પહેલા મતદાન કરીને પછી જ કન્યાદાન બેનર રાખી મતદાનના પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. એ ઉપરાંત માંડવા વાળા બધા લોકો તૈયાર થઈને  બે કિલોમીટર સુધી ડી.જે નાં તાલે નાચીને મતદાન આપવા ગયા હતા.
લેખક – કેતન દવે, અમદાવાદ 
ગ્લેમર, બ્યુટી હેલ્થ, લાઈફ સ્ટાઈલ, ન્યુઝ તેમજ અન્ય માહિતી મેળવાવા માટે આજે જ અમારું ફેસબુક પરનું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ ” આજે જ લાઇક કરો, ને જો આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ લીંક શેર કરીને આજે જ વંચાવો.

ટીપ્પણી