એક વિવાહ ઐસા ભી…જીજાજીને આઈસ્ક્રિમ ના મળ્યો તો દુલ્હને લગ્નની ઘસીને પાડી દીધી ના, અને પછી…

આજકાલ લગ્નમાં આઈસ્ક્રીમ ખૂબ જ મહત્વની વસ્તુ બની ગઈ છે. એવું લાગે છે કે આઇસક્રીમ વિના, લગ્નનું ભોજન પૂર્ણ નથી. ઘણી વખત આઈસ્ક્રીમ સ્ટોલમાં એટલી ભીડ હોય છે કે લોકોને ખાવા મળતુ નથી. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આઇસક્રીમ ન મળવાના કારણે કોઈના લગ્ન તૂટી જાય છે?

image source

આવી જ એક ઘટના થોડા મહિના પહેલા ઉત્તર પ્રદેશના અલીગઢથી સામે આવી છે. જ્યારે દુલ્હનના જીજાજીને આઈસ્ક્રીમ ન મળ્યો તો કન્યાએ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. આ પછી હંગામો થયો હતો. હોબાળો એટલો વધી ગયો હતો કે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, આ પછી પણ, કન્યા લગ્ન માટે સહમત ન થઈ અને વરરાજાએ તેની જાનને લઈને ઘરે પરત ફર્યો .

image source

અલીગઢનાં સાસની ગેટનાં વાષ્ણેય મેરેજ હોલમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આઇસક્રીમ ખાવાને લઈને વરર વધુના પક્ષમાં મેરેજ હોલમાં ઝઘડો શરૂ થયો. જ્યારે દુલ્હનને સમાચાર મળ્યા કે તેના જીજાજીને આઇસક્રીમ નથી મળ્યો, ત્યારે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ તે પોલીસ સ્ટેશન પહોંચી હતી.

image source

વરરાજા પણ કન્યાની પાછળ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વરરાજા સતત કન્યાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં. જોત જોતામાં બંને પક્ષના લોકો પોલીસ મથકે એકઠા થયા હતા. ઘણી વાટાઘાટો બાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ પણ શરૂ થયું હતું. કન્યા મૈનપુરી જિલ્લાના કુરાવલી પોલીસ સ્ટેશન વિસ્તારની હતી. જ્યારે વરરાજા સ્ટેશન સાસની ગેટ વિસ્તારના મહેન્દ્ર નગરનો રહેવાસી છે.

જાનૈયાઓએ દારી પીને ધમાલ કરા યુવતીએ લગ્નની ના પાડી દીધી

આ પહેલા ઉતર પ્રદેશમાં પણ એક ચોંકવાનારી ઘટના સામે આવી હતી. જ્યાં પણ દુલ્હેને લગ્નની ના પાડી દીધી હતી. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના પીલીભીતમાં લગ્ન દરમિયાન કેટલાક જાનૈયા દારૂ પીધેલી હાલતમાં આવ્યા અને ધમાલ મચાવી રહ્યા હતા. આ ઉપરાંત કન્યાના સબંધીઓને માર પણ માર્યો હતો. આ વાતની દુલ્હનને જાણા થતા તે ગુસ્સે થઈ હતી અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ વાતની જાણ થતા જ પોલીસ આવીને ઘણા લોકોને કસ્ટડીમાં લઈ ગઈ. આ ઝઘડા બાદ વરરાજોવિલા મોઢે દુલ્હનને લીધા વિના ઘરે પરત ફર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે શાહજહાંપુરના તિલહર વિસ્તારમાં આવેલા માવિયાપુરથી જાન બિસલંડાગામ આવી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે ઝઘડાની શરૂઆત નિર્ધારિત મર્યાદાથી વધુ જાનૈયાઓ લાવવા બાબતે શરૂ થઈ હતી. નોંધનિય છે કે, કોરોના રોગચાળાને કારણે 50 લોકોને જાનમાં લાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ વરરાજાની બાજુ 100થી વધુ લોકો આવ્યા હતા. તો બીજી તરફ કેટલાક જાનેયા દારૂ પી ને આવ્યા હતા અને હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. તો બીજી તરફ છોકરીના કાકાએ તેનો વિરોધ કર્યો ત્યારે જાનૈયાઓ ભડકી ગયા. તેઓએ દુલ્હનના કાકા અને ભાઈને માર માર્યો હતો. જ્યારે દુલ્હનને આ વાતની જાણ થઈ ત્યારે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!