દિશા પટ્ટણીએ આ વાતને લઇને કરી આટલી મોટી જાહેરાત, અને પાછુ ફેન્સને કહ્યું કંઇક એવું કે….

બોલિવૂડ અભિનેત્રી દિશા પટ્ટણીએ તેની આગામી ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. દિશા પટ્ટણીએ પોતાના ટ્વિટર હેંડલ પર એક ટ્વીટ કરી છે અને પોતાની આગામી ફિલ્મ અને તેની રિલિઝ ડેટ વિશે પણ જણાવી દીધું છે.

image source

દિશા પટ્ટણીની આગામી ફિલ્મ ‘ એક વિલન રિટર્નસ્ ‘ છે. આ ફિલ્મ અગાઉ આવેલી ફિલ્મ એક વિલન ફિલ્મની જ ફ્રેંચાઈઝી છે. આ ફિલ્મમાં આ વખતે દિશા પટ્ટણી જોવા મળશે. ફિલ્મને મોહિત સૂરી ડાયરેક્ટ કરશે. ફિલ્મમાં દિશા પટ્ટણી સાથે જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સૂતારિયા પણ જોવા મળશે. ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂર છે.

image source

દિશા પટ્ટણીએ આ વાત પોતાની ટ્વીટમાં જણાવી હતી. તેણે ટ્વીટ કરીને દિશાએ લખ્યું હતું કે, ‘ તમને ફરિયાદ કરવાનો મોકો નહીં આપીએ. એક વિલન રિટર્ન્સ, 11 ફેબ્રુઆરી 2022. ‘ એટલે કે હવે આ એકશન થ્રિલર ફિલ્મને રિલીઝ થવામાં માત્ર એક વર્ષ જ બચ્યું છે. કદાચ એટલા માટે જ આજે જ અભિનેત્રી દિશાએ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી હશે કે આજથી એક વર્ષ બાદ આજના જ દિવસે ફિલ્મ રિલીઝ થશે.

દિશા પટ્ટણીએ ફિલ્મની રિલીઝ માટે કાઉંટડાઉન પણ શરુ કરી દીધું છે. એક્શન થ્રિલર ફિલ્મ ‘ એક વિલન ‘ વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની હતી. આ ફિલ્મમાં રિતેશ ખુંખાર વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. સામાન્ય રીતે પોતાની કોમેડીથી લોકોને હસાવતા રિતેશે આ ફિલ્મમાં લોકોને ભયભીત કરી દેતો અભિનય કર્યો હતો.

image source

આજે માત્ર દિશા પટ્ટણીએ જ નહીં પરંતુ ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિએ આ ફિલ્મનું પોસ્ટ શેર કર્યું છે. ફિલ્મના આ અનાઉંસમેંટ પોસ્ટરમાં કોઈપણ કલાકારનું નામ કે ચહેરો નથી દેખાડવામાં આવ્યો પરંતુ એક સ્માઈલી દેખાડવામાં આવી છે.

image source

આ સાથે જ લખવામાં આવ્યું છે કે 365 દિવસ પછી વાપસી થશે એક વિલનની.. ફિલ્મને એકતા કપૂર અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું કાઉન્ટડાઉન આજે આખી ટીમે શરુ કરી દીધું છે અને સાથે જ વધારી દીધો છે લોકોનો ઉત્સાહ.

image source

દિશા પટ્ટણીના અભિનયની વાત કરીએ તો તે આ ફિલ્મ સિવાય સલમાન ખાન સાથે ફિલ્મ ‘ રાધે ‘માં પણ જોવા મળશે. મહત્વપૂર્ણ છે કે સલમાન ખાન સાથેની આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે દિશા બિગ બોસ 14માં પણ આવી હતી. ફિલ્મને ઈદ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ડાયરેક્ટર પ્રભુ દેવા છે. આ ફિલ્મને લઈને પણ દર્શકોમાં આતુરતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ