જલ્સા કરોને જેંતીલાલ

એક વચન આવું પણ.. – સમાજ માં ખરેખર અનુજ અને અમી એમ બન્ને જેવા વ્યક્તિત્વ જરૂર છે…

અમી જલ્દી તૈયાર થા… કેટલી વાર લગાડીશ બેટા??? કાંતિ ભાઈ અને મીના બેન તેમના દીકરા ને અનુજ ને લઇ ને આવતા જ હશે…. રેશ્મા બેન એ બુમ મારી ને અમી ને કહ્યું “”…. અમી :- હા મમ્મી, બસ બે મિનિટ આવું…

image source

અમી જે રેશ્મા બેન અને કિરીટ ભાઈ ની એક ની એક દિકરી છે, આજે અમી ને જોવા છોકરા વાળા આવાના છે…. ખુશીઓ ની સાથે સાથે રેશ્મા બેન અને કિરીટ ભાઈ ના આંખ માં આંસુ પણ છે., કારણકે તેમની આ નાનકડી ચકલી અમી હવે ફુરર થવાની તૈયારી માં જ છે… ઓહ !! પ્લીસ મમ્મી, પપ્પા તમે હવે ઇમોશનલ વેળા બઁધ કરો યાર… હજુ મને છોકરો જોવા જ આવે છે… પરણી નથી ગઈ… હજુ તો મારે તમને બન્ને ને થોડા વધારે સતાવવા ના બાકી છે “”કહી ને અમી એ રેશ્મા બેન અને કિરીટ ભાઈ ના હોઠ પર હસી લાવી દીધી….

નાનપણ થી જ અમી રેશ્મા બેન અને કિરીટ ભાઈ ની આંખ નું રતન હતી …. એક ની એક હોવા છતાં અમી ખૂબ જ સમજદાર, પ્રેમાળ, હોશિયાર, અને આજ ના જમાના સાથે તાલ મિલાવનાર હતી….. અમી જાણે રેશ્મા બેન અને કિરીટ ભાઈ નો દિલ નો ટુકડો જ સમજી લો… અમી પણ કોઇ પણ વાત આંખ ના ઈશારા થી સમજી જતી..નાનપણ થી લઇ ને આજ દિન સુધી અમી ને કોઇ વ્યક્તિ બોલી જાય એવું બન્યું નથી…અમી પણ રેશ્મા બેન અને કિરીટ ભાઈ નું એક દીકરા તરિકે નું ધ્યાન રાખતી …. કિરીટ ભાઈ ની ડાયાબિટીસ, બીપી ની દવા થી લઇ ને તેમને રૂટિન ચેક અપ પણ અમી જ કરાવવા લઇ જતી…. રેશ્મા બેન ને પણ આખું ઘર ચલાવવા અમી ખૂબ સાહસ થી મદદ રૂપ બનતી…. અમી એ કિરીટ ભાઈ અને રેશ્મા બેન નો એક આધાર બની ચુકી હતી… એક ટેવ… જેના વગર રેહવું તેમના માટે ખૂબ મુશ્કેલ હતું … પણ આ આખી જિંદગી માટે કાયમ એવું જ રહે એ શક્ય પણ ન હતું… આ સમાજ ની રીત ને પણ બિરદાવવી જ રહી . !!

image source

કાંતિ ભાઈ, મીના બેન અને તેમનો દીકરો અનુજ અમી ના ઘરે અંદર પ્રવેશ્યા… ખૂબ મન પાન, હાથ જોડી આવો, આવો ના નાદ સાથે કિરીટ ભાઈ ના કુટુંબીજનો એ પણ ખૂબ આવકાર આપ્યો… બન્ને પરિવાર વચ્ચે ખૂબ જ સહજતાથી સામાજિક વાત ચિત્ત થઈ… ઓળખાણ નીકળી… કિરીટ ભાઈ અને રેશ્મા બેન એ પણ અનુજ ને પારખ્યો અને થોડી પુછતાછ કરી… બન્ને ને પણ અનુજ નો સ્વભાવ ખૂબ જ પસંદ આવ્યો .. એટલામાં માં જ અમી હાથ માં નાસ્તા ની ડીશ અને પાણી ના ગ્લાસ લઇ અને હોલ માં આવી..

સિમ્પલ પિન્ક ડ્રેસ, લાંબો ચોટલો, આંખ માં કાજલ, લાઈટ લિપસ્ટિક, એ ગોરો વાન, માધ્યમ કદ… માં અમી બેહદ સુંદર લાગી રહી હતી…. બે ગડી અનુજ પણ તેને જોતો જ રહી ગયો…. નમસ્તે અંકલ, આંટી ના આવકાર સાથે અમી રેશ્મા બેન સાથે સોફા માં બેઠી …. અનુજ ના મમ્મી, પપ્પા એ પણ અમી ને જાણી, પારખી… તેમને પણ અમી નો નિખાલસ સ્વભાવ ખૂબ જ પસંદગી આવ્યો …. હવે વાત હતી અનુજ અને અમી ના પસંદગી ની.. આથી બન્ને બાજુ થી પોત પોતાની મમ્મી બન્ને જણા ને ઉપર માં માળે રૂમ માં લઇ ગઈ અને એકાંન્ત માં વાત ચિત્ત કરવા જણાવ્યું.

image source

અમી અને અનુજ બન્ને સામ સામે ખુરશી માં બેઠા…બન્ને જણે એકબીજા ને પૂછવા જેવા પ્રશ્નો પૂછ્યા … અને સ્વભાવ જાણ્યો … અનુજ ની તો પાક્કી હા જ હતી… અમી ને પણ અનુજ પસંદ આવ્યો… પરંતુ નીચે જતા પેહલા અમી અનુજ ને એક વાત ક્લીઅર કરી લેવા માંગતી હતી… અમી :- પ્લીસ અનુજ તમે આમ મને ખોટી ના સમજતા… લગ્ન પેહલા તમારી સાથે એક વચન લેવા માંગુ છું… આપશો??? અનુજ એ પણ ખૂબ સહજતા થી અમી ની વાત ને પ્રાથમિક આપી તેને વર્ણવા કહ્યું ..

અમી :- અનુજ હું મારા પિતા ની એક ની એક દિકરી છું, નાનપણ થી જ હર એક સુખ, દુઃખ ની સાથી હું જ રહી છું… મમ્મી અને પપ્પા નો એક રૂહ છું એવું કહું તો પણ ચાલે … હું જાણું છું અત્યારે હસી હસી ને મને વિદાય આપનાર મારા માતા પિતા અંદર થી ખૂબ જ એકલતા અનુભવવાના છે… એમની દરરોજ ની એક ટેવ અમી.. એમનાથી હવે દૂર થવાની છે,,. મારી આગળ તો નહીં રડે પણ અંદર થી એ લોકો સાવ એકલા પડી જશે….. અનુજ હું તમારા મમ્મી અને પપ્પા નું પણ એટલું જ ધ્યાન રાખીશ.. જેટલું આજ સુધી મારા મમ્મી, પપ્પા નું રાખ્યું છે… આજ થી સાસુ સાસરા નહીં પણ હમેશા માટે તેમને પણ હું મારા માતા પિતા તરીકે જ બિરદાવીશ… આજે એક વચન તમારી જોડે થી પણ જોઈએ છે.. કે તમે પણ મારા મમ્મી, પપ્પા ને એક જમાઈ નહીં પરંતુ એક દીકરો બની ને રેહશો… હું શુ કેહવા માગુ છું એ તમે સમજી ગયા હશો????

image source

અનુજ :- અમી તારે આ વાત બીજી વાર કેહવાની જરૂર પણ નહીં પડે. . એક વિશ્વાસ રાખ. !! તને આ બાબતે કયારેય પણ ઓછું નહીં આવા દવ… હું તને વચન આપું છું કે. ગમે તેવી પરિસ્થિતિ માં હું અમને કયારેય એકલો નહિ મુકું.. એક દીકરો બની ને દેખાડીશ….. અમી અનુજ ના આ નિખાલસ સ્વભાવ ને જાણી ચુકી હતી …… અનુજ નો આભાર માની ને બન્ને હસતા મોઢે નીચે ઉતર્યા…. સૌ ને બન્ને ની હા ચેહરા પર થી જણાઈ આવી અને બન્ને પરિવાર એ ગોળ ધાણા કર્યા…

અમી અને અનુજ માં ખૂબ ધામ ધૂમ થી લગ્ન થયાં… બન્ને પરિવાર પણ ખૂબ ખુશ હતા… અનુજ એ પણ વિદાય વેળા એ અમી ની સેજ પણ ચિંતા ન કરવા રેશ્મા બેન અને કિરીટ ભાઈ ને જણાવ્યું…. એક સારા જીવન સાથી મળ્યા ની ખુશીઓ સાથે મમ્મી, પપ્પા એકલા પડી ગયા નો અમી ને રંજ પણ હતો…. લગ્ન પતાવી ને બન્ને પરિવારો પોત પોતાના માળા માં ફરી થી પરોવાઈ ગયા…..

image source

રેશ્મા બેન અને કિરીટ ભાઈ ને અમી ની કમી ના લાગે તે માટે અમી એ તેમના મોબાઈલ માં પોતાના અવાજ ની રિંગટોન રાખી ને ગઈ હતી. જેથી યાદ આવતા જ સાંભળી શકાય… . હર એક કામ પણ અમી તે ઘર નું હવે ઓનલાઇન જ પતાવી દેતી… કિરીટ ભાઈ ની દવા, જમવાનું બધુંય વસ્તુ મોબાઈલ માં રીમાઇન્ડર તરીકે મૂકી દીધું હતું જેથી તે ભુલી ના જાય… અનુજ ના પરિવાર ના સંભાળ સાથે અમી રેશ્મા બેન અને કિરીટ ભાઈ નું પણ ખૂબ ધ્યાન રાખતી… બન્ને પરિવાર ને એક સરખો જ ન્યાય આપતી …..

મીના બેન અને કાંતિ ભાઈ પણ અમી ને ખૂબ સાથ સહકાર આપતા….. અનુજ પણ કિરીટ ભાઈ ની દવાઓ, ઘર ની અન્ય ચીજ વસ્તુ, દૂધ, શાકભાજી બધુંય ઓફિસે થી ડાયરેક્ટ જ અમી ના ઘરે આપી, મળી ને પતાવી ને ઘરે આવતો….. એક દીકરા ની માફક અનુજ બન્ને ની સેવા કરતો. … એ જોઈ ને અમી ખૂબ જ ખુશી હતી….. અનુજ માં પોતાના પતિ ઉપરાંત એક સાચો દોસ્ત,જમાઈ એક દીકરા તરિકે પુરવાર થયો હતો ….

image source

ખૂબ જ સરળતા થી બન્ને પરિવાર ની જવાબદારી અનુજ અને અમી સાંભળતા હતા…. દર બે દિવસે અનુજ અને અમી કિરીટ ભાઈ અને રેશ્મા બેન ને મળવા જતા.. જેનાથી અનુજ ના માતા પિતા ને પણ કોઇ વાંધોં ન હતો … ખૂબ સરસ રીતે બધું ચાલતું હતું…. અનુજ અને અમી પણ એક બીજા ને અનહદ પ્રેમ કરતા…. અને હર એક નાની નાની વાત માં બન્ને એક બીજા ની કેર કર્તા.. તેમનો પ્રેમ પણ સૌ ને દેખાય આવતો… કિરીટ ભાઈ અને રેશ્મા બેન ની પસંદ, ના પસંદ અનુજ તેના મમ્મી, પાપા સૌ કોઇ પણ જાણી ગયા હતા… આથી એ પ્રમાને જ તેમની ઘર માં આગતા સ્વાગતા થતી…. કિરીટ ભાઈ અને રેશ્મા બેન અમી નો આવો સુખદ પરિવાર જોઈ ને ખૂબ ખુશ હતા….

ના જાણે કેમ કોઇ ની નજર લાગી હોય તેમ એક દિવસે અમી ને અચાનક જ હર્ટ અટેક આવ્યો અને મૃત્યુ પામી.. જે બન્ને કુટુંબીજનો માટે ખૂબ આઘાત જનક હતું.. કે ન માનવામાં આવે તેવી વાત હતી … અનુજ ખુદ એક આત્મા બની ને રહી ગયો હતો ….ના કોઇ ની સાથે બોલે, ચાલે, કે જમે… જેમ તેમ કરી ને ખૂબ ભારે દિલે તેને પોતાની જાત ને સંભાળ્યો…!!બન્ને ઘર માં માતમ છવાય ગયો હતો .. !!!સૌ કોઇ ને અમી નામ ની ટેવ ની ખોટ સાલતી હતી….

image source

કિરીટ ભાઈ અને રેશ્મા બેન અને એમ એકા એક દિકરી ના મૃત્યુ ના સમાચાર થી બન્ને ને મેન્ટલ સ્ટ્રેસ વધવા થી માઈન્ડ થી અનસ્ટેબલ બની ચુક્યા હતા… !!જે અનુજ માટે ખૂબ જ મોટી પરીક્ષા હતી…. પોતે એકલા હાથે બન્ને પરિવાર ને સાચવવા ના હતા… અમીને આપેલ વચન પણ નિભાવવાનું હતું…. એક જમાઈ નહીં પરંતુ એક દીકરો બનવાનું હતું… આથી અનુજ એ કિરીટ ભાઈ અને રેશ્મા બેન ને પોતાની સાથે પોતાના ઘરે જ કાયમ ને માટે લઇ ગયો….સમાજ ના લોકો તરફ થી કેટલીય વાતો પણ સાંભળી.. પણ અનુજ મનો મન મક્કમ હતો.. મેન્ટલી અનસ્ટેબલ થી વાકેફ ડોક્ટરે પણ તેમને મેન્ટલ હોસ્પિટલ મૂકી આવવા કહ્યું . પણ અનુજ એ ચોખ્ખી ના પાળી અને પોતાના ઘરે લઇ ગયો…..

અનુજ ખૂબ જ પ્રેમાળ ભાવે એક નાના બાળક ની માફક કિરીટ ભાઈ અને રેશ્મા બેન ની હર એક જીદ પુરી કરતો અને નાના બાળક ની માફક નાહવું, ખાવુ, પીવું અન્ય ક્રિયા પણ એક દીકરા ની જેમ નિખાલસતા થી સેવા કરતો …. તેમની દવા,ગોળી આપવામાં પણ ખૂબ ધ્યાન રાખતો ….. મીના બેન અને કાંતિ ભાઈ એ પણ અનુજ ને ખૂબ જ સાથ સહકાર આપ્યો …… ડોક્ટર માં કેહવા મુજબ કિરીટ ભાઈ અને રેશ્મા બેન ને એક પોતાનું, ઘર જેવું આનન્દીત વાતાવરણ મળવાથી તેમજ અનુજ ના અથાગ પ્રયત્ન, સેવા, દુવા થી બન્ને ને પેહલા ની જેમ સાજા કર્યા…..

image source

પોતાનો સગો દીકરો ન હોવા છતાં પણ એક જમાઈ એ કિરીટ ભાઈ અને રેશ્મા બેન નો દીકરો બની ને દેખાડ્યું,, જેનો બન્ને ને ખૂબ જ ગર્વ હતો….. જેને અમી ની કમી પુરી કરી ને બતાવી, તેને આપેલ વચન પાળી ને બતાવ્યું…. આખા સમાજ ની વિરુદ્ધ જઈ ને સાસુ સાસરા ને પોતાના ઘરે રાખી, સેવા કરી ને એક દીકરો બની ને બતાવ્યું… જે સમાજ માટે અનુજ એક અલગ જ મિશાલ બન્યો….

સમાજ માં ખરેખર અનુજ અને અમી એમ બન્ને જેવા વ્યક્તિત્વ જરૂર છે… અસ્તુ…..

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version