જલ્સા કરોને જેંતીલાલ

એક્તા કપૂર અને સ્મૃતિ ઈરાની એકસાથે ૧૪ કિમી. ઉઘાડા પગે ચાલીને પહોંચ્યા સિધ્ધિવિનાયક…

એક્તા કપૂર સ્મૃતિ ઈરાની સાથે ૧૪ કિમી. ઉઘાડા પગે ચાલીને સિધ્ધિવિનાયક પહોંચી, કહ્યું- આ ભગવાનની ઈચ્છા

આ ફોટો એકતા એ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. ફિલ્મ નિર્માતા એકતા કપૂર પણ સ્મૃતિ સાથે સિધ્ધિવિનાયક ગઈ, વિડિયો-ફોટો પોસ્ટ કર્યા

સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણીમાં અમેઠી સીટ પર રાહુલ ગાંધીને હરાવ્યા

સ્મૃતિ ઈરાની સોમવારે મોડી રાત્રે પોતાના ઘરથી ૧૪ કિલોમિટર સુધી પગપાળા ચાલીને મુંબઈના સિધ્ધિવિનાયક મંદિર પહોંચી. આ દરમિયાન સ્મૃતિ સાથે તેમની મિત્ર અને ફિલ્મ નિર્માતા એકતા કપૂર પણ હતી. સ્મૃતિ એ હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી સંસદીય સીટ પર ચૂંટણી હરાવી છે.

એકતા એ સોશિયલ મિડિયામાં એક વિડિયો શેયર કર્યો છે. તેમાં તે કહેતી દેખાઈ રહી છે, “અમે સિધ્ધિવિનાયક પાસે જઈ રહ્યા છીએ અને એ વગર ચપ્પલે ચાલી રહી છે. ૧૪ કિલોમિટર સુધી વગર ચપ્પલે. સ્મૃતિ પર વિશ્વાસ નથી થઈ રહ્યો. આ ભગવાનની ઈચ્છા છે. ચાલો”.

એકતા એ શેયર કર્યો ફોટો

એકતા એ બન્નેનો એક ફોટો પણ સોશિયલ મિડિતા પર શેયર કર્યો. આ બન્નેએ ૧૪ કિમી. પગપાળા ચાલ્યા બાદ મંદિરમાં લખ્યુ છે. એકતા એ લખ્યુ, “૧૪ કિલોમિટર ચાલીને સિધ્ધિવિનાયક પહોંચ્યા બાદની ચમક”. આના પર સ્મૃતિ એ જવાબ આપ્યો- ભગવાનની ઈચ્છા છે. ભગવાન દયાળુ છે.

એકતા એ આ રીતે આપી હતી જીતની શુભકામના

સ્મૃતિ ઇરાનીને ટેલિવિઝન માં કામ આપનાર એકતા કપૂરે સ્મૃતિ ઈરાનીના વિજય ઉપર પોતાની ખુશી જે રીતે શેર કરી છે એ લોકોને સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકોને પસંદ આવ્યો છે અને શેર પણ કર્યું છે. એકતા કપૂર દ્વારા સ્મૃતિ ઇરાનીને અભિનંદન આપ્યા Twitter પર સાથે એકતાએ એક ફોટો શેર કર્યો હતો એકતા એ સ્મૃતિને જીતની વધાઈ આપતા ટ્વિટર પર એક ફોટો શેયર કર્યો હતો. એકતા એ લખ્યુ હતુ, “રિશ્તો કે રુપ બદલતે હૈ. નયે-નયે સાચે મેં ઢલતે હૈ. એક પીઢી આતી હૈ, એક પીઢી જાતી હૈ…બનતી કહાની નઈ.”


એકતા કપૂરની આવી રીતે સ્મૃતિ ઇરાની ને અલગ અંદાજમાં બધાઈ આપવી લોકોને ખૂબ ગમ્યું હતું. હાલમાં પણ એકતાના એ ટ્વિટ્ટ ઉપર લાખો લોકો કોમેંટ્સ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સ્મૃતિ ઇરાનીએ પોતાની કારકિર્દીની શરૂઆત એકતા કપૂરના શો થી કરી હતી. જેમાં સ્મૃતિ ઇરાનીએ એક આદર્શ વહૂનું પાત્ર ભજવ્યું હતું. સ્મૃતિ ઇરાનીને તેમના આ રૂપમાં ફેન્સનો ખૂબ પ્રેમ મળ્યો. અને હવે જ્યારે તેઓ રાજકારણમાં આવ્યા છે, તો તેમને પણ લોકોને પૂર્ણ બહુમતી સાથે જીત અપાવી છે.

સ્મૃતિ ઇરાનીનો જીવન પરિચય :

સ્મૃતિ ઈરાની પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગ થી કરી હતી. સ્મૃતિ 12 ધોરણમાં અભ્યાસ પછી મોડેલીંગ પસંદ કર્યું. સ્મૃરી ઇરાની પોતાના ઇન્સ્ટારગ્રામ ઉપર પોસ્ટ કરી આ વાત જણાવી ચૂક્યા છે. સ્મૃતિ ઇરાની ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. 1998 માં મિસ ઇન્ડિયા બ્યુટી કોન્સેટ માં પણ ભાગ લીધો હતો. સ્મૃતિ ઇરાનીએ 2001 માં લગ્ન કર્યાં . વર્તમાન સમયમાં સ્મૃતિ, ઇરાની, મોદી સરકારની એક લોકપ્રવાહી અને લોકપ્રિય નેતા છે.


વર્ષ 2003 માં બીજેપીમાં જોડાયા અને તેના પછી પ્રથમ વાર તેઓ ચંદની ચોકથી લોકસભાની ચૂંટણીઓ ક્ષેત્રે ચૂંટણી લડ્યા. અને પછી 2004 માં મહારાષ્ટ્ર યુથ વિંગની વાઇસ પ્રેસિડન્ટ બન્યા અને અને 2011 માં સ્મૃતિ ઇરાની રાજયના સભ્ય બન્યા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version