તમને ચોધાર આંસુએ રડાવતો ગીર સોમનાથનો કિસ્સો, દુર્ઘટના સાંભળી ભલભલાના આંખમાથી નીકળી ગયા આંસુ

હાલમાં એક એવો કરુણ કિસ્સો સામે આવ્યો છે કે જે જોઈને તમારી આંખો પણ ચોધાર આંસુએ રડવા લાગશે. કારણ કે આપણી આજુબાજુ ઘણા એવા કિસ્સા બને છે કે જે જોઈને આપણે એક જ શબ્દ વાપરીએ કે કુદરતના ઘરે શું ખોટ પડી હશે. ત્યારે આ સોમનાથનો મામલો પણ ભારે કરુણ છે. તો આવો જાણીએ કે શું દુર્ઘટના ઘટી. ગીર સોમનાથના સુત્રાપાડાના વિરોદર ગામે રહેતા એક પરિવાર પર કુદરતની કઠોરતા જોવા મળી હતી. કુદરતના ગજાને જાણે ખોટ પડી હોય એમ ચાર બહેનોનો એકનો એક લાડકવાયો ભાઇ પશુઘન ચરાવવા જઇ રહેલ તે સમયે બોરવાવ ગામના પાટીયા નજીક કાળમુખા ટ્રકે અડફેટે લેતા મૃત્‍યુ નિપજ્યુ હતુ. અકસ્‍માતના પગલે મૃતક યુવાનના પરીવાર પર આભ ફાટ્યુ હોય તેવો ગમગીન માહોલ ફેલાયો હતો.

image source

તમે નસીબના જોગ કહો કે વિધીની વક્રતા પણ પરિવારમાં કોઇ પુરુષ ન હોવાથી મૃતક યુવાનને તેની ચાર બહેનોએ કાંઘ આપી હતી. મૃતકની સ્‍મશાનયાત્રામાં કરૂણ ર્દશ્‍યો નિહાળી હાજર સૌ કોઇ લોકોના આંખમાંથી અસરુઓ વહેવા લાગ્‍યા હતા. અકસ્‍માતમાં એકના એક લાડકવાયા ભાઇને ગુમાવ્‍યો હોવાથી ચારેય બહેનોએ કાંઘ આપી હતી. આ હદ્રયદ્રાવક ર્દશ્‍યો સ્‍મશાનયાત્રામાં હાજર સૌ કોઇનું હૈયુ ભરાઇ છલકાય ગયેલ નજરે પડ્યા હતા. કઠોર દિલના લોકોને પણ રડાવી નાંખે તેવી કરૂણ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતો અને પશુઘન અને ખેતી કામ કરતો દેવેન્‍દ્ર કનુભાઇ ગાઘે (ઉ.વ.23) ચાર બહેનોનો એકનો એક ભાઇ હતો સવારના સમયે દેવેન્‍દ્ર પોતાના પશુઘનને લઇ જંગલ તરફ ચરાવવા લઇ જઇ રહેલ હતો. દરમ્‍યાન રસ્‍તામાં બોરવાવ ગામના પાટીયા પાસે એક કાળમુખા ટ્રકએ દેવેન્‍દ્રભાઇને અડેફેટે લેતા કમકમાટીભર્યુ મોત નિપજેલ હતુ.

image source

વિગવે વાત કરવામાં આવે તો અકસ્‍માતના સમાચારના પગલે ગાઘે પરીવાર પર આભ ફાટયા જેવો ગમગીનીભર્યો માહોલ પ્રસર્યો હતો. ઘટનામાં સૌથી કરૂણ પરિસ્‍થ‍િતિ એવી હતી કે, મૃતક યુવકના પીતાજીનું પણ ચાર માસ પહેલા હાર્ટએટેકના કારણે મૃત્‍યુ નિપજેલ હોવાથી દેવેન્‍દ્ર ઘરમાં એકલોજ પુરુષ હતો. પરિવાર વિશે મળતી માહિતી મુજબ મૃતક દેવેન્‍દ્રભાઇની ચાર પૈકી એક બહેનના લગ્‍ન થઇ ગયેલ હોવાથી તે સાસરે છે. જયારે બે બહેનો પરીતાબેન સોમનાથ સુરક્ષામાં અને જલ્‍પાબેન પોરબંદર પોલીસમાં ફરજ બજાવે છે. અને ચોથી જલ્‍પાબેન તેની સાથે વિરોદર ગામે રહે છે.

image source

ઘણા સમય પહેલાં ગોંડલ તાલુકામાં આવેલા મોટાદડવા ગામમાં પણ કંઈક આવી જ ઘટના બની હતી. દીકરીઓએ માન્યતા તોડી સ્મશાનમાં જઇ ‘પુત્ર ધર્મ’ નિભાવ્યો હતો. ગામના પટેલ નાનજીભાઈ ધનજીભાઈ વસાણી ઉંમર વર્ષ ૭૫નું અવસાન થતાં, તેમની બે દીકરી મનીશાબેન, દયાબેન તેમજ સ્નેહી-સગા સરોજબેન તેમજ લીલાબેનએ કાંધ આપી હતી. એટલું જ નહીં, હૃદય કઠણ કરીને દીકરીઓએ પિતાની ચિતાને મુખાગ્નિ આપી અગ્નિસંસ્કાર પણ કર્યા. આ તકે જાણવા મળતી વિગત અનુસાર, મોટાદડવાના રહીશ તેમજ પટેલ સમાજના વસાણી નાનજીભાઈ બે દીકરીઓ છે. તેમને દીકરા નથી પરંતુ બંને દીકરીએ દીકરાની ખોટ ક્યારેય ન વર્તવા દીધી નથી. આ બંને દીકરી જ દીકરા સમાન જ રહી હતી. પિતાની છત્રછાયામાં મોટી થયા પછી જ્યારે એ જ પિતાનું નિધન થયું, ત્યારે અંતિમ સંસ્કાર કોણ કરશે, તેવી ચિંતા વચ્ચે દીકરીઓ જ આગળ આવી હતી. સામાન્ય રીતે મહિલાઓ સ્મશાને જતી નથી, પરંતુ મોટા દડવામાં બંને બહેનોએ પિતાને કાંધ આપી, સાથોસાથ પિતાની ચિતાને ભારે હૈયે મુખાગ્નિ આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ