જલ્સા કરોને જેંતીલાલ

એક જ દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ગરીબ લોકોને ભોજન કરાવ્યું આ યુવકે…

આપણે જ્યારે પણ બહાર હોટેલમાં કે સ્ટ્રીટ ફૂડમાં જમવા જતાં હોઈએ છીએ ત્યારે અનેક વસ્તુઓ મંગાવી લેતાં હોઈએ છીએ. પછી એ બધું જ નથી ખાઈ શકતાં અને ક્યારેક ઘરે મહેમાન આવવાના હોય ત્યારે કેટલી વસ્તુઓ બનાવવી અને કેટલું પ્રમાણ માપ રાખવું કેટ્લાં મહેમાન આવશે અને કેટલાં નહીં આવી શકે એનો અંદાજ નથી કાઢી શકતાં.

એ સમયે ખોરાક વધી પડતો હોય છે અને તેનો એટલો બધો બગાડ થાય છે કે ક્યારેક એને એઠવાડમાં ક્યાં નાખવો એ પણ વિચાર થતો હોય છે. એવું ઘણી જગ્યાએ બનતું હોય છે કે ખાઈ શકાય તેવું સારું ભોજન પણ નાખી દેવું પડે છે.

આવું કોઈ એક જગ્યાએ થાય છે એવું નથી કે પછી આ સમસ્યા આજકાલની છે એવું પણ નથી. આ તકલીફ વર્ષોથી ચાલી આવે છે. અમુક જગ્યાઓએ વધેલા ખોરાકનો નિકાલ એટલી સારી રીતે થતો હોય છે કે જેમ કે લગ્ન પ્રસંગોમાં કે પાર્ટિઓમાં વધેલો ખોરાક અમુક નંબર પર કોલ કરી દેવાથી તેઓ લઈ જાય છે અને અમુક સંસ્થાઓ તો સામેથી હોટેલ્સ અને ફંક્શનમાં જઈને એવો વધેલો ખોરાક જાતે એકઠ્ઠો કરીને લઈ જાય છે. જેથી યોગ્ય રીતે અને યોગ્ય સમયે સાચા જરૂરિયાતમંદ લોકો સુધી એ ખોરાક પહોંચી શકે.

એક જ દિવસમાં હજાર ગરીબોને જમાડીને ગૌતમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ….


તેલંગનાનો રહેવાસી ગૌતમે એક જ દિવસમાં પોતાના હાથ વડે અને પ્રેમથી એક હજાર ગરીબોને જમાડીને વિશ્વભરમાં રેકોર્ડ બનાવ્યો છે. તેલંગણાંનો આ યુવાન બીજા મોજીલા છોકરાઓની જેમ બાઈકના ધુમાડા કાઢીને નવરો થઈને પાનના ગલ્લે બેસવા નથી જતો. તેણે એક એવું એન.જી.ઓ. સ્થાપ્યું છે જેના દ્વારા તે અનેક સત્કર્મો કરે છે અને અવારનવાર તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેના કામને લીધે તેની સાથે આજ સુધીમાં સેંકડો લોકો પણ જોડાયા છે.


મળતી માહિતી અનુસાર ગૌતમે રવિવારના દિવસે તેલંગણામાં આવેલ ત્રણ અલગ અલગ જગ્યા ઉપર જઈને ગરીબોને જમાડવાનું આયોજન કર્યું અને ગરીબોને જમાડીને ગૌતમે પોતાનું નામ યૂનિવર્સલ ઓફ રેકોર્ડમાં સ્થાપિત કર્યું છે.


આધુનિક યુગમાં આમ જોઈએ તો ગૌતમ જેવા યુવાન દીકરાના મનમાં આવા ઉમદા કાર્યના વિચાર ખૂબ જ ઓછા આવે છે. આ ઉંમર જ એવી છે કે એમાં છોકરાઓને મોજ શોખ અને મસ્તીમાં જ સમય પસાર કરવાના વિચારો આવતા હોય છે અને પોતાની આસપાસ પોતાની જ કાલ્પનિક દુનિયા બનાવી લીતા હોય છે, જ્યારે ગૌતમ સાવ અલગ જ છે.


ગૌતમ અનુસાર, તેનુ લક્ષ્ય છે કે કોઈપણ ભૂખ્યા પેટે ન સુવે એના માટે તેને ગરીબોને જમડવાનું કાર્ય કરવાનું બીડું હાથ ઝડપ્યું. હાલમાં તેના એનજીઓથી જોડાયેલા લગભગ ૧૪૦ સ્વયં સેવક લોકોને ભોજન કરાવવાની જવાબદારી સંભાળી રહ્યા છે.


તેલંગાણાના ગૌતમ કુમારે એક જ દિવસમાં એક હજારથી વધુ ગરીબોને ભોજન કરાવીને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. તેના આ સરાહનીય કામને યૂનિવર્સલ બુક ઓ રેકોર્ડમાં શામેલ કરવામાં આવ્યુ છે.


તેના માટે સંસ્થાએ તેમને સમ્માનિત પણ કર્યા છે. ગૌતમ હૈદરાબાદમાં રહે છે અને તે એક ‘એનજીઓ’ ચલાવે છે, જેના અંતર્ગત તેઓએ આ સારુ કામ કર્યુ.


તેને લઈને ગૌતમે જણાવ્યું – ‘મે ૨૦૧૪માં સર્વે નીડી એનજીઓ’ (જરૂરિયાતમંદોની સેવા કરો) ની શરૂઆત કરી હતી. સંગઠનની શરૂઆત આ સંકલ્પ સાથે કરી હતી કે કોઈ ભૂખ્યા પેટે ન સુવે.


અમે વધુથી વધુ લોકોને ભોજન કરાવી શકીએ અને અમે સતત એ તરફ વધી રહ્યા છીએ. આ કામને કરવામાં મને સુકુન મળે છે. હવે અમારા પાસે લગભગ ૧૪૦ સ્વયં સેવક છે, જે સતત આ કામ કરી રહ્યા છે.


હૈદરાબાદમાં અલગ-અલગ ત્રણ જગ્યા જમાડ્યુ હતુ ભોજન


ગૌતમ કુમારે રવિવારે હૈદરાબાદ ત્રણ અલગ-અલગ જગ્યા પર લોકોને ભોજન કરાવ્યુ. સૌથી પહેલા તેમણે હૈદરાબાદના ગાંધી હોસ્પિટલોમાં દર્દીઓ ભોજન કરાવ્યુ, પછી રાજેન્દ્રનગરમાં અને છેલ્લે અમ્મા નન્ના અનાથાલયમાં.


ગૌતમના વિશ્વ રેકોર્ડ બન્યા બાદ તેને ‘યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડ’ના ભારતીય પ્રતિનિધિ કેવી રમન્ના રાવ અને તેલંગાણાના પ્રમુખ ટીએમ શ્રીલતા દ્વારા તેમને સર્ટિફિકેટ અપાયુ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version