એક ફિક્સ ડીશ ઓર્ડર પર 2 ફિક્સ ડિશ ફ્રી, જો આમાં ઓર્ડર કર્યો તો બેન્ક એકાઉન્ટ થઈ જશે સાફ, જાણો ગઠિયાઓ કેવી રીતે છેતરી રહ્યા છે લોકો

કોરોના વાયરસ આવ્યો ત્યારબાદ દરેક બાબતમાં કોન્ટેક લેસ આદાન પ્રદાનનું મહત્વ વધી ગયું છે. પછી તે પૈસાની લેતી દેતી હોય, સામાનની હોય કે અન્ય કોઈપણ લેતીદેતી. લોકો બધા જ કામ ડિજીટલી કરવાનું પસંદ કરવા લાગ્યા છે. તેમાં પણ ફૂડ ઓર્ડરનું કામ તો મોટાભાગે ઓનલાઈન થવા લાગ્યું છે.

image soucre

જો કે કોરોના પહેલા પણ ઓનલાઈન ફૂડ ડિલીવરી એપનું ચલણ વધ્યું હતું. લોકો ઘરે બેઠાં બેઠાં મનપસંદ જગ્યાએથી ભોજન ઓર્ડર કરી તેનો લાભ લેતા હતા. આ કારણે જે તે શહેરના પ્રખ્યાત રેસ્ટરન્ટમાં પણ લોકો માટે ખાસ ઓફર, ફ્રી હોમ ડિલીવરી જેવી સેવાઓ શરુ કરવામાં આવી હતી. જો કે આ ઓફરનો લાભ પણ ઘણી જગ્યાઓએ ગઠીયાઓ લઈ જાય છે.

image soucre

પ્રખ્યાત રેસ્ટોરન્ટના નામે લોકોને લાખો રુપિયાનો ચુનો ચોપડી દેવાનો ગોરખધંધો તાજેતરમાં અમદાવાદમાંથી જ સામે આવ્યો છે. અમદાવાદના ફૂડ લવર લોકો માટે આ એક આંખ ઉઘાડતો કિસ્સો છે. આ વાત ખાસ તો એ લોકોએ ધ્યાનમાં લેવી જેઓ ઓનલાઈન ઓફર જોઈ ફૂડ ઓર્ડર કરતાં હોય છે. થોડો લાભ મેળવવા માટે જ્યારે લોભ કરીએ છીએ ત્યારે ઘણીવાર એવું બને છે કે મોટું નુકસાન થઈ જાય છે.

image soucre

ઘટના એવી બની છે કે અમદાવાદની નામાંકિત હોટલમાંથી એક એવી અતિથિના નામે કેટલાક લોકોએ સામાન્ય પ્રજાને લૂંટવાનો ધંધો શરુ કર્યો છે. અતિથિના નામે ફ્રોડ કરનારાઓએ વેબ પેજ બનાવી દીધું અને તેમાં એક ઓફર પણ મુકી જેથી લોકો લલચાઈ જાય અને તેમની જાળમાં ફસાઈ જાય.

image soucre

આ ઓફર હતી કે અતિથિમાંથી ઓનલાઈન 1 ડીશનો ઓર્ડર કરો અને 2 ડીશ તમને ફ્રી મળશે. આ ઓફરનો લાભ લેવા જતાં એક વ્યક્તિને પોતાની બચત સુદ્ધા ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઓફરનો લાભ લેવા જ્યારે તે વ્યક્તિએ વેબ પેજમાં દર્શાવેલા સ્ટેપ ફોલો કર્યા તો તેના ફોનમાં એક ઓટીપી આવ્યો. આ ઓટીપી તેણે જેવો એન્ટર કર્યો કે તુરંત જ તેના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા. આ મામલો સામે ત્યારે આવ્યો જ્યારે તે વ્યક્તિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

image soucre

આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ અતિથિ હોટલ તરફથી પણ તપાસ કરવામાં આવી અને લોકોને ચેતવણી આપતી એક સુચના લખવામાં આવી કે અતિથિ તરફથી એક ડીશ પર બે ડીશ ફ્રી તેવી કોઈ ઓફર આપવામાં આવી નથી. તેથી આવી ઓફરનો લાભ લેવા કોઈ વેબ પેજ પર પોતાની વિગતો ભરવી નહીં.

image soucre

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો બહાર જમવા જવાને બદલે ઘરે જમવાનું મંગાવી લેવામાં વધુ માને છે. તેવામાં ફ્રોડ કરનારાઓએ પણ આ રસ્તો શોધી કાઢ્યો છે તેથી ફૂડ લવર્સે ઓનલાઈન ઓર્ડરમાં પણ સતર્ક રહેવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ