ઘરમાં આગ લાગી અને રહસ્યમયિ રીતે ઘરના પાંચ બાળકો ગાયબ થઈ ગયા ! દાયકાઓ બાદ પણ રહસ્ય ન ઉકેલાયું

વિશ્વ યુદ્ધ 2ના સમયની આ રહસ્યમયિ ઘટના આજે પણ છે વણઉકલી

image source

1945ની 24 ડીસેમ્બરે એટલે કે ક્રિસ્મસની આગલી રાત્રે આખુને આખું સોડર ઘર આગમાં હોમાઈ ગયું. આ ઘટના અમેરિકાના વેસ્ટ વર્જિનિયા રાજ્યની છે. આગમાં ભસ્મિભૂત થઈ ગયેલા આ ઘરમાં જ્યોર્જ સોડર, તેની પત્ની જેની અને તેમના દસમાંથી નવ બાળકો રહેતા હતા. આખો પરિવાર રાત્રીના પોતપોતાના કામ પતાવીને સુઈ ગયો હતો. રાત્રે 1 વાગે અચાનક જ્યોર્જની પત્ની જેનીને કંઈક અવાજ સંભળાયો. જાણે કોઈ મોટો પથ્થર ઘરની છત પર પડ્યો હોય, ત્યાર બાદ તેના રગડવાનો અવાજ આવ્યો. પણ ત્યાર બાદ કશું ન સંભળાતા તેણી પાછી સુઈ ગઈ.

image source

અરધા કલાક બાદ તેણી ફરીવાર ઉઠી ગઈ. તેને ધુમાડાની ગંધ આવી રહી હતી. તેણે જોયું તો ઘરમાં આગ લાગી હતી. તેણીએ પતિને જગાડ્યો અને પતિએ બાળકોને જગાડ્યા. જ્યોર્જ, તેની પત્ની અને તેના ચાર બાળકો કેમે કરીને ઘરમાંથી બહાર નીકળી ગયા. તેમણે ઉપર સુતેલા ચાર બાળકોને બૂમો પાડી જગાડવાનો પ્રયાસ કર્યો પણ કોઈ બહાર ન આવ્યું. ત્યાર બાદ તેમના પાંચ સંતાનો ક્યારેય જોવા ન મળ્યા.

image source

શું તમે એવું વિચારો છો કે તેઓ બળીને રાખ થઈ ગયા હતા ? ના આ ઘટના તેટલી સરળ નથી. કારણ કે ત્યાર બાદ થયેલી તપાસ તેમજ જ્યોર્જ અને જેનીની દલીલો દર્શાવે છે કે બાળકો આગમાં મર્યા જ નહોતા. તો ક્યાં ગયા હતા આ પાંચ બાળકો ?

કારણ કે ઘર આગમાં સાવ જ ભસ્મિભૂત થઈ ગયું હતું તેમ છતાં ક્યાંય પણ આ પાંચ બાળકોના મૃતદેહો નહોતા મળ્યા. સોડર પતિ-પત્નીએ તો ક્યારેય પોતાના સંતાનોને મૃત માન્યા જ નથી. તેઓ દૃઢ પણે એવું માને છે કે તેમના બાળકોનું અપહરણ થયું હતું અને આજે પણ ક્યાંક જીવતા છે.

તે રાત્રે જ્યોર્જ સોડરે પોતાના બાળકોને બચાવવા માટે બધા જ પ્રયાસો કરી લીધા હતા. પણ તેમાં તેને ક્યાંય સફળતા નહોતી મળી. કરાણ કે આ એક પહેલેથી નક્કી કરવામાં આવેલો હુમલો લાગતો હતો અને માટે જ જે પણ વસ્તુથી જ્યોર્જને મદદ થઈ શકે તેમ હતી તે વસ્તુનો તે ઉપયોગ કરી શકે તેમ નહોતો. કારણ કે ઘરની પાસે હંમેશા એક લાંબી સીડી પડી રહેતી હતી તે રાત્રે તે પણ ત્યાંથી ગાયબ હતી. ફાયર બ્રિગેટને બોલાવવા માટે ટેલિફોન કરી શકે તો ટેલિફોનની લાઈન પણ ડેડ થઈ ગઈ હતી. પાછળથી જાણવા મળ્યું હતું કે કોઈકે ટેલિફોનની લાઈન જ કાપી નાખી હતી. તે પોતાની કાર લઈને મદદ બોલાવવા જઈ શકે તો તેની ગાડી પણ કોઈ વાતે ચાલુ નહોતી થતી.

image source

છેવટે સોડરનું એક બાળક નજીકમાં રહેતા પાડોશીને ત્યાં દોડી ગયુ જેમાં તેને ઘણીવાર લાગી. પાડોશીએ ફાયરબ્રિગેટને ફોન પણ કર્યો પણ વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી વધારે કર્મચારીઓ નહીં હોવાથી તેમને આવતા મોડું થયું અને તેઓ બીજી સવારે જ્યારે ઘર રાખ થઈ ગયું ત્યારે છેક પહોંચી શક્યા હતા.

સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ એક ઇલેક્ટ્રિકલ આગ હતી એટલે કે વાયરોમાં શોર્ટશર્કીટ થવાના કારણે ઘરમાં આગ લાગી હતી. અને જ્યોર્જ માટે સત્તાધારીઓ દ્વારા આપવામા આવેલું આ કારણ સાવ જ અમાન્ય હતું કારણ કે તેણે થોડા સમય પહેલાં જ સ્થાનીક ઇલેક્ટ્રીકલ કંપની પાસે તેનું વાયરીંગ ફરી કરાવ્યું હતું અને કંપનીવાળાએ પણ નિવેદન આપ્યું હતું કે બધું સેફ હતું.

image source

જ્યારે આગથી રાખ થઈ ગયેલા ઘરની તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી પાંચ બાળકોમાંથી એક પણનો પણ મૃતદેહ નહોતો મળ્યો. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે આગ એટલી ભયંકર હશે કે બાળકોના શરીર સાવજ બળી ગયા હશે. જે પણ એક માન્યામાં ન આવે તેવી વાત છે. કારણ કે જ્યોર્જને તપાસકર્તાની આ વાત પર પણ શંકા જતાં તેણે એક નિષ્ણાતને પુછ્યું તો તેના જાણવામાં આવ્યું કે માનવ શરીર 2000 ડીગ્રી જેવા ભયંકર તાપમાને જ ભસ્મીભૂત થઈ શકે અને ઘરમાં લાગેલી આગ કંઈ એટલી ભયંકર નહોતી.

વાસ્તવમાં જ્યોર્જ ઇટાલિના ડીક્ટેટર મુસોલીનીને વખોડતો હતો અને આજ કારણસર તે અમેરિકામાં રહેતાં કેટલાક સ્થાનિક ઇટાલિયનોમાં અપ્રિય હતો. પાછળથી કરવામાં આવેલી તપાસ દ્વારા જાણવા મળ્યું કે સોડરના ઘરે હંમેશા રહેતી સીડીને કોઈકે ત્યાંથી જાણી જોઈ હટાવી લીધી હતી અને તેના ટેલિફોનની લાઈન પણ કાપી નાખવામાં આવી હતી.

જ્યોર્જ અને તેની પત્નીને શંકા હતી કે તેમના સંતાનોને સિસિલિયન માફિયા ઉઠાવી ગયા હતા. પાંચ વર્ષ બાદ પણ તેમના આ મૃત્યુ પામેલા કે પછી આગમાંથી બચી ગયેલા પાંચ સંતાનોનો કોઈ જ પત્તો નહોતો. તપાસ સાવ જ થંબી ગઈ હતી પણ જ્યોર્જ અને તેની પત્ની પોતાના તરફથી સતત પ્રયાસ કરતા હતા. આ દરમિયાન તેમણે તેમના જે ઘરમાં આગ લાગી હતી તેના પર બુલ્ડોજર ફેરવી દીધું હતું અને ત્યાં ખોવાઈ ગયેલા કે મૃત્યુ પામેલા તેમના બાળકો માટે એક મેમોરિયલ ગાર્ડન બનાવી દીધું હતું. જેની તે ગાર્ડનના છોડવાઓનો પોતાના બાળકોની જેમ ઉછેર કરતી હતી અને પોતાના જીવનના અંત સુધી તેમણે આ બગીચાની સંભાળ રાખી.

image source

આ પતિ-પત્નીએ તેમના આ ઘર આગળ એક બોર્ડ પણ લગાવ્યું છે જેમાં તેમના ગુમ થયેલ બાળકોની તસ્વીરો લગાવવામાં આવી છે. તેમણે થોડા વર્ષો બાદ તેમણે કેટલા ચોપાનિયા પણ છપાવ્યા અને વહેંચ્યા હતા જેમાં તેમના બાળકોની તસ્વીર હતી અને તેમાં આ બાળકો વિષે કોઈ પણ જાણકારી લઈ આવનારને 5000 ડૉલરના ઇનામની પણ જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતથી પણ તેમને કેટલાક પગેરા મળ્યા પણ જે આગળ જઈને ડેડ એન્ડ જ સાબિત થતાં.

image source

થોડા વર્ષો બાદ એટલે કે સાંઠના દાયકામાં તેમને એક મેગેઝિનમાં એક યુવતિની તસ્વીર જોવા મળી જે તેમની દીકરી બેટીના જ ફિચર્સ ધરાવતી હતી તેમણે તેમનો સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કર્યો પણ તે પણ ન થઈ શક્યું. તેમને હંમેશા નિરાશા જ હાથ લાગતી પણ તેમણે ક્યારેય એ વાત ન માની કે તેમના બાળકો આ આગમાં મરી ગયા હતા. તેમને એવી ખાતરી હતી કે તેમના બાળકોને કીડનેપ કરવામાં આવ્યા હતા અને તેમને ધમકાવીને ત્યાંથી દૂર લઈ જવામાં આવ્યા હતા. તો પછી મોટા થયા બાદ પણ તેમણે શા માટે તેમના માતાપિતાનો સંપર્ક નહોતો કર્યો ? આ બધા જ પ્રશ્નોના કોઈ જવાબ નથી. જ્યોર્જના મૃત્યુ બાદ જેનીએ હાર નહોતી માની તે સતત પોતાના ખોવાયેલા બાળકોની શોધમાં રહેતી અને તેના મૃત્યુ બાદ તેણીના સંતાનો અને તેમના સંતાનો પણ આ કેસને જીવંત રાખવા માગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ