એકદમ હટકે લગ્ન- 34 ઈંચના યુવકે 34 ઈંચની યુવતી સાથે કર્યા લગ્ન, સેલ્ફી લેવા માટે થઈ પડાપડી

લગ્ન કરવાની આશા છોડી દીધેલ 36 ઈંચના યુવક તથા 34 ઈંચની યુવતી માટે કાલનો દિવસ બહુ યાદગાર રહ્યો. અહીં કાલે 42 વર્ષનાં ડો. સુનીલ કુમારે 32 વર્ષની સારિકાને પોતાની જીવનસાથી બનાવી. આ બંનેએ પોતાના લગ્નની અપેક્ષા છોડી દીધી હતી, પરંતુ પરિવારનાં લોકોના પ્રયત્નથી તેમની જોડી બની અને કાલે તેઓ બંને જીવનસાથી પણ બની ગયા.

ડો.સુનીલ કુમાર પાઠક છ ભાઈઓમાં ત્રીજા નંબરના છે. બધાના લગ્ન થઈ ચૂક્યા છે. સુનીલે ઘીમે-ઘીમે કરીને લગ્ન કરવાની આશા છોડી દીધી, પછી અચાનક એક દિવસે પોતાના ઘરે છોકરી વાળા લગ્નની વાત લઈને આવ્યા હતા. ખરેખર ત્યારે તેમને વિશ્વાસ નહતો થઈ રહ્યો કે જ્યારે તેમને ખબર પડી કે છોકરી પણ તેમના જેટલી છે અને તેને પણ હા કરી દીધી છે. સુનીલે હા પાડતા દુલ્હન બનવાનું સપનું સજાવીને બેઠેલી સારિકા મિશ્રાના જીવનમાં આંનદ છવાઈ ગયો.

સોમવારે ધૂમધામથી લગ્ન થયા અને બંને એક-બીજાના થઈ ગયા. આ પ્રંસગે પરિવારના લોકો અને નજીકના સંબંધીઓ વર-વધૂને સુખદ લગ્નજીવનના આર્શિવાદ આપ્યા હતા.

ખજની ક્ષેત્રના વિશુનપુરા ગામના નિવાસી નિવૃત સંચાલક વિશ્વનાથ પાઠકના પુત્ર સુનીલે સંસ્કૃતમાં પીએચડી કરી છે. 12 વર્ષથી સુનીલ જ્યોતિષઆચાર્ય છે અને પોતોના વ્યવહારના કારણે તેમના વિસ્તારમાં બધા લોકો તેમનું સન્માન કરે છે.

પોતાની યોગ્યતા સાબિત કરનાર સુનીલની સફળતામાં તેમના કદના કારણે ઘણી મુશ્કેલીઓ થતી પરંતુ તેઓ એ ક્યારે હિંમત નથી હારી અને પોતાની જાતને મજબૂત કરીને આગળ વધતા ગયા. માત્ર 36 ઈંચની ઉંચાઈ વાળા ડો.સુનીલને જ્યારે કોઈ લગ્નની વાત કરે તો તેઓ હંસીને ના પડતા હતા. પણ ભગવાને તેમનો જીવનસાથી શોધીને રાખ્યો હતો.

તેમની જીવવસાથી રાનીબાગમાં રહેતા સારિકા મિશ્રાની કહાની પણ કંઈક આવી જ હતી. બી.એ પાસ સારિકાના કદને લઈને તેમના લગ્ન નહતા થતા. 34 ઈંચ લાંબી સારિકાના ભાઈ પ્રવીણ કુમાર મિશ્રાએ કહ્યું કે, તેમને પોતાના બહેનના લગ્નની આશા છોડી દીધી છે પરંતુ તેમના બનેવીએ જ્યારે સુનીલ વિશે જણાવ્યું ત્યારે તેઓ બહુ ખુશ થઈ ગયા હતા.

પ્રવીણ સુનીલના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયો હતો. બંને પરિવારોએ બાળકોની ખુશી માટે આ દિવસ લગ્ન માટે નક્કી કર્યો અને સોમવારે ધૂમધામથી બંનેના લગ્ન થયા.દુલ્હન બની સારિકા આ લગ્નમાં બહુ ખુશ દેખાય રહી હતી. સારિકાએ કહ્યું કે, દરેક છોકરીની જેમ તેનું પણ સપનું છે અને આજે આ સપનું પૂરુ થઈ ગયું છે. લગ્નમાં બંને પક્ષો તરફથી સંબંધીઓ આવ્યા હતા અને દૂલ્હા-દૂલ્હનને આર્શિવાદ આપ્યા હતા.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી