લગ્ન જીવન બાદ એકબીજાથી ડીવોર્સ લેવાની જીદમાં આ યુગલનુ થઇ ગયુ કરોડોનુ દેવુ, જાણો શું છે પૂરી વાત

20 વર્ષના લગ્ન જીવન બાદ એકબીજાથી ડીવોર્સ લેવાની જીદે આ યુગલને બનાવી દીધું દેવાળીયુ, ડીવોર્સ અને સંપત્તિ માટે 2 વર્ષ સુધી લડ્યા કેસ, કરોડો રૂપિયા ચૂકવી ફી અને થઈ ગયું દોડ કરોડનું દેવુ

આજના જમાનામાં લગ્નજીવન સફળ થવું એ ઘણું રેર બની ગયું છે. ખાસ કરીને પશ્ચિમિ સંસ્કૃતિમાં. થોડા સમય પહેલાં વિશ્વના સૌથી ધનાડ્ય વ્યક્તિ એવા એમેઝોનના માલિક જેફ બેજોઝના ડિવોર્સની ચર્ચા આખાએ વિશ્વમાં થઈ હતી અને તેમના ડિવોર્સના કારણે તેમને પત્નીને કરોડો રૂપિયા વળતર રૂપે આપવા પડ્યા હતા. સમગ્ર વિશ્વમાં ડિવોર્સ રેટ ઉત્તરોત્તર વધી રહ્યો છે.

image source

આજે અમે તમને લંડનના એવા કપલ વિષે જણાવવા જઈ રહ્યા છે જેમણે સતત 22 વર્ષ સુધી એકબીજાનો સાથ આપ્યો અને છેવટે બન્ને વચ્ચે ઝઘડો થતાં તેમણે એકબીજાથી છુટ્ટા થવાનો નિર્ણય લીધો. ડિવોર્સ માટે પતિ-પત્નીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા. અહીં સુધી તો બધું ઠીક હતું. પણ હવે બન્ને વચ્ચે સંપત્તિના ભાગ માટે વિવાદ શરૂ થયો અને તેના માટે પણ તેમણે કોર્ટનો સહારો લીધો. આ આખી સુનાવણી 2 વર્ષ સુધી ચાલી. અને બન્ને એટલી હદે એકબીજાથી અસહમત હતા કે તેમણે પોતાની પાસે જે હતું તે પણ ગુમાવવાનો વારો આવ્યો. તેમનું ઘર પણ વેચાઈ ગયું, કરોડો રૂપિયાની વકીલોને ફી ચૂકવી પડી અને માથે દેવું પણ થઈ ગયું. તેમના પર ડેબિટ કાર્ડનું લાખો રૂપિયાનું દેવું છે, જ્યારે આ કેસનો ફેસલો કરવામાં આવ્યો ત્યારે તેમની પાસે માત્ર 5-5 લાખ રૂપિયા જ રોકડા બચ્યા હતા.

image source

ડ઼િવોર્સનો આ અજીબોગરીબ કિસ્સો યુનાઇટેડ કિંગ્ડમના લંડનનો છે. જો કે હજુ સુધી ડિવોર્સી પતિ-પત્નીનું નામ છતું નથી થયું. મળેલી માહિતી પ્રમાણે પતિની ઉંમર 53 વર્ષ છે જ્યારે પત્ની 50 વર્ષની છે. પત્ની કેર હોમ ચલાવી રહી હતી. તેઓ એક ભવ્ય પાંચ બેડરૂમના ઘમાં રહેતા હતા. એક સુખી દંપત્તીની જેમ તેઓ લગ્ન જીવન પસાર કરી રહ્યા હતા. બાળકો સાથે રહેતા, ફરવા જતા, તેમના સારા અભ્યાસ માટે રૂપિયા પણ મન ખોલીને ખર્ચતા.

image source

માત્ર એટલું જ નહીં તેઓ લક્ઝરિયસ લાઇફ પણ ભોગવી રહ્યા હતા. તેમની પોતાની અંગત બે મર્સિડિઝ કાર પણ હતી જેમના પર પર્સનલ નંબર પ્લેટ પણ હતી. પણ છેવટે તે બન્ને વચ્ચે અનબન થઈ, ઝઘડો થયો અને બન્નેના છૂટ્ટા થવાથી કેર હોમનો વ્યવસાય બંધ થઈ ગયો. પતિ બેરોજગાર બની ગયો છેવટે તેણે ગુજરાન ચલાવવા માટે પાઈપ કંપનીમાં જોબ શરૂ કરી દીધી. પણ આ આખીએ ડિવોર્સ તેમજ પ્રોપર્ટીની વહેંચણીની પ્રક્રિયામાં તેના પર લગભઘ 1.17 કરોડનું દેવું થઈ ગયું, વકિલોને પણ તેમણે લગભઘ 6 કરોડ રૂપિયાની ફી ચૂકવી.

મેજિસ્ટ્રેટે પણ ઉઠાવ્યા તેમના ખર્ચા પર પ્રશ્નો

image source

તેમના ડિવોર્સની તેમજ તેમની પ્રોપર્ટીની વેહેંચણી અંગે કોર્ટમાં અત્યાર સુધી કુલ 13 સુનાવણીઓ કરવામાં આવી હતી. તેમ જ તેનું ટ્રાયલ પણ પાંચ દિવસ ચાલ્યું હતું. પતિએ વારંવાર અપિલ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં અરજી કરી હતી પણ તેની તે અપિલને વારંવાર નકારી કાઢવામાં આવતી હતી. હાઈ કોર્ટના ન્યાયધીશ રોબર્ટ પીલે તેમના આર્થિક ખર્ચાઓ તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે મકાન વેચાતા પતિને 6.04 કરોડ રૂપિયા મળ્યા હતા, પણ વકીલોને ફી ચૂકવ્યા બાદ પતિ ભાડાના મકાનમાં રહે છે અને તેણે મકાનનું ભાડુ પણ ચૂકવનાનું છે. મેજીસ્ટ્રેટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસાધનોનો આ નર્યો વેસ્ટેજ થઈ રહ્યો છે. તેમણે મોંઘા ન્યાયિક ખર્ચ બાબતે પણ નારાજગી વ્યક્ત કરી છે.

image source

જસ્ટિસ પીલે જણાવ્યું હતું કે તેને હજુપણ આ ખર્ચ પર વિશ્વાસ નથી થઈ રહ્યો, પણ જે છે તે હકીકત છે. આવા ઘણા બધા કેસ તેમની સામે અવારનવાર આવે છે પણ આટલી હદે ખરાબ કેસ હજુ સુધી તેમની સામે નહોતો આવ્યો. આ કેસ તેવા પતિ-પત્ની માટે ચેતવણીરૂપ છે જેઓ મૂર્ખની જેમ કાનૂની લડાઈમાં પોતાની સંપત્તિને વેડફી નાખે છે. આ દંપત્તિ પાસે આજે દેવા સિવાય કશું જ નથી બચ્યું. જો ઝઘડામાં કે લાલચમાં પડ્યા વગર આ દંપત્તિએ સહમતિથી જો નિરાકરણ લાવ્યું હોત તો તેમની પાસે ઘણા રૂપિયા બચ્યા હોત અને પોતાના બાળકોનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શક્યા હોત. આ દર્શાવીને તેઓ પોતાના બાળકોને પણ યોગ્ય ઉદાહરણ પુરુ નથી પાડી રહ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ