એક ભૂલ પડશે મોંઘી, ઈનકમ ટેક્સ તરફથી આવશે ઘરે નોટિસ, જો આ મુશ્કેલીમાં ન પડવું હોય તો બસ આટલું કરી નાખો

હાલમાં જ એવા ઘણા લોકો આવકવેરા વિભાગના રડાર પર આવ્યા છે, જેમણે તેમની કમાણીમાંથી અમુક પૈસા કોઈકને કોઈક રીતે છુપાવી દીધા છે. આઇટી વિભાગને વિવિધ કર અધિકારીઓ વચ્ચે ડેટા શેરિંગ, ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગની મદદથી કરવામાં આવેલી તપાસ બાદ આવા લોકો વિશે જાણવા મળ્યું છે અને તેમના પર હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

image soucre

એક અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર સરકારે છેલ્લાં બે નાણાકીય વર્ષોના ડેટાની મદદથી ઓડિટ ચેકલિસ્ટ તૈયાર કરી છે. કરવેરા વિભાગે છેલ્લા કેટલાક વર્ષોમાં ડેટા એનાલિટિક્સનો વ્યાપક ઉપયોગ કર્યો છે. અનેક વ્યક્તિઓ અને કંપનીઓના આવકવેરા અને ઈનડાયરેક્ટ કર ફાઇલિંગમાં વિસંગતતા મળ્યા બાદ કર વિભાગે જુલાઈમાં નોટિસ ફટકારી છે.

image soucre

અહીં જોવા જેવી વાત એ છે કે ડાયરેક્ટ ટેક્સ અને ઈનડાયરેક્ટ કર વિભાગ અગાઉ અલગથી કામ કરતા હતા, અને તેઓમાં કોઈ ડેટા વહેંચતા ન હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, સરકારના પ્રયત્નો પછી, બંને વિભાગોએ એક બીજા સાથે ડેટા શેર કરવાનું શરૂ કર્યું. તેનો ફાયદો પણ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે ગહન વિશ્લેષણ, કરની સૂચનાઓ અને ચકાસણી થઈ. ઇન્ડસ્ટ્રી ટ્રેકર્સને ટાંકીને પ્રકાશનમાં આ વાત કરવામાં આવી છે અને ત્યારથી જ આવી ભૂલ કરનારની મુશ્કેલીમાં વધારો થયો છે.

image soucre

જોકે આ વર્ષે કેટલાક વકીલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે – જે ઈનડારેક્ટર વેરાના દાયરાની બહાર છે. ટેક્સ નોટિસમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો પ્રાપ્તકર્તા કોઈપણ છૂટ પ્રાપ્ત વર્ગો (જેમ કે વકીલો) હેઠળ આવે છે, તો તેઓએ તેમની છૂટ વિશે કેટલીક વધારાની માહિતી પ્રદાન કરવી જોઈએ. અને ટેક્સ ભરવો જોઈએ નહીં.

image soucre

એક કાનૂની ફર્મ ખેતાન એન્ડ કંપનીના ભાગીદાર અભિષેક એ રસ્તોગી કહે છે કે કર અધિકારીઓ કરચોરી અંગેની માહિતી એકત્રિત કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેસીજેન્સ અને ડેટા પર આધાર રાખે છે, જે કરચોરીને રોકવા માટે ચોક્કસપણે સારું છે. પરંતુ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિએ બિનજરૂરી ટેક્સ નોટિસ મોકલવાનું ટાળવું જોઈએ. અગાઉ પણ, ટેક્સ વિભાગને ડેટા માઇનીંગ દ્વારા ખબર પડી હતી કે કેટલીક કંપનીઓ તેમના ગ્રાહકોને અન્ડર-બિલિંગ કરી રહી છે અથવા તેઓનો માલ રોકડમા વેચે છે.

image soucre

જૂન મહિનામાં પણ આવકવેરા વિભાગ તરફથી એક સારા સમાચાર સામે આવ્યા હતા કે કરદાતાઓની સુવિધા માટે આવકવેરા વિભાગ નવું ઈ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. હવે ઇનકમ ટેક્સ રિટર્ન આઈટીઆર દાખલ કરવા સહિત બીજા તમામ જરૂરી કામ વિભાગના નવા પોર્ટલ www.incometax.gov.in પર સંચાલિત થશે. તેમા ઘણા ફિચર્સ હશે, જેનાથી કામમાં ઝડપ આવી શકશે. તેનાથી ઇનકમ ટેક્સ રિટર્નની તાત્કાલિક પ્રોસેસિંગ શરૂ થશે અને અને રિફંડની પ્રક્રિયા પણ ઝડપી બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong