વિશ્વની એક એવી વ્યક્તિ કે જેના નિધન પછી ઘણા દેશોની કરન્સી બદલાઈ જશે, જેની પાછળ કરોડોનો થશે ખર્ચો

વિશ્વમાં દરેક દેશનાં અલગ અલગ નિયમો હોય છે અને કાયદાઓ હોય છે. તેમજ સમગ્ર વિશ્વમાં દરેક દેશની અલગ અલગ કરન્સી હોય છે. દરેક દેશમાં કરન્સીનું અલગ અલગ મહત્વ હોય છે. જેમ કે આપણા દેશમાં આજે પણ કરન્સી પર મહાન વ્યક્તિ ગાંધીજીનો ફોટો છાપવામાં આવે છે. તેવી જ રીતે અલગ અલગ દેશમાં કરન્સી પર મહાન વ્યક્તિના ફોટો છાપવામાં આવતા હોય છે. પણ એક એવી વ્યક્તિ કે જેના મૃત્યુ પછી મોટાભાગના દેશની કરન્સી બદલાઈ જશે. કેમ કે, તે દેશમાં જ્યાં સુધી કોઈ મહાન વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી જ તેમના ફોટો કરન્સી પર હોય છે અને મૃત્યું બાદ તેને હટાવી દેવામાં આવે છે. કરન્સી બદલાઈ જશે. આવા ઘણા દેશો છે જ્યાં કોઈ મહાન વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી જ તેમના ફોટો કરન્સી પર હોય છે. પણ જ્યારે આ મહાન વ્યક્તિનું અવસાન થઈ જાય તો તેના પછી કરન્સી પરથી તેમનો ફોટો દૂર કરી દેવામાં આવે છે.

આપણા દેશની વાત કરીએ તો, આપણી કરન્સી નોટ પર મહાત્મા ગાંધીજીની તસવીર તેમના નિધનના 70 પછી પણ જોવા મળે છે. એટલે દરેક દેશના નિયમો અલગ અલગ હોય છે. કોઈ જીવિત વ્યક્તિના ફોટો રાખે તો કોઈ મૃત્યુ થઈ જાય તેના પછી પણ કરન્સી પર ફોટો રાખતા હોય છે.

તમને જાણીને નવાઈ લાગશે આ મહાન વ્યકિત બીજું કોઈ નહીં પણ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય છે. તમને જણાવી દઈએ કે, 6 ફ્રેબુઆરી 1952માં બ્રિટનનાં મહારાણી તરીકે એલિઝાબેથે પદ સંભાળ્યું હતું. તેમના પતિ જ્યોર્જ પંચમનું અવસાન થઈ જવાથી બધી સત્તાઓ તેમના હાથમાં આવી ગઈ.

બ્રિટનમાં એવો નિયમ છે કે જ્યાં સુધી કોઈ મહાન વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી જ તેનો ફોટો કરન્સી પર રાખવો, તેના નિધન પછી કરન્સી પરથી ફોટો હટાવી દેવામાં આવે છે. બ્રિટનની કરન્સીમાં ગમે ત્યારે આવું થઈ શકે છે. કેમ કે, મહારાણીની ઉંમર 92 વર્ષની થઈ ગઈ છે. તેઓ પોતાના જીવનના છેલ્લા તબક્કામાં છે. એટલે ગમે ત્યારે તેમનુ નિધન થઈ શકે છે તેથી બ્રિટનમાં તેમના મૃત્યુ પછી જે પરિવર્તનો થવાના છે તેની તૈયારીઓ અત્યારથી કરવામાં આવી રહી છે. જે દિવસે મહારાણી એલિઝાબેથનું મૃત્યુ થશે એ દિવસે સૌથી પહેલા બ્રિટનની કરન્સી બદલાશે.

બ્રિટનમાં એવો નિયમ છે કે ત્યાંની કરન્સી પર દેશના રાજા કે રાણીના ફોટો છાપવામાં આવે છે. પણ જ્યારે એલિઝાબેથનું અવસાન થઈ જશે તેના પછી જે જીવિત છે તેમનો ફોટો છાપવામાં આવશે. એટલે કે એલિઝાબેથ પછી પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે અને બ્રિટનની કરન્સી પર પછી તેમનો ફોટો છાપવામાં આવશે અને એલિઝાબેથની તસવીર હટાવી દેવામાં આવશે.

તમને જાણીને આંચકો લાગશે પણ સમગ્ર બ્રિટનમાં કરન્સી સંખ્યા 3626 મિલિયન છે. એલિઝાબેથના નિધન પછી નવી કરન્સી નોટ બહાર પાડવામાં આવશે જેમાં લગભગ 200 મિલિયન જેટલો ખર્ચો થઈ શકે છે. કેમ કે, બ્રિટનમાં નવી કરન્સી બહાર પાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. અને તમને એ પણ જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં માત્ર બ્રિટનમાં જ આવું નથી એવા ઘણા દેશો છે જેમને પોતાની કરન્સીમાં ફેરફાર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હોય.

કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે એલિઝાબેથના નિધન પછી એકલા બ્રિટનમાં જ નહીં અન્ય દેશોની કરન્સીમાં બદલાવ આવશે. તેમજ જ્યાં જ્યાં કરન્સી પર એલિઝાબેથનો ફોટો હશે તે તમામ કરન્સીમાં ફેરફાર કરવામાં આવશે. જો કે, તમને જણાવી દઈએ કે મોટાભાગના દેશો પર એકસમયે બ્રિટન પોતાનું શાસન ચલાવતો. જેમાં ઘણા દેશોનો સમાવેશ થાય છે. જેમાં એસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઈપ્રસ, ફિઝી, કેનેડા, બહામાસ, બેલીઝ, કેમેન આઈલેન્ડ્સ, વર્જિન આઈલેન્ડ,એન્ટીગુઆ અને બારમૂડા જ્યાંની કરન્સી પર એલિઝાબેથનો ફોટો હોય છે. આ તમામ દેશોમાં જ્યારે મહારાણી એલિઝાબેથનું નિધન થશે ત્યારે તેમની જગ્યાએ પ્રિન્સ ચાર્લ્સની તસવીર કરન્સી પર મૂકવામાં આવશે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ 

ટીપ્પણી