એક વીર – ઈતિહાસ નું આ પાનું બહુ ઓછા જાણે છે..

“વિયતનામ એક નાનકડો દેશ જેને શક્તિશાળી મહાસત્તા અમેરિકા ને ધૂળ ચટાડી દીધી.”
..
બીજા વિશ્વયુદ્ધ ના અંત માં દુનિયામાં અણુબોમ નો સૌ પ્રથમ વાર ઉપયોગ કરનાર અમેરિકા એ વખતે (૧૯૪૫ માં) એક જબરજસ્ત તાકાતવર અને ડીફેન્સ પાવર દેશ તરીકે સામે આવ્યો.
એના ૧૦ વર્ષ બાદ અમેરિકા ૧૯૫૫ માં વિયતનામ સામે યુદ્ધે ચડ્યું. આ યુદ્ધ ૧૯૫૫ થી ૧૯૭૫ એમ બરોબર ૨૦ વર્ષ ચાલ્યું. બીજા વિશ્વયુદ્ધ થી પણ લાંબા આ યુદ્ધ માં વિયતનામેં અમેરિકા ને કારમો પરાજય આપ્યો.
ખેર આપણી વાત હવે શરુ થાય છે.

અમેરિકા પર વિજય મેળવ્યા બાદ વિયતનામ ના રાષ્ટ્રાઅધ્યક્ષ ને પત્રકારે એક સવાલ પૂછ્યો. સીધી વાત છે કે સવાલ એજ હોય કે અમેરિકા ને તમે યુદ્ધ માં કેવી રીતે હરાવ્યું?
પણ આ પ્રશ્નનો અપાયેલો જવાબ સાંભળી ને તમે હેરાન રહી જશો. તમે પણ ગર્વ થી ગદગદ થઇ જશો.

વિયતનામ ના રાષ્ટ્રાઅધ્યક્ષ દ્વારા અપાયેલો જવાબ સાંભળો…
બધાજ દેશો થી શક્તિશાળી દેશ અમેરિકા ને હરાવવા માટે મેં એક મહાન રાજા નું જીવન ચરિત્ર વાંચ્યું. અને એ જીવનચરિત્ર થી મળેલી પ્રેરણા અને યુદ્ધનીતિ નો પ્રયોગ કરી મેં સરળતા થી આ યુદ્ધ માં વિજય મેળવ્યો…
પત્રકારે ફરી પ્રશ્ન કર્યો કોણ હતો એ મહાન રાજા.?

વિયતનામ ના રાષ્ટ્રાઅધ્યક્ષે પોતાની ચેર માંથી ઉભા થઇ ને કહ્યું “છત્રપતિ શિવાજી મહારાજ”…
મહારાજ શિવાજી નું નામ લેતી વખતે એમની આંખોમાં વીરતા ભરી ચમક હતી.
રાષ્ટ્રાઅધ્યક્ષે આગળ બોલતા કહ્યું, જો આવા કોઈ રાજા એ આપણા દેશ માં જન્મ લીધો હોત તો આજે પુરા વિશ્વ ઉપર આપણું રાજ હોત.
આ હતી વિયતનામ ના યુદ્ધ વિજય અને ત્યાર બાદની એક પ્રેસ્સ કોન્ફરન્સ ની વાત.

થોડાક વર્ષો પછી એ રાષ્ટ્રાઅધ્યક્ષ મૃત્યુ પામે છે. મૃત્યુ બાદ એમની ઈચ્છા અનુસાર એમની સમાધિ ઉપર લખાયેલું છે,
“શિવાજી મહારાજ ના એક શિષ્ય ની સમાધિ…”

કાલાંતર માં વિયતનામ ના વિદેશમંત્રી એ ભારત ની મુલાકાત લીધી હતી. પુર્વાનીયોજિત કાર્યક્રમ અનુસાર એમને પહેલા લાલકિલ્લે પછી મહાત્મા ગાંધીજી ની સમાંધીયે લઇ જવામાં આવ્યા. આ બે જગ્યા ના દર્શન કાર્ય બાદ એમણે પૂછ્યું મહારાજ શિવાજી ની સમાધિ ક્યાં છે. ત્યારે ભારત સરકાર ચકિત થઇ ગઈ અને રાયગઢ નો ઉલ્લેખ કર્યો.

વિદેશમંત્રી રાયગઢ આવ્યા અને રાજા શિવાજી ની સમાધિ ના દર્શન કાર્ય.
સમાધિ ના દર્શન કરી આ વિયતનામી મંત્રી એ સમાધિ પાસે પડેલી માટી ઉઠાવી ને પોતાની બેગ માં મૂકી.

અહી એક પત્રકાર દ્વારા એમને માટી બેગ માં ભરવાનું કારણ પુછવામાં આવ્યું.
મંત્રી એ કહ્યું આ માટી એક સુરવીર ની છે, આ માટી એક મહાન રાજાની છે. આ માટીને હું મારા દેશ લઇ જઈ ને ત્યાંની માટી માં ભેળવી દઈશ જેથી મારા દેશ માં પણ આવા મહાન વીરો અવતરે.

આ રાજા ફક્ત ભારત નું ગૌરવ ના હોઈ સંપૂર્ણ જગત નું ગૌરવ છે.

લેખક – હિતેશગીરી ગોસાઈ

ટીપ્પણી