એક વહુ અને પત્ની જે લગ્નના આટલા વર્ષો પછી પણ નથી બની શકી માતા, લાગણીસભર વાર્તા…

નીરજા અને સમીરના લગ્ન થયા ત્યારે નીરજા સમીર કરતા 10 વર્ષ નાની પણ સમીર દેખાવ અને સ્વભાવ બંને માં સારો એટલે નીરજા એ હા પાડી હતી અને સમીર નું ફેમિલી પણ નાનું સમીર અને એની એક બેન બસ ચાર જનનું સુખી કુટુંબ હતું….એના સસરા સારી જગ્યા પર સરકારી નોકરી માં હતા અને અને સાસુ તો જાણે એની માં કરતા પણ સારા …ઘરમાં બધા ખુશ હેપ્પી ..એની નણંદ નું લગ્ન પણ થઇ ગયું હતું અને એ પણ એના ઘરે સુખી ..અને એના સસરા રીટાયર્ડ થયા ત્યારે બને ભાઈ બેનને સરખા ભાગે મિલ્કત આપી ..


મારી દીકરી ભલે ને સાસરે હોય પણ હક તો એનો પણ ખરો અને નીરજા એ કીધું હા પાપા એ બરાબર છે અને બંને ભાઈ બેનમાં આજે પણ એટલોજ પ્રેમ અને આદર છે નીરજા પણ ખુબજ હોશિયાર હસમુખી અને બધાને બોલવે એટલે સગાવાલામાં પણ બધે એની વાતો થાય ….આજે નીરજા ના લગ્નન ને 20 વર્ષ થયા.

નિરજાને. બધી વાતો યાદ આવે છે કે સમીરે લગ્ન વખતે એને ખુશ રાખવાનું વચન આપ્યું હતું અને રાખે છે ઘરમાં આટલા વર્ષે પણ સાસુ માં ની જેમ જ રાખે છે ક્યારેય ઉંચા અવાજે વાત પણ નથી કરતા નિરજાને આજે યાદ આવે છે કે લગ્નના બે વર્ષ સુધી બાળકો ના થતા ..એની સાસુ કહે હજુ તો બે વર્ષ જ થયા છે વાંધો નહિ થશે…અને એના સાસુ ક્યારેય એને કોઈ વાતનો ટોણો ના મારે.. .આજે નીરજા યાદ કરે છે કેવી માં છે પોતાના દીકરાને છોકરા નથી થતા પણ એ વાતનું એને દુઃખ છે પણ ક્યારેય છોકરા કે વહુને એ વિષે વાત નથી કરતી .. એ હંમેશા એમજ કહે મારી નીરજા અને સમીર ખુશ એટલે હું ખુશ ..અને .


લગ્નના સાત વર્ષ થયા એટલે સમીરની ધીરજ ખૂટી અને એણે ડોકટર ને બતાવાનું શરુ કર્યું અને નીરજા અને એના બધા રીપોટ કરાવ્યા . ત્યારે ખબર પડી કે નિરજાની એકજ ફોલોપીયાન ટયુબ ચાલુ છે અને આપણે એક ટ્યુબ ઉપર ગર્ભ રાખી શકાય પણ એ રહે કે નહિ એ તમારું નસીબ અને નિરજાની ટ્રીટમેન્ટ ચાલુ થાય છે અને એક વર્ષ જેવી ટ્રીટમેન્ટ ચાલે છે અને નિરજાને બે નાના ઓપરેશન પણ કરવા પડે છે… પણ આટલો ખર્ચ અને શારીરિક તકલીફ પડ્યા પછી પણ કોઈ પરીણામ આવતું નથી પણ નિરજાની સાસુ નીરજા પાસે ખડે પગે રહે છે અને એને કહે છે દીકરા ચિંતા ના કર બધું સારું થશે… સમીર થોડો દુઃખી થાય છે કે હું મારા માં બાપ નો એકનો એક અને મારેજ સંતાન ના હોય તો માં ને દુઃખ તો થવાનું…પણ માનું મનોબળ જોઈ એ કંઇજ બોલતો નથી….અને નિરજાને સમજાવે છે કે તું કઈ ના વિચાર આપણા નસીબ માં જે હશે તે થશે …અને નીરજા …પોતાનું દુઃખ ભૂલવા નો પર્યત્ન કરે છે પણ


એને આ સમાજ અને દુનિયા વાળા પૂછ પૂછ કરે છે શું થયું???તમે તો બવ મોંઘી દવા કરાવી તીને????અને એક ફેમિલિ ફકશન માં આવી વાતો થતી હોય છે ત્યારે સમીર જાતે ત્યાં જાય છે અને બધાની વચ્ચે કહે છે… એમાં નિરજાનો કોઈ દોષ નથી મારામાં ખામી છે એટલે એને બાળકો નથી થતા……અને બધા ના મોઢા બંધ થઇ જાય છે અને જે લોકો નિરજાની વાતો કરતા હતા એ જ લોકો ને હવે નીરજા ઉપર તરસ આવે છે….

ફક્શન પતાવી સમીર અને નીરજા ઘરે જાય છે અને નીરજા સમીરને કહે છે તમે એવું કેમ કીધું?????ખામી મારામાં છે!!!!! અને તમે તમારા માથે લઇ લીધુ….. ત્યારે સમીર કહે છે…. નીરજા આ આપણો સમાજ બહુ ખરાબ છે એ તને જીવવા નહી દે વારે વારે તને મહેણાં ટોના મારશે અને . તારી દર વખતે વાતો કરશે અને જયારે તને મળશે ત્યારે વાતો કરશે. કેમ હજુ કઈ નથી કરાવતા એટલે મેં આ બધા ના મો બંધ કરવાજ મારુ નામ આપ્યું કે કોઈ તારી ઉપર આંગળી ના કરે અને હું પુરુષ છુ એટલે મને કોઈ કેહવા આવશે નહિ અને..મને તકલીફ છે છતાંય તું મારી સાથે રહે છે. એટલે તારું માન વધશે …


અને તું હવે બધું ભૂલી જા મારે કોઈ છોકરા ..નથી જોઈતા બસ તું છે ને આપણે બેજ બવ છે ઉપર વાળો આપે તો સ્વીકાર અને ના આપે તો કોઈ ફરિયાદ આજ પછી કરવાની નહિ અને નીરજા સમીર ને વળગી ને ખુબ રડે છે…સમીર હું નસીબ દાર છું કે મને તારા જેવો પતિ મળ્યો છે અને સમીર એને માથે હાથ ફેરવી ચુપ કરાવે છેને કહે છે હું પણ નસીબદાર જ છું તારા જેવી પત્ની મેળવી ….જે મારા ફેમિલિ ને સમજે મને સમજે…. બીજું શું જોઈએ …

અને આ બધી વાત શારદા બા એટલે નિરજાની સાસુ સાંભળે છે અને કહે છે બેટા સમીર સાચું કહે છે તું જરાય આ દુનિયા અને સમાજની ચિંતા ના કર હું છુ ને અને નીરજા સાસુને વળગી પડે છે અને સાસુ મારી દીકરી …હું તારી માં જ છું મારા સગાં અને દુનિયાને જવાબ હું આપીશ બેટા… તું અને સમીર ખુશ એટલે બધુજ આવી ગયું…..નીરજા આજે જાણે માથા પરનો બોજ હળવો થયો હોય તેમ એકદમ હળવી થઇ પોતાના બીમાર સસરા ની સેવા કરવા જતી રહે છે.

નિરજાના સસરાને લકવો થયો છે એટલે બધું પથારીમાં કરવાનું પણ બધું ધ્યાન નિરજાને નેજ રાખવા નું અને સસરાની પણ સેવા કરે છે અને બે વર્ષની બીમારી બાદ એના સસરા પરલોક જતા રહે છે…પણ એક દિવસ એના સસરા એના સાસુને કહે છે શારદા મારા ગયા પછી તારું ધ્યાન આ વહુ રાખશે એટલે એને છોકરા નથી આવું મેણું ક્યારેય ના મારતી અને તું પણ સમીર ના બાળકો નથી એનું દુઃખ લઇ ના જીવતી ….અને એના સાસુ એ વાત યાદ રાખે છે અને આજે 20 મી લગ્ન તિથિ છે ..


અને નિરજાને બધું યાદ આવે છે કે કોઈપણ સ્ત્રી ને બાળકો ના થાય તો પેહલા એના ઘરમાં થીજ એને મહેણાં ટોણા સાંભળવા મળે પછી બધા પતિને સલાહ આપે બીજા લગ્નની પણ હું કેવી નસીબદાર છું કે મારે સાસુ અને પતિ બંને સારા મળ્યા છે..આજે નીરજા અને સમીર અને એના સાસુ ત્રણ જાણ જ છે પણ એના સાસુ હજી પણ નિરજાને એટલુંજ સારું રાખે છે …..સમીર ક્યારેય એ વાત યાદ નથી કરતો કે એને બાળકો નથી ..ઉલ્ટાનું હવે એ એવું વિચારે છે કે ભગવાન જે કરે તે સારા માટે કારણ મારી નોકરી નથી અને હું કાકાની દુકાને બેસું છું અને પાપાનું પેન્શન આવે એમાં ઘર ચાલે એટલે આ મોંઘવારીમાં હું મારા બાળકોને એ સુખ ના આપી શકત કદાચ એટલેજ ભગવાને મને બાળકો નથી આપ્યા અને આ પોઝિટિવ એપ્રોચ સાથે આજે એ બધા સરસ જીવે છે.

ઘરમાં જો મુખ્ય વ્યક્તિ પોઝિટિવ હોય તો આખું ઘર પોઝિટિવ થઇ જાય છે અને એના કારણે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુ કે વ્યક્તિ ની ખોટ છે એવું લાગતું નથી અને જે છે તેમાજ બધા આંનદ થી રહે છે.


સત્ય ઘટના પર છે હું આજે પણ એમને જોવ છું તો મને બહુ ખુશી થાય છે કે કેવા સમજદાર લોકો છે. એના સાસુ મહાન કેહવાય કે એ ક્યારેય પોતાની વહુને કોઈ પણ રીતે દુઃખી જોવા માંગતા નથી અને દીકરો વહુ થી ખુશ છે એટલે એની ખુશી એજ મારી ખુશી. અને સમીર પણ કેટલો સમજદાર છે કે પોતાના નો વારસદાર કે પોતાનું બાળક નથી એવો એહસાસ પણ નથી થવા દેતો કે જેનાથી નિરજાને દુઃખ થાય …

સાચેજ આવા બધા સબંધો રુણાનું બંધ થી મળતા હોય ..છે..કારણ જે સ્ત્રી ને બાળકો નથી હોતા તેની મનોદશા જેને બાળકો છે તે ના સમજી શકે???? કે એના ઉપર શું વિતતી હોય પણ જો ઘરનાનો આવો સપોટ હોય તો સ્ત્રી એ લોકો માટે બધુજ કરી છુટવા તૈયાર થાય અને . કોઈપણ જાતના બોજ વગર પોતાનું જીવન જીવે……


લેખક : નયના નરેશ પટેલ.

અદ્ભુત વાર્તા… આપ પણ આપના વિચારો જણાવો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ