એક ટ્રક ડ્રાઈવરની કિસ્મત એવી તો પલટી કે તે બીજી ૧૦૦ ટ્રક લઈ શકે એટલું જરાવારમાં કમાઈ ગયો!

આપણને રોજિંદા કામ કરવામાં ઘણીવખત ખૂબ કંટાળો આવતો હોય છે. ક્યારેક એમ થતું હોય છે કે કાશ કોઈ મોટી લોટરી કે અબજોનો જેકપોટ લાગી જાય તો આખી જિંદગી આરામથી વિતાવી લઈએ. નિરાંત થઈ જાય રોજેરોજ નોકરીએ જવાની અને કામકાજના ઢરસડા કરવાની. એયને દુનિયાભરમાં ફરવાનું અને કોઈ રોકટોક વિના જ જે મન થાય એ ખરીદી લેવાનું. ક્યારેક કલ્પવૃક્ષ વિશે વિચાર આવે તો ક્યારે એમ થાય કે એવું કોઈ ઝાડ મળી જાય જેને હલાવવાથી ટપોટપ નાણાં ખરવા લાગે અને આપણે એને નિઃસંકોચ ખર્ચ કરી લઈ શકીએ. આ તો રહી કાલ્પનિક વાત પણ ખરેખર એવું બને તમારા માટે સાવ અકલ્પ્ય હોય તો?

તમે કોઈ જ પ્લાનિંગ વગર કોઈ લોટરીની ટિકિટ ખરીદો અને એમાંથી ઇતિહાસનું સૌથી મોટું ઇનામના રૂપમાં તમારી સામે આવી જાય તો તમને કેવું લાગે?

આવું હકીકતે બન્યું છે, ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯ની સાંજે અમેરિકામાં.

અમેરિકન ટ્રક ડ્રાઈવરની કિસ્મત એવી તો અચાનકથી પલટી કે તે જોતજોતાંમાં અબજોપતિ થઈ ગયો. તેને આમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારનું આટલું ઊંચું ઇનામ મેળવનાર બીજો વિજેતા તરીકે ઘોષિત કરાયો. પાવરબૉલ જેકપોટનો દાવો કર્યો, જેમાં તેણે 2112 કરોડ રૂપિયા જીત્યા હતા. એણે CNNની WABC અનુસાર ૫૬ વર્ષીય જ્હોન્સને કહ્યું; ‘આટલી મોટી રકમ જીતીને હું બહુ ખુશ છું, હવે આજે હું કામ પર નથી જઈ રહ્યો…’ જ્હોનસને 26 ડિસેમ્બર 2018ના રોજ એક લૉટરી લીધી હતી, જેનો નંબર હતો 5-25-38-52-67 અને તેનો પાવરબોલ નંબર ૨૪ હતો. આ જીત બાદ તેણે જણાવ્યું કે તેને હવે ખાવાનું પણ ભાન નથી રહ્યું. તેણે કેશ અપોશન પસંદ કર્યું હતું. તેથી ભારતીય કરંસી મુજબ જોવા જઈએ તો બધા ટેક્સ કપાત પછી પણ મળશે, 8,08,26,57,000 રૂપિયા.

અમેરિકાના બ્રુકલીનનો રહેણાંક જ્હોનસન ગેસ સ્ટેશન રોડ પર કામ કરે છે. તેણે પોતાની લોટરીની ટિકિટ અહીંથી જ લીધી હતી. થયું એવું કે તેણે લોટરી જીતી છે એ આનંદના સમાચાર તેના એક મિત્રએ તેને આપ્યા. પરંતુ તેને પોતાની કિસ્મત પર વિશ્વાસ ન બેઠો. પછી થોડા દિવસો પસાર થઈ ગયા ત્યારે એ ગેસ સ્ટેશન તરફ ગયો અને એ ટિકિટ અંગે તપાસ કરાવી ત્યારે તેને ખબર પડી કે તે ખરેખર આટલી મોટી રકમનો દાવેદાર વિજેતા બન્યો છે. મળવાપાત્ર રકમનો અંદાજ લગાવીને એની ખુશીનો પાર નહોતો રહ્યો. આ પાવરબોલ ઇનામ વિશે વિગતે જણાવીએ તો, આ નોર્થ અમેરિકાની ન્યૂયોર્ક લોટરી સૌથી વધુ વહેંચાતી લોટરી છે. આ લોટરીની કમાણીમાંથી સ્થાનીક જિલ્લા સ્કૂલોને કુલ રાજ્ય શિક્ષણ સહાયની 13 ટકા રકમ અનુદાન પેટે આપી દેવાય છે એવા અહેવાલ છે. આપણાં દેશમાં પણ વર્ષોથી લોટરીનું ચલણ છે. જેમાં જુદાજુદા રાજ્યોની સરકારી લોટરી પણ સામેલ છે. જેમાં સિક્કિમ, પંજાબ, મહારાષ્ટ્ર અને કેરલા પ્રમુખ છે. કેરલા લોટરી સૌથી વધુ વહેંચાતી લોટરી છે, જેની રોકડ આવકનું પ્રમાણ સૌથી વધુ છે.