જલ્સા કરોને જેંતીલાલ

દરેક પતિ પોતાની પત્નીને જો આટલું સમજે તો તેણીનું જીવન મહેકી ઉઠશે – એક સ્ત્રીની મુક વેદના Must Must Read

એક સ્ત્રીની મુક વેદના – પતિ પોતાની પત્નીને જો માત્ર આટલું સમજે તો તેણીનું જીવન મહેકી ઉઠશે

image source

કહેવાય છે કે સ્ત્રીના ત્રણ જન્મ હોય છે પ્રથમ તો તેણી પોતાના માતાપિતાને ત્યાં જન્મે છે ત્યારે, બીજો જ્યારે તેણી પોતાના માતાપિતાના પ્રેમનું સાનિધ્ય છોડીને પરણીને નવા ઘરમાં જાય છે ત્યાર અને ત્રીજું ત્યારે જ્યારે તેણી માતા બને છે.

image source

સ્ત્રીની જવાબદારી જન્મતાની સાથે જ શરૂ થઈ જાય છે. લગ્ન પહેલાં તેણી એક સારી દીકરી તરીકે કેવી રીતે રહેવું, બેસવું ઉઠવું વિગેરેના બોજ તળે દબાયેલી હોય છે લગ્ન બાદ તેણી સાવજ અજાણ્યા લોકોને સતત ખુશ રાખવાની જવાબદારીથી દબાઈ જાય છે અને લગ્ન બાદ એક આદર્શ માતા બનવાની જવાબદારીથી દબાઈ જાય છે. પણ જો આ દરમિયાન તેણીને સમજવામાં આવે તો તેણીનું આ જવાબદારીઓથી ભરેલું જીવન મહેકી ઉઠશે અને તેણી પર લદાયેલી આ જવાબદારી તેણી માટે ફુલોની ટોકરી સમાન બની જશે.

image source

સ્ત્રીની પોતાના પતિને માત્ર આટલી જ અરજ છે. જાણો એક સ્ત્રીની જુબાની તેની નજીવી અપેક્ષાઓ વિષેઃ

સ્ત્રી જણાવે છેઃ હું એવી અપેક્ષા નથી રાખતી કે તમે માત્રને માત્ર મને જ પસંદ કરો પણ હું ઇચ્છું છું કે તમે પણ તમારી પસંદ-નાપસંદ મને જણાવો.

image source

સ્ત્રી પોતાના પતિ પાસે અપેક્ષા રાખે છે કે તેનો પતિ તેની સાથે મન ખોલીને વાતો કરે. પોતાની પસંદ ના પસંદ વિષે તેણીને ખુલીને જણાવે જેથી કરીને તેણીને પણ વર્તવાની સુજ પડે.

સ્ત્રી જણાવે છેઃ હું તમારી પાસે આકાશમાંથી તારલાઓ તોડી લાવવાનું નથી કહેતી નથી તો તમારી પાસે મોંઘેરી ભેટોની અપેક્ષા રાખથી પણ માત્ર એટલું જ ઇચ્છું છું કે તમે ઓફિસથી જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે હસતું મુખડું લઈને પ્રવેશ કરો. માત્ર આ હસતો ચહેરો જોઈ મારો આખા દિવસનો થાક ઉતરી જશે.

image source

સ્ત્રી જણાવે છેઃ હું એવી અપેક્ષા નથી રાખતી કે તમારો સૌથી વધારે પ્રેમ મને જ મળવો જોઈએ. પણ તમારી પ્રેમ ભરી નજરની જો એક ઝલક પણ મને મળી જશે તો હું ધન્ય થઈ જઈશ.

એક આદર્શ સ્ત્રી એ સારી રીતે જાણે છે કે ઘરમાં બધાને સમાન રીતે પ્રેમ વહેંચવાથી જ ઘરના વાતાવરણની સ્વસ્થતા જળવાઈ છે પણ તેને અવગણવાથી પણ તેણીને જે છુપી પીડા થાય છે તેની પણ કાળજી લેવી જોઈએ.

image source

સ્ત્રી જણાવે છેઃ હું નથી ઇચ્છતી કે મારા જન્મ દિવસ પર મને કોઈ મોંઘી ભેટ-સોગાત આપીને સ્પેશિયલ ફિલ કરાવો પણ મારા માટે તો એક ગુલાબનું ફુલ અને સામાન્ય દીવસો કરતાં એક ચમચી વધારે પ્રેમ જ મારા તે દિવસને ખાસ બનાવવા માટે પુરતો છે.

સ્ત્રી જણાવે છેઃ હું એવો આગ્રહ નથી રાખતી કે હું ઘર માટે જે દિવસ-રાત કામ કરું છે તેના વારંવાર વખાણ કરવામાં આવે પણ જો તેની ગણતરી તમારા મનમાં પણ રાખશો તો મારો બધો જ થાક ઉતરી જશે.

image source

સ્રી જણાવે છેઃ હું એવો આગ્રહ નથી રાખતી કે મારાથી ભુલ થાય તો મને ઠપકો ન આપવો પણ ઠપકો આપતાં પહેલાં મારી વાત એકવાર જરૂર સાંભળવી.

ઘણીવાર લોકો એકબીજાને સમજ્યા વગર અથવા તો જે-તે વ્યક્તિએ કરેલા વર્તન પાછળનું કારણ જાણ્યા વગર જ તેના પ્રત્યે ખોટી માન્યતાઓની પાળ બાંધી લે છે. અને આજીવન તે ગેરસમજમાં જ વિતાવી દે છે તેના કરતાં સ્પષ્ટ થઈ જવું વધારે યોગ્ય છે. અને ખાસ કરીને પતિ-પત્નીના સંબંધમાં તો કોઈ પણ પ્રકારની ગેરસમજને સ્થાન જ નથી માટે એકબીજાને સમજવું અને ત્યાર બાદ જ કોઈ અભિપ્રાય આપવો જોઈએ.

image source

સ્ત્રી જણાવે છેઃ હું જાણું છું કે જીવનનો સ્વભાવ સતત સમયની ધરી પર ફરતા રેહવાનો અને સમયની સાથે તાલથી તાલ મેળવવાનો છે પણ ક્યારેક ક્ષણ માટે પણ સમય કાઢીને મારા ખોળામાં માથુ નાખીને આરામ પણ કરી લો. થાક મારો પણ ઉતરશે અને તમારો પણ !

સ્ત્રી જણાવે છેઃ હું નથી ઇચ્છતી કે મને બહારના મોંઘા રેસ્ટોરન્ટમાં લઈ જઈને ભાતભાતના સ્વાદિષ્ટ પકવાનો ખવડાવો. પણ અઠવાડિયાના એક-બે દિવસ જો મારી સાથે બેસીને જમશો તો મને 56 ભોગ જમ્યાનું સુખ મળશે.

image source

સ્ત્રી જણાવે છેઃ હું નથી ઇચ્છતી કે મને બગીચા કે મોલમાં હાથમાં હાથ નાખીને બહાર ફરવા લઈ જાઓ પણ એકલતામાં મારા કપાળ પર એક પ્રેમ ભર્યું ચુંબન તો જરૂર કરી શકો. અને એક પ્રેમભરી જાદુકી જપ્પી પણ આપી શકો.

સ્ત્રી જણાવે છેઃ હું એવો આગ્રહ નથી રાખતી કે તમે તમારી એક-એક વાત મારી સાથે શેયર કરો પણ જો મારી કોઈ વાત ન ગમતી હોય તો તે વિષે મારું ધ્યાન દોરો હું પણ મારી જાતને સુધારી શકું અથવા તે વાતનો ખ્યાલ રાખું.

image source

સ્ત્રી જણાવે છેઃ હું એવો આગ્રહ નથી રાખતી કે તમે મને લાડમાં નીતનવા નામથી પુકારો પણ ક્યારેક વહાલથી “સાંભળે છે !” એટલુ કહેશો તો પણ તમારા વહાલથી લીલીછમ થઈ જઈશ.

આજે પણ ઘણા બધા સંયુક્ત કુટુંબમાં પતિ પોતાના માતાપિતા સામે પત્નીને નામ લઈને બોલાવવાનું ટાળે છે કોઈ પણ જાતના સંબોધનો વગર તેણીને પતિ દ્વારા સૂચનો આપવામાં આવે છે ત્યારે તેણીને પણ તે જાણે કોઈ માણસ નહીં પણ કોઈ વસ્તુ હોવાનો અનુભવ થાય છે અને તેનું દુઃખ પણ રહ્યા કરે છે.

image source

પુરુષોને માત્ર આટલી જ અરજ

– પુરુષોને માત્ર આટલી જ અરજ છે કે તેઓ પોતાની પત્નીને સમજે. તેણી તેવા ઘરને છોડીને તમારી સાથે આખું જીવન પસાર કરવા આવે છે જ્યાં સતત તેના પર પ્રેમની વર્ષા થતી હોય છે.

– તેના સપના પડતાં મુકાય છે અને તમારા સપના તેણીના સપના બની જાય છે. તે તમને પરણ્યા બાદ તમારી થઈને રહી જાય છે.

image source

– તમારી ખુશીમાં ખુશ થાય છે અને તમારા દુઃખમાં તમારા કરતાં પણ વધારે દુખી થાય છે. તે તમારા મુશ્કેલ દિવસોમાં તમારી ઢાલ બનીને ઉભી રહી જાય છે.

– તમારે તમારા જીવનમાં આવતા પડકારો સાથે લડવાનું હોય છે તમારી પત્ની સાથે નહીં. તમારી પત્ની સાથે લડશો તો તમે જીવન સામે પણ હારી જશો.

image source

– જેમ પત્ની માટે તમે જ સર્વસ્વ છો તેમ પત્ની નથી ઇચ્છતી કે તેણી જ તમારું સર્વસ્વ બની જાય પણ એટલું ચોક્કસ ઇચ્છે છે કે તેની તમારા જીવનમાં એક ખાસ જગ્યા હોય

– એ કડવી હકીકત હોય છે કે લગ્ન વખતે તમારા નામની પીઠી તેને ચોળાય છે, મહેંદી પણ તમારા નામની જ રચાય છે, સિંદુર પણ તમારા નામનું પુરાય છે, મંગળ સુત્ર પણ તમારા નામનું, કપાળનો ચાંદલો પણ તમારા નામનો, બંગડી તમારા નામની, તેનું શું ?

image source

– સોળ શણગાર તમારા નામના, ગર્ભ તેનો પણ બાળક પતિના નામનું, તેનુ શું હોય છે ! આશિર્વાદ માટે માથુ નમાવે તો ઉંમર પણ તેના સૌભાગ્યની એટલે કે તેના પતિની વધે છે, લગ્ન થતાં તેની પાછળ પતિનું નામ લખાય છે પતિનું ગોત્ર લખાય છે. તેનું શું ?

image source

– કુંવારી હતી ત્યારે તેને વડીલો દ્વારા પારકી થાપણ કહેવામાં આવતી અને પરણ્યા બાદ પણ તેણીને બહારની જ ગણવામાં આવે છે. માટે તેણીને અપનાવો પોતાના સુખ-દુઃમાં તેણીને શામેલ કરો

image source

– અવસર મળ્યે તેણીને તમારા જીવનમાં તેણીની ખાસ જગ્યાનો અનુભવ કરાવતા રહો. આખરે તેણીની અંતિમ માંગ તો તે જ હોય છે કે તેનો પતિ તેને ચાહે. માટે તેની સ્થિતિની કદર કરો તેણે જે કંઈ પણ બલિદાન આપ્યા છે તેની કદર કરો અને તેણીને પુરા મનથી અપનાવો

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version