એક સામાન્ય શીક્ષકે કર્યું અસામાન્ય કામ, પારકી દીકરીને પરણાવી પોતાની દીકરીની જેમ…

એક સામાન્ય શીક્ષકે કર્યું અસામાન્ય કામ, પારકી દીકરીને પરણાવી પોતાની દીકરીની જેમ… નવસારીના આ નિવૃત્ત શીક્ષકે નિરાધાર દીકરીને જાનૈયાનું સારીરીતે સ્વાગત કરીને કરાવ્યા ધામધૂમથી લગ્ન, સમાજમાં આપ્યું પ્રેરણાદાયક ઉદાહરણ…

નવસારી શહેરના હાઈવે પાસે આવેલા ઉન નામના ગામડામાં થયેલ આ પ્રસંગની વાતની ચર્ચા આસપાસના વિસ્તારો સુધી પણ પહોંચી છે. ઉન ભલે નાનકડું ગામડું હોય પરંતુ તેની પાસે આવેલ શિરડી સાઈબાબા ધામ લાખો લોકો માટે આસ્થાનું પ્રતીક બન્યું છે. જ્યાં અનેક દુખીયારા અને પીડીત લોકો દર્શન કરીને શાંતિનો અનુભવ કરે છે. એ જગ્યાએ હાલમાં એક લગ્ન સમારોહ થયો હતો.

કોણ છે આ શીક્ષક જેણે દીકરી પરણાવવાનું પૂણ્ય કમાયું.

નવસારીના એરુ ચાર રસ્તા વિસ્તારની સોસાયટીમાં નિવાસ કરતા નિવૃત્ત શિક્ષક ગોપાળભાઇ ટંડેલ તેમના ઘરમાં લગભગ દસેક વર્ષથી કામ કરવા આવતી પિતા વિહોણી દીકરીના રંગેચંગે લગ્ન કરાવ્યા. આ દીકરીની માતા વિધવા થઈ ત્યારથી તેઓ આ ટંડેલ પરિવારને આશ્રિત હતાં. આ ગરીબ દીકરીના લગ્ન કરાવવાની ટંડેલ પરિવારે ઇચ્છા વ્યક્ત કરી ત્યારે આસપાસના પણ સૌ કોઈએ તેમને અભિનંદન આપીને આનંદ વ્યક્ત કર્યો હતો.

સાઈ કથાકાર બાબાનંદજીએ આપ્યા નવદંપતીને આશીર્વાદ…

કહેવાય છે કે કન્યાદાન કરવા જેવું બીજું કોઈ પૂણ્ય નથી. જે પણ પિતાને આ સુખ મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે. એક સામાન્ય વર્ગના નિવૃત શીક્ષક માટે પારકી પિતા વિહોણી દીકરીને પરણાવવી એક ખરેખર મોટી જવાબદારી ઉતાર્યા સમાન હતી. સાથે તેમણે સમાજની સામે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં તેઓએ દીકરીના દરેક કોડ પૂરા કરવા પ્રયત્ન કરીને ઉત્સાહપૂર્વક લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. જેની પ્રસંશા સમાજના દરેક વર્ગે કરી હતી.

વડોદરાના વાઘોડિયાના રહેવાસી પરિક્ષિત સાથે તેમણે પોતાની માનીતી દીકરી આરતીના લગ્ન ગોઠવ્યાં હતાં. જેમાં ત્રીસેક જેટલાં જાનૈયાઓનું પણ ધામધુમથી અને માનભેર સ્વાગત કર્યું હતું. પરિક્ષિતનું પરિવાર સંપૂર્ણરીતે સંસ્કારી અને સુશિક્ષિત છે એવી ખાતરી કરીને જ તેમણે આ પારકી દીકરીને વળાવવાનું નક્કી કર્યું હતું. ગોપાળભાઇ ટંડેલના સુપુત્ર રામ અને મયુરીએ કન્યા આરતીના માતા-પિતા તરીકે રીતરિવાજ મુજબ ફરજ બજાવીને શાસ્ત્રોક્ત રીતે લગ્નની તૈયારીઓ કરી હતી. ગોર મહારાજના મંત્રોચ્ચાર સાથે આ લગ્ન સમારંભ યોજાયો હતો. આજના પ્રસંગે સાઇ કથાકાર બાબનંદજી (વ્યારા) ખાસ પધાર્યા હતા અને તેમણે નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ