એક સમય એવો આવ્યો હતો કે પરિણિતિ પાસે રૂપિયા પણ ખૂટી ગયા હતા અને કોઈ ફિલ્મ પણ હાથ પર નહોતી

આજે સમાજમાં વધતી જતી દેખા-દેખી તેમજ માનવ તરીકેની એક બીજાની લાગણી સમજવાની જે ખોટ વર્તાઈ રહી છે તેના કારણે લોકોમાં ઘણી નિરાશાઓ છવાઈ જાય છે અને જો આ નિરાશાને યોગ્ય સમયે દૂર ન કરવામાં આવે ત્યારે તેના પરિણામો ખુબ જ દુઃખદ આવતા હોય છે. લોકો આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે.

એક-બે વર્ષ પહેલાં દિપીકાએ પણ પોતાના ડીપ્રેશનને લઈને ખુલીને વાત કરી હતી અને લોકોને આગ્રહ કર્યો હતો કે જે કોઈ પણ નિરાશા અનુભવતા હોય તેમણે પોતાની આ લાગણીને લોકો સમક્ષ શેયર કરવી જોઈએ જેથી કરીને તેનો કોઈ ઉપાય મળે અને નિરાશા દૂર થાય.

તાજેતરમાં ફિલ્મ જબરિયા જોડીના પ્રમોશન વખતે પરિણિતિએ એક મુલાકાત આપી હતી તેમાં તેણીએ પણ પોતાના ડીપ્રેશનની વાત ખુલીને જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે પોતાની ફિલ્મી કારકીર્દી દરમિયાન એક અત્યંત ખરાબ સમયમાંથી તેણીને પસાર થવું પડ્યું હતું.

બધી જ રીતે આ સમય કપરો હતો તેણી પાસે પૈસા ખૂટવા આવ્યા હતા, કામ પણ નહોતું રહ્યું, હંમેશા તે ઘરમાં પૂરાયેલી રહેતી હતી. તેણે કેટલાએ મહિના સુધી મિડિયાનો સામનો નહોતો કર્યો. આ સમય હતો 2015નો. તે વર્ષે તેની બે ફિલ્મો આવી હતી કીલ દીલ અને દાવતે ઇશ્ક જે બન્ને બોક્ષ ઓફિસ પર પિટાઈ ગઈ હતી.

તેણી પાસેના મોટા ભાગના રૂપિયા ખર્ચાઈ ગયા હતા કારણ કે તે સમયે તેણે મુંબઈમાં પોતાનું નવું ઘર પણ લીધું હતું. તે વિષે તેણી જણાવે છે, “આ સમયે જાણે મારા જીવનમાં બધું જ નીચે પડતું હોય તેવું લાગી રહ્યું હતું. મને આગળ વધવાની પ્રેરણા આપવા માટે મારી પાસે કશું જ પોઝિટીવ નહોતું.”

વધારામાં તે જણાવે છે, “તે દરમિયાન મેં ખોરાક પર પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું, હું માત્ર ઉંઘતી જ રહેતી હતી. મારા કોઈ મિત્રો પણ નહોતા, હું મારા કુટુંબીજનો સાથે પણ સંપર્ક નહોતી રાખી શકી. પંદર દિવસે માત્ર એકાદ વાર જ મારી વાત થતી હતી. હું માત્ર ઘરમાં જ રહેતી ટીવી જોતી અને ડીપ્રેસ રહેતી.”

તે જણાવે છે કે તે વખતે તેનો ભાઈ સહજ અન તેની એક બહેનપણી સંજનાએ તેને ખુબ જ સાથ આપ્યો. તે દીવસમાં દસ-દસ વાર રડતી અને ઉદાસ રહેતી. પણ ધીમે ધીમે સમય બદલાયો વર્ષ 2016માં મેં બે ફિલ્મો સાઈન કરી ગોલમાલ 4 અને મેરી પ્યારી બિંદૂ.

ધીમે ધીમે પરિણિતિની ગાડી ફરી પાટા પર ચાલવા લાગી. ત્યાર બાદ તેણે પોતાના શરીર પર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને શરીર ઘટાડ્યું જેની પણ તસ્વીરો તેણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર અપલોડ કરી હતી. અને તેને કેટલાક એન્ડોર્સમેન્ટ પણ મળ્યા હતા.

હાલ પરિણિતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ જબરિયાં જોડી માટે પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મ 9મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત પરિણિતિ ચોપડા પાસે બેડમિંટન પ્લેયર સાયના નહેવાલની બાયોપિક પણ છે. માટે આવનારા વર્ષોમાં પરિણિતિએ પોતાની કેરિયરને લઈને તો જરા પણ નિરાશ નહીં થવું પડે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ