જલ્સા કરોને જેંતીલાલ

બે ટીકીટો – એક પુત્ર આવો પણ… વાહ આધુનિક શ્રવણ…

“બે ટીકીટો”

“હા, મીરાજ દીકરા, આ વખતે ટ્રેનની એ.સી. વાળી ટીકીટો મોકલજેને બેટા. નહીંતર આ ગરમીમાં તારા પપ્પા મને ફરી બસમાં બેઠા-બેઠા લઇને આવશે અને મારી કમર પણ દુખશે.” મીરાએ તેના દીકરા મીરાજને ફોન પર કહ્યું.

આ સાંભળતા જ મીરાજના પિતા રાજ ખુર્શીમાંથી ઉભા થઈ, ફોન પકડેલ મીરા પાસે ગયા અને કીધું, “શું કંઈ પણ બોલે છે? ભાન પડે છે તને? કેટલી મોંઘી આવે એ.સી. ટીકીટ. છોકરાને હેરાન ના કર. લાવ મને ફોન આપ.”


તેમ કહીને રાજે મીરા પાસેથી ફોન લીધો અને દીકરા મીરાજને કહ્યું કે બેટા, “આ તારી મમ્મીની વાતો ના માનતો. એ તો બસ એમ જ કહે છે. તું તારે નિરાંતે રહેજે. હું ટીકીટો કરાવીને આવી જઈશ.” તે સમયે મીરાજ મુસ્કુરાયો અને કંઈ પણ ના બોલ્યો. પછી થોડી વાત કરીને તેણે ફોન કાપ્યો. ફોન મુકતાની સાથે મીરાજે એક બીજો ફોન કર્યો.


બે દિવસ પછી રાજ અને મીરાના ઘરે એક કુરિયર આવ્યું. રાજે જયારે તે પરબીડિયું ખોલ્યું તો અંદરથી બે ટીકીટ નીકળી. તે બસ કે ટ્રેનની નહીં પણ પ્લેનની બે ટીકીટો હતી.

આ જોઈને એક માતાના ગર્વ સાથે મીરા મુસ્કુરાઈ અને રાજે મીરાજને ફોન કરતા પૂછ્યું, “દીકરા આટલી મોંઘી ઉડાણ તો કાંઈ હોતી હશે.” મીરાજે હસતા-હસતા કહ્યું, “પપ્પા તમે અને મમ્મીએ મારી ઝીંદગીને જે ઉડાણ આપી છે તેની શરખામણીમાં આકાશની આ ઉડાણ ખૂબ જ સસ્તી હોય છે.”


રાજે આ શબ્દો સાંભળ્યા. તે જ સમયે તેણે બારીમાંથી એક પ્લેનને જતા જોયું અને રાજ આંખોમાં ભાવનાના પાણી સાથે મુસ્કુરાઈ ઉઠ્યો.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version