એક પ્રેમ કરવા વાળો પતિ, બે સુંદર બાળકો તો પછી શું ખૂટે છે એના જીવનમાં…

માધવી અને શરદ ના લગ્ન એટલે એકબીજાની પસંદ અને કેટલો વખત સાથે ફર્યા પછી ઘરમાં બધાને જાણ કરી અને વડીલો ભેગા થયા અને બને ના લગ્ન ખૂબ ધામ ધૂમ થી થયા બંને એકબીનને ખુબજ પ્રેમ કરે પણ ઘરમાં માધવી ની સાસુ અને એની બે નણંદ ને માધવી ગમે નહી કારણ માધવી સામાન્ય કુંટુંબ ની સાધારણ દેખાવ વાળી અને શરદ પૈસા દાર અને દેખાવડો એકજ નજર માં ગમી જાય એવો એટલે એની સાસુ એવું એવું મેણું મારે “કાગડી દહીં થરુ લઇ ગઈ” એટલે મારા રૂપાળાં છોકરાને એક સાધારણ છોકરી પરણે એ એમને ગમ્યું નહીં.


પણ શરદ માધવી ને ખૂબ પ્રેમ કરે એની નાની નાની બાબતો નું ધ્યાન રાખે એના ઘરના એની અવગણના કરે પણ શરદ એને એટલો પ્રેમ કરે કે એ એના ઘરના ની અવગણના ને ભૂલી શરદ માજ ખોવાઈ જતી માધવી ને સરકારી નોકરી અને શરદ ને પણ નોકરી પણ શરદ ની નોકરી બહાર ગામ એટલે માધવી એ એકલાજ નોકરી પણ કરવાની અને એના ઘરની જવાબદારી પણ નિભાવની પંદર દિવસે શરદ આવે ત્યાં શુધી સાસુ સસરા દિયર અને બે નણંદ અને એમના બે છોકરા બધાનું કરવાનું.


અને પોતાની નોકરી તો ખરીજ પણ ક્યારેય કોઈ ફરિયાદ નહી બસ એકજ વ્યક્તિ શરદ એજ એને સમજી શકે એના લીધે એ બધું સહન કરવા તૈયાર છે હવે લગ્નને એક વર્ષ થયું એટલે માધવી પ્રગનેટ થઈ અને એના પેહલા બાળક ને જન્મ આપવા તૈયાર હતી ખુશ હતી અને શરદ ને જાણ કરી કે હું માં બનવાની છું ને તું પાપા શરદ ખુશ થયો પણ એ ખુશ એટલી નહોતી જે પેહલા બાળક માટે હોય એટલે માધવી એ પૂછ્યું તું ખુશ નથી ત્યારે શરદ કહે બહુ ખુશ છું પણ વિચારું છું કે થોડા વખત પછી રાખીયે તો આપણે સેટ હોય તો વાંધો ન આવે પણ માધવી કહ્યું એ બધું સેટ થઈ જશે તમે ચિંતા ના કરો અને માધવી ને સુંદર બાળકી નો જન્મ થયો માધવી અને શરદ ખૂબ ખુશ થયા જાણે એમનો પરિવાર પૂર્ણ થયો.

પણ એના સાસુ ને દીકરી આવી એ ના ગમ્યું પણ શરદે એ વાત ધ્યાન માં લિધીજ નહી અને પોતાની દીકરીને જ્યારે ઘરે આવે ત્યારે એવું સાચવે કે એના ઘરના ને ઈર્ષા આવે અને હવે દીકરી મૂકીને ઑફિસમાં જવાનું એટલે માધવી ની સાસુ ને એમકે મારે રાખવી પડે એના કરતાં એમને જુદા રહેવાનું કહી દવ એટલે હું જોવ કેમની છોકરી રાખે છે ને કેમની નોકરી કરે છે એટલે એમને જુદા રહેવાનું ફરમાન કરી દીધું શરદ વગર બેબી લઈ એકલા રહેવાનું માધવી માટે અઘરું હતું પણ એના મમ્મીએ બેબી ની જવાબદારી લઇ લીધી અને બેબી 3 વર્ષ સુધી માધવી ના પિયર માં મોટી થઈ પછી અહીં લાવી દે કેરમાં મૂકી મોટી કરી.


માધવી અને એની દીકરી એકલા રહેવા લાગ્યા પછી થોડા વખત પછી ફરી માધવી ને સારા દિવસો રહ્યા એટલે બીજી ડિલિવરી માં એને બાબો આવ્યો અને ઘરમાં બધા ખુશ શરદ તો જાણે માધવી નો એટલો બધો આભર માને કે આજે તારા લીધે મારુ કમ્પ્લીટ ફેમિલી થયું અને એ ચાર જાણ ખૂબ ખુશ અને માધવી હવે ટેવાયગઈ ઘર છોકરા નોકરી બધુજ જાતે કરી લેતી અને એજ રૂટિગ શરદ નું એક અઠવાડિયે આવવું પણ પોતાના પરિવાર ને જોઈ માણસ બધું દુઃખ ભૂલી જાય એમ શરદ ઘરે આવે ત્યારે બધો સમય બાળકોને આપતો એનાથી એના બાળકો પણ ખુશ એમ કરતાં સમય આગળ વધતો ગયો અને બાળકો માધવી જોડે મોટા થયા સારા સંસ્કારી અને ખૂબ સારું ભણ્યાં અને આજે બંને સારી જગ્યાએ જોબ કરતા થયા.

માધવી પોતાના બાળકોની પ્રગતિથી ખુશ ભલે દુઃખ પડ્યું પણ આજે તો સારું છેને બંને બાળકો શરદ જેવા રૂપડા થયા એટલે માધવી વધારે ખુશ રહેતી બધુંજ સારું પણ કોણ જાણે કેમ માધવી ને કઈક ખૂટતું હોય તેવું લાગે એનું કારણ એકજ હતું કે એ પોતે જ એવું વિચારતી કે હું સામાન્ય દેખાવ વાળી છુ અને શરદ એકદમ સુંદર આટલા વર્ષોથી એકલી રહે છે પણ ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે શરદ મને અંદરથી તો નાપસંદ નહીં કરતો હોયને એવો વિચાર આટલા વર્ષે આવ્યો કારણ આટલા વર્ષો બાળકો થયા પછી એનું બધું ધ્યાન પોતાના બાળકોને ઉછેરવામાંજ હતું એટલે એને એ પસંદ કરે કે નહીં એ બાબતનું ધ્યાન એને ક્યારેય કાર્યુંજ નહીં પણ હવે એકલી થઇ ગઇ છે.


બધા પોત પોતાના સંસારમાં બીઝી છે ત્યારે માધવી ને શરદ સાથે એ બધી પળો વિતાવવી છે જે એણે આટલા વર્ષો માં અલગ રહી ગુમાવી છે પણ કોણ જાણે શરદ હવે જાણે મોટી ઉંમરનો ધીર ગંભીર અને બધુજ જાણે એક મોટી ઉંમરના માણસ જેવું વર્તન કરે છે અને વારે વારે એવુંજ કહે માધવી હવે મારી ઉંમર થઈ હવે આપણે થોડા નાના છીએ ત્યારે માધવી કહેતી હવે તો આપણ ને ટાઇમ મળ્યો છે જીવવાનો સાથે રહેવાનો અને આપણે જે ખુશી બે જાણે નથી મેળવી એ મેળવવાનો .


અને માધવી ને એમ થતું કે શરદ તો હજુ પણ એવોજ દેખાય જેવો પેહલા હતો પણ કદાચ જવાબદારીઓએ મને ઉમર કરતા વધારે મોટી દેખાતી કરી દીધી અને હું સાધારણ દેખાવ સાથે ઉંમરમાં પણ મોટી દેખાતી હોય તેવું લાગે છે અને એને મનમાં વિચાર આવે છે કે શું મારા દેખાવ ને લીધે તો શરદ મને એવું નહીં કેહતા હોય ..કે હવે આપણી ઉમર થઈ પણ એક દિવસ શરદ થી અચાનક બોલી જવાય છે કે તું સરસ છે પણ મારા ગ્રુપમાં જે બેનો છે એમા ઘણી બેનો 50 વર્ષ ની છે પણ હજુ પણ એમની સ્કિન અને આખો એટલીજ સુંદર છે શરદ બોલતા તો બોલી જાય છે પણ માધવી એ વાત અસર કરી જાય છે એટલે એ મનમાં વિચારે છે કંઈક ખૂટતું હોય તેવું લાગે છે એટલે આજ ખૂટે છે કે મારો સામાન્ય દેખાવ …. અને મેં મારી જાત તરફ નહીં રાખેલી કાળજી નહીતો હું પણ એ બધી બેનોની જેમ થોડીક તો આકર્ષક હોત …


પણ સવાલ આકર્ષક હોવું કે ના હોવું નો નથી એક સાધારણ સ્ત્રી એક સુંદર પુરુષ સાથે લગ્ન કરે ત્યારે એ સ્ત્રી બધી રીતે ઉત્તમ હોવા છતાંય દેખવાની બાબતે હંમેશા પોતાની જાતેજ ગિલટી અનુભવે કે હું મારા પતિ કરતા સામાન્ય છું કારણ ગમે તેટલો સારો પતિ હોય પણ એને સ્ત્રી ની સુંદરતા તો ગમતિજ હોય છે આજેય શરદ માધવી ને એટલો પ્રેમ કરે છે પણ ઉંમરના પડાવ સાથે એનો પ્રેમ પણ એટલો ધીર ગંભીર થઈ ગયો છે અને માધવી એવું સમજે છે કે કંઈક તો એવું ખૂટે છે જે એને દિલ ખોલીને કે રોમાન્ટિક બનાવતા રોકે છે..બાકી આ ઉમરે ..એટલે 50 /55 ની ઉમર શુ આ ઉંમરે રોમેન્ટિક બનવું કે ખુશ રેહવું એ શક્ય નથી???


સ્ત્રી બાળકો થતા પોતાની જવાબદારી માં એવી બંધાય છે કે એનો ટાર્ગેટ જ પોતાના બાળકો હોય છે એનું ધ્યાન રાખવું એજ એનો ધ્યે હોય છે અને એમાં ને એમાં એ ઘર અને બાળકો માટે પોતાની જાતને હોમી દે છે અને જ્યારે 20/ 25 વર્ષ જાવાબદારી માંથી થોડીક છૂટી થાય ત્યારે એ પોતાના તરફ ધ્યાન આપે છે અને પોતાના ચેહરાની કરચલી ઓ જોઈ વિચારે છે કે જવાબદારી માં તો એક ઉમર નો આખો પડાવ આગળ નિકળી ગયો અને હવે બાકી રહેલી ઉંમરમાં એને એ બધું જ કરવું છે જે એને નથી કર્યું .એને પણ હક્કછે પોતાની જિંદગી પોતાની રીતે જિવવાનો… બસ એને જરૂર છે તો પોતાના માણસ ની કે જે એને આ ઉંમરે પણ એજ ખુશી આપે જે જે ખુશી ની એ હક દાર છે.

લેખક : નયના નરેશ પટેલ.

દરેક સ્ત્રીએ સમજવા જેવી સુંદર વાર્તા.