ગજબ છે પતિ પત્ની સામે ૬૨ વર્ષ સુધી મૂંગો રહી શકે! આ ભાઈને કોઈ શાંતિ પુરસ્કાર આપી દો…

દુનિયાભરમાંથી જાતજાતના નવાઈ લાગે તેવા સમાચારો મળે છે. ત્યારે અમે પણ આપને એવા સમાચાર આપીશું કે તે જાણીને તમે પણ કહેશો કે ખરા છે આ તો ભૈસા’બ…

પોતાની પત્ની સાથે વાત કરવાનું ટાળવા પતિએ ૬૨ વર્ષ સુધી મૌન કરવાનું નક્કી કર્યું અને મૂંગા રહેવાનો ઢોંગ કર્યો અને જ્યારે પત્નીએ તેણીના પતિનું આ રહસ્યની ખબર એક વિડિઓ જોઈને પડી જેમાં તે ગીત ગાઈ રહ્યા હતા, ત્યારે ગુસ્સે થયેલી 80 વર્ષની પત્નીએ કોર્ટમાં કેસ ફટકારી દીધો. આ બનાવ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા દંપતીની છે. તમને જાણીને વધુ નવાઈ લાગશે કે તેમના લગ્નને ૬૨ વર્ષ પૂરાં થયાં છે. પત્નીને જ્યારે ખબર પડી કે તેના પતિ મૂંગા – બહેરા નથી ત્યારે તેમણે છૂટાછેડાપત્રના કાગળો મોકલી આપ્યા. એ કાનૂની અરજી અનુસાર, ૮૪ વર્ષીય બેરી ડોસન ક્યારેય તેમની ૮૦ વર્ષની પત્ની ડોરોથી સામે એક શબ્દ પણ બોલ્યા ન હતા, તેઓ દાયકાઓથી સાથે રહીને સુખી દાંપત્ય જીવન જીવતા હતા.આ કેસ વિશે પત્ની ડોરોથીના જણાવ્યા પ્રમાણે, તેણીએ તેના પતિ સાથે વાતચીત કરવાની ભાષા શીખી, પણ તે બહુ ઉપયોગી ન નિવડી. તેમને સાઇન લેંગ્વેજ શીખવા માટે બે વર્ષ લાગ્યાં હતાં, પરંતુ જ્યારે ડોરોથીએ હાવભાવથી વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની વચ્ચે માંડ સુમેળ સધાયો હતો. વળી તેણી ઉમેરે છે કે આટલા વર્ષે તે હવે સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, તેથી મુશ્કેલી ઊભી થતી હતી! પત્ની ડોરોથીએ હાવભાવથી હસીને તેમની વાતને રજૂ કરી.
ડોરોથીએ કહ્યું કે પતિના મૂંગા અને બહેરાપણાની વાત મેં વર્ષોથી સ્વીકારી છે પરંતુ જ્યારે મેં મારા પતિનો યુ ટ્યુબ પર એક વિડિઓ જોયો ત્યારે હું ચોંકી ઊઠી, જેમાં તે એક મ્યુઝિક ટ્રેક પર ગાઈ રહ્યો હતો. તેણે કહ્યું, આ વિડિઓ એ જ રાતનો હતો જ્યારે તે ઘરેથી એવું કહીને ગયો હતો કે તે એક ચેરિટી મીટિંગમાં જઇ રહ્યો છે. બેરી ડોસનના વકીલ રોબર્ટ સંચેઝે સ્વીકાર્યું હતું કે તેના ક્લાયંટે આ નાટક કર્યું છે, પણ તેણે એવું પણ કહ્યું કે તેણે તેમાં કંઇક ખોટું કર્યું નથી. બેરી ડોસનના વકીલ રોબર્ટ સંચેઝ કહે છે કે તેઓ માને છે કે તેમના ક્લાઈન્ટ બહેરા હોવાનો ડોળ કરે છે પરંતુ તેમની પત્નીની તકલીફોને ટાળવા માટે આમ કર્યું છે.તેમણે કહ્યું હતું કે બેરી ડોસનનો હેતુ તેમની પત્નીને છેતરવાનો નથી, અને કદાચ ૬૨ વર્ષ પહેલાં તેમના લગ્ન થયાં છે. વકીલે કહ્યું કે મારો ક્લાયન્ટ ખૂબ જ શાંતિપૂર્ણ સ્વભાવના છે, જ્યારે બીજી બાજુ તેની પત્ની ખૂબ વાતોડી છે. જો તેણીને આ વાતની પહેલેથી ખબર પડી ગઈ હોત તો આજથી 6૬ વર્ષ પહેલાં જ તેમના લગ્નસંબંધ તૂટી ગયા હોત. બંને પક્ષોની ભૂતકાળની વાતોને જોઈને પત્નીએ તેમના પતિ પાસેથી કોર્ટમાં વળતરની માંગ કરી હતી.
લેખક : આનંદ ઠક્કર