જલ્સા કરોને જેંતીલાલ

આપણા લોકલાડીલા લેખક સ્વ. તારક મહેતાની દુનિયાને ઊંધા ચશ્માને મળી દેશ અને વિદેશમાં ચાહના જાણો સિરિયલ વિશે ક્યારેય ના વાંચેલ વાતો…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ સિરિયલનું મૂળ ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતાની સમાચાર પત્રમાં આવતી કોલમ દુનિયાને ઉંધા ચશ્મા સાથે જોડાયેલુ છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ તેઓ નાટ્ય લેખક પણ હતા. તેમણે હંમેશા પોતાના લેખનમાં વર્તમાન મુદ્દાઓને એક અલગ જ દ્રષ્ટિકોણથી રજૂ કર્યો છે. તેમના નામે અત્યાર સુધીમાં 80 પ્રકાશિત પુસ્તકો છે જેમાંના ત્રણ પુસ્તકો તેમની કોલમો પરથી બનાવવામાં આવ્યા છે. તેમને 2015માં ભારતનું ચોથું સર્વોચ્ચ સમ્માન પદ્મ શ્રી આપવામાં આવ્યું હતું.

87 વર્ષે 2017માં તારક મહેતાનું લાંબી બિમારીના કારણે નિધન થયું. તેમના દેહને તેમની ઇચ્છા પ્રમાણે મેડિકલ રિસર્ચ માટે દાનમાં આપવામાં આવ્યો હતો. તેમના મૃત્યુ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દ્વારા પણ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.


આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દેશનો સૌથી વધારે સમયથી ચાલતો આવતો એકમાત્ર શો છે. અત્યાર સુધીમાં તારક મહેતા કા….ના 2700 કરતાં પણ પણ વધારે એપિસોડ રજૂ થઈ ગયા છે. અને એવી કોઈ શક્યતા નથી કે નજીકના ભવિષ્યમાં આ સિરિયલ પૂર્ણ થાય. નિર્માતાઓની વાત માનવામાં આવે તો એપિસોડ્સની આ સંખ્યા સાથે શો દુનિયાનો સૌથી લાંબો શો બની ગયો છે.


આ સિરિયલને તેના સ્વચ્છ મનોરંજન માટે ઓળખવામાં આવે છે. આજે ભારતીય મનોરંજન જગતમાં તારક મહેતાની તોલે આવે તેવી કોઈ પણ કોમેડી સીરીઝ નથી. કોઈ સુપરહીટ ફિલ્મની જેમ તેના દરેક કેરેક્ટર ભુલકાઓથી માંડીને વડીલો સુધીના મન, મસ્તિષ્ક અને હૃદયમાં જગ્યા બનાવી ચુક્યા છે.
તારક મહેતા કા…ની આ ડેઈલી સોપે પોતાના નામે તો કંઈ કેટલાએ રેકોર્ડ બનાવ્યા છે પણ તેની સાથે જોડાયેલા કલાકારોએ પણ નોનસ્ટોપ આ સિરિયલમાં અભિનય આપીને એક અનોખો જ રેકોર્ડ બનાવ્યો છે.


જો કે સિરિયલના અતિ પ્રિય પાત્ર એવા દયા બેન છેલ્લા એક દોઢ વર્ષથી સિરિયલમાંથી ગાયબ છે જેના કારણે સીરીયલની ટીઆરપીને ફરક પડ્યો છે છતાં સિરિયલ સફળ રીતે આગળ વધી રહી છે. ફેન્સને દીશા વાકાણીની ખોટ તો સાલે જ છે પણ નિર્માતાઓને દયાબેનના પાત્રને ફરી પાછા લાવાની કોઈ જ ઉતાવળ લાગતી નથી.


ગત 28 જુલાઈ 2019ના રોજ આ સિરિયલે પોતાનું અગિયારમું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું જેની ઉજવણીની અગણિત તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી.


સિરિયલની આ સફળતા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એક તો સમરિયલમાં અભિનય કરતાં કલાકારો ઉપરાંત તેમની ક્રીએટીવ ટીમ જે અવારનવાર અવનવા આઇડિયાઓ લાવીને નીત નવી વાર્તાઓ સંપૂર્ણ મનોરંજનના ઉદ્દેશથી પ્રેક્ષક સમક્ષ લાવે છે જે પ્રેક્ષકોને ક્યારેય બોર નથી થવા દેતી. આજે આખા દિવસનો થાકેલો માણસ આ સિરિયલનો એક એપિસોડ જોઈ હળવોફૂલ થઈ જાય છે.

આ ડેઈલી સોપે એકધારી ટોપ ટેન ટીઆરપી લીસ્ટમાં જગ્યા બનાવી રાખી છે. અને કેટલાક મનોરંજનથી ભરપૂર એપિસોડ વખતે તો આ ટીઆરપી રેટ નંબર એક પર પણ પહોંચી ચુક્યો છે.


તમને જો યાદ હોય તો પેલા ચૂડેલવાળા એપિસોડ વખતે સિરિયલનો ટીઆરપી સૌથી વધારે ઉંચો હતો. અને તે વખતે 8.30 સમયગાળામાં પ્રસારિત થતી સિરિયલોમાં નંબર વન પર આ શો પહોંચી ગયો હતો. આ એપિસોડ એટલા બધા હીટ રહ્યા હતા કે ફિલ્મના પ્રોડ્યુસર પર ભૂત માટેના અવનવા આઇડીયા આપતા કંઈ કેટલાએ ઇમેઇલ તેમજ મેસેજ આવવા લાગ્યા હતા.


આ ઉપરાંત તારક મહેતા કા…માં ગોકુલધામના સભ્યો દ્વારા રમવામાં આવતી ગોકુલધામ પ્રિમિયર લીગમાં પણ લોકોને એટલો બધો રસ પડે છે કે જ્યારે જીપીએલ 2 નું સિરિયલમાં આયોજન કરવામાં અવ્યું અને મેચો રમાડવામાં આવી ત્યારે પણ તેમનો ટીઆરપી 3.8 સુધી પહોંચી ગયો હતો.

આ સિરિઝની એક ધારી ઉંચી ટીઆરપીના કારણે બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સ પણ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે અવારનવાર નાનકડું પાત્ર નિભાવીને પોતાની ફિલ્મોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્લેટફોર્મ દ્વારા પ્રમોટ કરતા હોય છે.


ફિલ્મોના પ્રમોશન હેતુથી આ શોમાં શાહરુખખાન અને રોહિત શેટ્ટી પેતાની ફિલ્મ ચેન્નઈ એક્સ્પ્રેસના પ્રમોશન માટે આવી ચુક્યા છે આ ઉપરાંત રિતિક રોશન, સતીશ કૌશિક, અમિતાભ બચ્ચન, વરુણ ધવન, પ્રાચી દેશાઈ, અક્ષય કુમાર, કરીના કપૂર, તેમજ પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સે પણ ગેસ્ટ એપિયરન્સ કર્યો છે.

એક એપીસોડમાં તો સીઆઈડી સિરિઝ કે જેને પણ ભારતના ટેલિવિઝન ઇતિહાસમાં લાંબી સિરિઝ માનવામા આવે છે તેને પોતાની વાર્તા માટે તારક મહેતા… સિરિઝનો સહારો લેવો પડ્યો હતો. જેમાં હીરાની ચોરીની વાર્તા હતી અને હીરાની શોધ માટે તેમણે ગોકુલધામના દરેક ઘરની તપાસ કરી હતી.


તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની વિશિષ્ટ ઉપલબ્ધીઓમાં તેને મનોરંજન માધ્યમ દ્વારા મળવામાં આવેલા અગણિત પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે જેમાં દિશા વાકાણીને એકથી પણ વધારે વાર તેના કોમેડી અભિનય માટે પુરસ્કાર આપવામા આવ્યા છે તો અનેક વાર આ સિરિઝને કોમેડી કેટેગરીમાં બેસ્ટ સિરિઝનો પણ પુરસ્કાર મળી ચુક્યો છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેટલાક અત્યંત મનોરંજક એપિસોડ તો દર્શકોને વારંવાર જોવ ગમે છે.

આ એપિસોડ્સમાંના એકમાં જેઠા લાલ કોઈ ખરાબ શેમ્પુ વાપરે છે અને તેમના માથાના વાળ ઉભાના ઉભા રહી જાય છે અને તેવામાં બબીતાજીની તેમના ઘરમાં એન્ટ્રી થાય છે તે વખતના તેમના ચહેરાના હાવભાવ જોવાની પ્રેક્ષકોને અત્યંત મજા આવે છે.


અને બીજા એક એપિસોડમાં જેઠા લાલ પોતાની હોંશિયારિયો બતાવા બબીતાજીના ઘરે બગડેલી ટ્યુબલાઇટ ઠીક કરવા જાય છે અને તેમને જે ઇલેક્ટ્રીક શોક લાગે છે અને ત્યાર બાદ તેઓ ઇલેક્ટ્રીકના થાંભલા આગળથી પણ પસાર નથી થતાં તેટલા ભયભીત થઈ જાય છે તે એપિસોડે પણ દર્શકોમાં ખૂબ ધૂમ મચાવી હતી.


તારક મહેતા કા… સિરિઝમાં માત્ર લોકોને મનોરંજન જ પુરુ પાડવામાં નથી આવતું પણ મનોરંજનની સાથે સાથે એક સામાજિક સંદેશ પણ કોઈને કોઈ રીતે પહોંચાડવામાં આવે છે. સૌ પ્રથમ સંદેશો તો તેઓ આ સિરિયલ દ્વારા એકતાનો પહોંચાડે છે.


તમે જોયું હશે તો જ્યારે ભીડે કેરીનો વેપાર કરે છે અને મોટી ખોટમાં સપડાઈ જાય છે અને ગોકલધામના તેના પાડોશીઓ તને જે રીતે સાથ આપે છે. તેવી જ રીતે જેઠાલાલ ફરતા ફરતા પાકિસ્તાન પહોંચી જાય છે ત્યારે પણ ગોકુલધામ વાસીઓ એક થઈને જેઠાલાલના કુટુંબ માટે પ્રાર્થના કરે છે.


આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે સ્વચ્છ ભારત અભિયાનની પહેલ કરવામાં આવી ત્યારે પણ તારક મહેતા કા… દ્વારા પણ આ અભિયાનને પુરતા જુસ્સા સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સ્પેશિયલ આ અભિયાનને ડેડીકેટ કરતો એપિસોડ પણ તૈયાર કરવામા આવ્યો હતો. આ ઉપરાંત લોકોને પ્રોત્સાહિત કરવા માટે તેમણે પોતાના તરફથી સ્વચ્છતા પુરસ્કારો પણ આપવાના શરૂ કર્યા હતા.


આ સિરિયલ સાથે આટલા વર્ષ દરમિયાન કંઈ કેટલાએ પાત્રો જોડાયા તો કંઈ કેટલાએ પાત્રો છુટ્ટા થયા. તમને કદાચ યાદ હશે તો રોશન સોઢી પતિ-પત્ની પણ બે વાર બદલાઈ ગયા છે. આ ઉપરાંત ટપુ અને સોનું પણ હવે નવા આવી ગયા છે. તેમજ હંસરાજ હાથીનું ચરિત્ર નિભાવનાર જુના હાથીભાઈનું મૃત્યુ થતાં નવા અભિનેતા હંસરાજ હાથીનું પાત્ર ભજવી રહ્યા છે.


આજે ટપ્પુસેનાનો એક અલગ જ ફેન વર્ગ છે. માત્ર ટપુસેના માટે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કંઈ કેટલાએ એપિસોડ તૈયાર કરવામાં આવ્યા છે. અને ટપુસેનાના નાના ટેણિયાઓ તો જાણે આપણી સોસાયટીના છોકરા હોય તેમ દર્શકોની નજર સમક્ષ જ નાનેથી મોટા થયા છે.


ટીઆરપીમાં ચડતી પડતી આવ્યા કરે છે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો એક ચોક્કસ વર્ગ છે તે એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નથી. આશા છે આ સિરિલ આમને આમ લોકને હસાવતી રહે અને હજુ બીજા સેંકડો એપિસોડ પુરા કરે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version