એક નાનકડી એજ્યુકેશનલ એપે બદલી નાખ્યું આ શિક્ષકનું જીવન ! આજે હજારો લોકોની પ્રેરણા બન્યા છે.

શું તમારા બાળકો બાયજુઝ એપ્લીકેશન પર ગણિત શીખે છે ? તો થોડા જ સમયમાં તેમને ‘ધી લાયન કીંગ’નો સિમ્બા કે પછી ‘ફ્રોઝન’ની રાજકુમારી એના ગણિત શિખવશે અને બાળકો માટે ગણિત વધારે સરળ અને રમુજી વિષય બની જશે.

“બાયજુસ” શબ્દ સાંભળીને તરત જ તમારા મગજમાં શિક્ષણ, એજ્યુકેશનલ મટિરિયલ, ઇઝી લર્નીંગ વિગેરે સંદર્ભો ઘૂમવા લાગશે. પણ કદાચ તમને એ નહીં ખબર હોય કે આ ‘બાયજુસ’ શબ્દ વાસ્તવમાં એક શિક્ષકનું નામ છે. હા, આજે એક નહીને બીજા પેરેન્ટે પેતાના બાળક માટે આ ‘બાયજુસ’ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. કારણ કે આ એપ્લિકેશન દ્વારા તમે તમારા બાળકને સરળ રીતે તેમના ધોરણ મુજબનો અભ્યાસ કરાવી શકો છો.

આજે આ ‘બાયજુસ’ની એડમાં સુપર સ્ટાર શાહરુખ ખાન આવે છે જેને પણ તમે એડમાં ઘણીવાર પંજાબી, મદ્રાસી અને ગુજરાતી પિતા થતો જોયો હશે ! તમને શું લાગે છે તે આ એડ ફ્રીમા કરતો હશે ? ના, તે આ એન્ડોર્સમેન્ટ માટે લે છે તગડી ફી પણ તો પછી આટલી મોટી ફી બાયજુસ વાળા કેવી રીતે ચૂકવતા હશે ? કારણ કે તેમને કરોડોની આવક માત્ર આ એપ્લિકેશન દ્વારા થાય છે. શું તમે બાયજુ રવિંદ્રન કે જેણે આ એજ્યુકેશનલ એપની શરૂઆત કરી તેના વિષે જાણવા માગા છો ?

 

View this post on Instagram

 

A post shared by FAN PAGE (@addicted_to_srk_) on

બાયજુ રવિન્દ્રનનું નામ આજે કરોડોપતિઓમાં બોલાય છે. તાજેતરમાં બાયજુ રવિન્દ્રનની કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડમાં 10 અબજ રૂપિયાનું ફંડિંગ કરવામા આવ્યું છે. અને આ ફંડીગની સાથે જ રવિન્દ્રનની ગણતરી અબજોપતિમાં થવા લાગી છે. આ ફંડીંગના કારણે બાયજુ એપ્લીકેશનને સંચાલિત કરતી કંપનીની કુલ કીંમત 3.92 હજાર કરોડ રૂપિયા ઉપર થઈ ગઈ છે. હાલ રવિન્દ્ર આ કંપનીમાં 21 ટકા ભાગીદારી ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Inspiron✌ (@_inspiron__) on

બાયજુ રવિન્દ્રનનું બાળપણ ગામડામાં વિત્યું. તેમના માતાપિતા પણ તેમની જેમ શાળામાં શિક્ષક હતા. મૂળે તો રવિન્દ્રન એક એન્જિનિયર છે પણ તેમને શિક્ષણનો શોખ હોવાથી તે પોતાના મિત્રોને આઈઆઈએમ તેમજ આઈઆઈટીની પરીક્ષાઓ પાસ કરાવવા અભ્યાસમાં મદદ કરતા હતા. અને તેમનો પોતાનો અભ્યાસ પણ તેઓ જાતે જ કરતા હતા. તેમના ક્લાસરૂમમાં સમાય નહીં તેટલા વિદ્યાર્થીઓ તેમની પાસે ભણવા આવતા હતા છેવટે તેમણે પોતાનો ક્લાસરૂમ સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ પર લઈ જવો પડ્યો અને ત્યાં તેઓ પોતાના વિદ્યાર્થીઓને ભણાવતા.

 

View this post on Instagram

 

A post shared by daily watsup (@dailywatsup) on

ધીમે ધીમે તેઓ એક સેલિબ્રિટિ ટ્યુટર બની ગયા અને વિદ્યાર્થીઓને શીખવવા માટે રોજ વિવિધ શહેરોમાં આવવા જવા લાગ્યા. તેમણે 2011માં થીંક એન્ડ લર્નની સ્થાપના કરી અને ત્યાં તેમણે ઓનલાઇન લેસન્સ આપવાનું શરુ કર્યું. ત્યાર બાદ 2015માં તેમણે પોતાની એપ્લિકેશન લોન્ચ કરી. આજે આ એપ્લિકેશનના સાડા ત્રણ કરોડ સભ્યો છે જેમાંથી 24 લાખ સભ્યો તેમને 10,000થી 12,000 રૂપિયાની વાર્ષિક ફી પણ ચુકવે છે.

 

View this post on Instagram

 

A post shared by Cinético (@cinetico_) on

બાયુજુ રવિન્દ્રન વોલ્ટ ડીઝનીની કંપની સાથે જોડાણ કરી રહ્યા છે અને 2020ની શરૂઆતમા પોતાની સેવાઓને અમેરિકામાં પણ ફેલાવવા જઈ રહ્યા છે. ડીઝની સાથેના કોલોબોરેશનથી આ એપ્સ બાળકો માટે ઓર વધારે મજેદાર બનવા જઈ રહી છે. હવે પહેલા ધોરણથી ત્રીજા ધોરણના બાળકોને માણસો નહીં પણ ધી લાયન કીંગનો સિમ્બા કે પછી ફ્રોઝનની રાજકુમારી ‘એના’ ગણિત અને ઇંગ્લીશ શીખવતા જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Wajid Ali (@waj_artology) on

આ ઉપરાંત આ એપ્લિકેશનમાં આવતી એજ્યુકેશનલ રમતો, વાર્તાઓ, વિડિયો તેમજ પ્રશ્નોમાં પણ આ જ ચરિત્રોનો ઉપયોગ કરવામા આવશે. બાયજુસના સીઈઓ એટલે કે બાયજુ રવિન્દ્રન આ ખ્યાલને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Staff Comunicando (@staffcomunicando) on

રવિન્દ્રન જણાવે છે કે તેમની કંપનીએ ખાસ કરીને તેમની આ એજ્યુકેશનલ એપે ઘણી બધી દિગ્ગજ કંપનીઓના રોકાણકારોને પોતાના તરફ આકર્ષિત કરી છે. જેમાં નાસ્પર્સ વેન્ચર્સ અને ટેનસેન્ટ હોલ્ડીંગ્સ લીમીટેડ થી માંડીને સેક્વિઆ કેપિટલ અને ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગના પત્ની પ્રિસિલા ચેનનો પણ સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by abhishek Sharma 🇮🇳 (@shrmaa.abhishek) on

આજે ભારતના ઇન્ટરનેટ માર્કેટમાં કે.જીથી લઈને 12માં ધોરણ સુધીની એજ્યુકેશન ટેક્નોલોજી સૌથી વધારે વિકસી રહી છે. અને બાયજુસ વૈશ્વક ધોરણે એક હરણફાળ ભરવા જઈ રહી છે. વર્ષ 2020 સુધીમાં બાયજુસની કમાણી 30 અબજ રૂપિયાને પાર કરી શકે તેમ છે. જો તમને યાદ હોય તો ગયા મહિને પૂર્ણ થયેલા વિશ્વ કપમાં પણ બાયજુસ કંપની સહ પ્રાયોજક હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ