એક નાની ભૂલ માતાની – ક્યારેક નાની નાની ગેરસમજ સંબંધોમાં તિરાડ પડવાનું કારણ બની જાય છે…

મૃદુલા બેન અને રાજેશ ભાઈ ને એક દીકરી એક દીકરો સુખી પરિવાર બધા હળી મળી રહે અને મજા કરે. ગામમાં મોભાદાર કુટુંબ રાજેશ ભાઈનું એટલે બીજાં કરતા એમનો માન મોભો થોડો વધુ એટલે હવે વાત છે રાજેશ ભાઈની દીકરી ના લગ્નની એટલે માંગા પણ એવાજ આવે દીકરી પણ દેખાવ માં સુંદર અને ભણેલી અને રાજેશ ભાઈ એ દીકરીને ગામમાં નહી શહેરની શાળા માં અને કોલેજમાં ભણાવી કે દીકરી સારું ભણે અને એવુજ થયું દિકરી સારું ભણી અને નોકરી કરતી થઇ હવે વાત છે એના લગ્નની એટલે એક દિવસ મૃદુલા બેન એને કહે છે બેટા તારા માટે છોકરા જોવાનું ક્યારે ગોઠવીયે તારે રજા હોય ત્યારે બોલાવીશું તું જોઈ લે અને નક્કી કર.


ત્યાંજ મીરાં એટલે મૃદુલા બેનની દીકરી કહે છે મમ્મી મારે લગ્ન હમણાં નથી કરવાના “નથી કરવાના????” કેમ અને મૃદુલા બેનને ધ્રાસકો પડે છે ત્યાંજ મીરાં કહે છે મારે મારી ઓફિસ માં જ એક છોકરો છે જે મને ગમે છે અને મારે એની સાથે લગ્ન કરવા છે પણ કોણ છે??કઈ નાતના છે માણસો કેવા છે એ બધું જોવું પડે બેટા એક દમ કોઈ નિર્ણય ના લેવાય અને એને ઘરે લઇ આવજે એટલે હું અને તારા પપ્પા જોઈ લઈશું.

મીરા અને સમીર સાથે ફરે છે એકબીજાને નજીક થી ઓળખે છે મીરા અને સમીર ની ઓફિસ માં બધાને ખબર છે કે આ બે જણ નું કાંઈક ચાલે છે. હવે મીરા અને સમીર એકબીજાની એટલા નજીક આવી જાય છે કે એકબીજા વગર રહી શકતા નથી બસ મીરાંને સમીર ગમે છે પણ એણે ક્યારેય સમીરના ઘર વિશે કે એના ફેમિલિ વિશે સમીર ને પૂછ્યું નથી.

એક દિવસ રાજેશ ભાઈ કહે છે મીરા મારે સમીરના માતા પિતાને મળવું છે એનું ઘર પરિવાર જોવો છે અને સમીરના ઘરે રાજેશ ભાઈ જાય છે એક નાનકડી ચાલીમાં ઘર બે રૂમ નું ઘર અને 5 નો પરિવાર પિતાની સામાન્ય નોકરી માતા ઘરકામ અને બે બેનો નાં લગ્ન બાકી. રાજેશ ભાઈ દુઃખી મને ઘરે આવે છે અને ત્યાંજ મૃદુલા બેન પૂછે છે જઇ આવ્યા,?? કેવું છે ઘર આપણી મીરા ત્યાં સુખેથી રહેશે તો ખરીને અને ત્યાંજ રાજેશ ભાઈ જોરથી ગુસ્સો કરી બોલે છે કહી દેજે તારી લાડલી ને કાલથી સમીરને ના મળે હવે બધું બંધ જે છોકરી આપણે ત્યા નોકર ચાકર વચ્ચે મોટી થાય તે એક રૂમ રસોડા માં કેમ ની સેટ થશે વિચાર્યુ છે કદી ??સમાજમાં બાપની પ્રતિષ્ટા પ્રમાણે ઘર મળે છે અને આ છોકરી બાપની પ્રતિષ્ટા ને બાજુ મૂકી ત્યાં દુઃખી થવા જાય છે એ તું જોઈ શકીશ મૃદુ અને મૃદુલા બેન સમજી જાય છે અને સાંજે મીરા આવતા બધી વાત જે રાજેશ ભાઈએ કરી તે સમીરના ઘર ની વાત કરે છે અને મીરા રડે છે પણ મમી પપ્પા ના વિરુદ્ધ માં લગ્ન નથી કરવા એટલે બીજે દિવસે ઑફિસ જઇ સમીર ને બધી વાત કરી બંને છૂટા પડી જાય છે.


અહીં રાજેશ ભાઈ ખુશ છે કે મારી દીકરી ને હું સારો છોકરો મારા ઘર જેવું સુખ મળે એવું ઘર હું જાતેજ શોધીશ અને એ શોધવાનું ચાલુ કરે છે મીરાંની વાતો આવવા માંડે છે અને એક સારા ઘરનો દીકરો તેને મળી જાય છે અને દેખાવ સુંદર નોકરી કરતો અને માણસ તરીકે ઉમદા છે અને મીરા એનાથી પ્રભાવી થાય છે અને મીરા હા પાડે છે અને મીરા અને વાસુના લગ્ન લેવાય છે ઘરમાં બધા ખુશ છે પણ ખબર નહી કેમ મૃદુલા બેનને એકવાત નો ડર સતાવે છે કે કંઈ મારી દીકરી આવનાર છોકરાને સાચું કહિ દેશે કે મને તો બીજા છોકરા સાથે લગ્ન કરવું હતું પણ મારા પપ્પા એ ના પડતા મારે છોકરા જોવા પડે છે છે.પણ એ કઈ બોલી શકતા નથી અને ચુપચાપ જેમ ચાલે છે તેવું ચાલવા દે છે અને આખરે લગ્ન નક્કી થાય છે અને એ દિવસ આવી જાય છે જયારે મીરા અને વાસુ નું લગ્ન થાય છે 25 વર્ષ સુધી દીકરી અહીં રહી છે હવે એના વગર ઘર સુનું થશે અને મૃદુલા બેન દીકરીની વિદાય વેળા એ એને એક રૂમ માં લઇ જાય છે અને પોતાને જે ડર છે એ વાત કરે છે


..બેટા.. ધ્યાન થી સાંભળ લગ્ન પછી પોતાનો પતિજ આપણું સર્વસ્વ હોય છે એટલે એને દુઃખ થાય એવી કોઈવાત કરતી ના બધાનું ધ્યાન રાખજે અને બેટા તને કોઈ છોકરો ગમતો હતો અને તારું એની સાથે કંઈક હતું એ વાત તે વાસુને નથી કરી તો હવે કરતી પણ ના એણે પૂછ્યું નથી અને તું કહીશ પણ ના બેટા બધા પુરુષો એમના તરફથી થયેલી ભૂલ ને ભૂલ નથી ગણતા પણ સ્ત્રી તો એમને બેદાગ જોઈએ છે બેટા આજે હું તને મારી વાત કરું છું મને પણ તારી જેમ એક છોકરાં સાથે પ્રેમ થયો હતો હું પણ તારી જેમ એની સાથે લગ્ન કરવા માંગતી હતી પણ માં બાપની આબરૂ અને ઘરનાઓના લીધે મેં પણ મારા માતા પિતા ની આબરૂ રહે એટલે એમના બતાવેલ છોકરા સાથે લગ્ન કર્યા અને મારુ જીવન એમનેજ અર્પણ કર્યું એજ તારા પપ્પા અને આજે આપણે બધા સુખી છીએ અને ત્યાંજ બારણામાં ઉભા રહી બધું જ સાંભળી ચૂકેલા રાજેશ ભાઈ જાણે કંઇજ ના સાભળ્યું હોય તેવો ડોળ કરે છે અને દીકરીને વિદાય કરે છે.

ઘરમાં નીરવ શાંતિ પથરાય છે બધા પોત પોતાના કામ માં લાગી જાય છે અને દીકરી ગયા પછી ઘર સુનું થાય છે એ વાત સાચી લાગે છે અને મૃદુલા બેન રડી પડે છે પણ રાજેશ ભાઈ જાણે કંઈક અલગ થયું હોય તેમ એમ વર્તે છે મૃદુલા બેન જોડે બરાબર વાત કરતા નથી ઘરમાં અતડા અતડા રહે છે જે મૃદુલા બેનને મૃદુ મૃદુ કરતા હતા એ સાવ સુન મૂન ફરે છે મૃદુલા બેનને જોઇ જાણે અજુગતું વર્તન કરે છે અને જે રાજેશ કયારેય ગુસ્સે ના થાય એ વારે વારે ગુસ્સે થાય છે અને મૃદુલા બેન આ બધું ઘણા વખત થી જોવે છે પણ એમને એમ કે દીકરી નો વિરહ કે પછી કામના વધારે પડતા ભાર ને કારણે આવું કરે છે ..અને એક દિવસ તો હદ થઇ ગઈ તેમણે મૃદુલા બેનને કીધું તું ઘરમાંથી નીકળી જા મને તારી જરુર નથી??? અને મૃદુલા બેન કહે છે પણ મારો વાંક શું છે??? એતો કહો અને અને ત્યાંજ રાજેશ ભાઈએ મનમાં ઘર કરી ગયેલી વાત કરી તે મારી સાથે દગો કર્યો છે??

મને અંધારામાં રાખ્યો છે આટલા વર્ષો પછી તું જાહેર કરે છે કે તને પણ કોઈની સાથે પ્રેમ હતો અને પાછી પોતાની દીકરી ને પણ સલાહ આપે છે કે કહેતી ના અને ત્યાંજ મૃદુલા બેન કહે છે એનો મતલબ તમે અમારી બધી વાત સાંભળી એવું ને !!!મેં એમાં કશું ખોટું કીધું નથી જૂની વાતો ને યાદ કરવી અને દુઃખી થવા કરતા નવા વતાવરણ માં સેટ થવું જોઈએ..


અને હા!!! તમારા મગજમાં મારા માટે ખોટી ગેર સમજ છે મેં લગ્ન પછી ક્યારેય કોઈ પુરુષ નો વિચાર કર્યોજ નથી અને એટલેજ હું મારા ઘરમાં ખુશ છું તમને અને બાળકોને ખુશ રાખી શકું છું અને મેં મારો ભૂત કાળ મારા લગ્ન થયા ત્યારે ત્યાંજ મૂકી આવી છું પછી આટલી ઉંમરે તમને મારા પર આવો વહેમ કેમ???અને તમે આજે આટલા વર્ષે આવું કરશો એવું મને ખબર હોત તો હું આ વાત મારી દીકરીને કરતજ ના પણ મને તમારા પર ભરોશો છે માટે મેં આપણી દીકરીને મારુ ઉદાહરણ આપ્યું કે જેથી એ આપણા જેવું જીવન જીવે પણ મને નહોતી ખબર કે તમે આ વાતનું આટલું મોટું સ્વરૂપ આપશો પણ હવે કંઇજ ના થઈ શકે હું ક્યાંય ના જઇ શકું મારા દીકરા દીકરી મોટા છે અને સમજદાર છે મારે ઘરે જમાઇ છે એટલે સામાજિક રીતે મારે અહીંજ રેહવું પડે મારી દીકરીના લગ્ન હંજી હમણાંજ થયા છે અને તમે તમારા મનના ખોટા વેહમને કારણે મને ઘરમાંથી બહાર કાઢી ના શકો લોકો તમારી અને મારી ખરાબ વાતો કરશે અને આ બનાંવેલી આબરૂ એક મિનિટમાં જતી રહેશે એટલે જેવું છે તેવુંજ ચાલવા દો ભલે તમે મારી સામે ના બોલો પણ દુનિયા આગળ પેહલા જેવાજ રહેજો.


ત્યાંજ મીરા નો ફોન આવે છે હેલો મમ્મી શું કરે છે ???હું હનિમૂંન માટે જાવ છું કાલે અમે થાઇલેન્ડ જઈએ છે વાસુ બહુજ સારા છે અને મારો બહુ ખ્યાલ રાખે છે તું ચિંતા કરતી ના અને પપ્પા ને પણ કે જે કે કોઈ ચિંતા ના કરે હું ખુશ છું. દીકરી નો ફોન મુક્તાજ મૃદુલા બેન ચોધાર આશું એ રડી પડે છે અને કહે છે બેટા આ ખુશી માટેજ મેં તને મારી વાત કહી હતી હવે તું ખુશ એટલે હું ખુશ મને મારા પરિણામ ની કોઈ ચિંતા નથી કે મારુ શું થશે મૃદુલા ને એના પરિણામ ની કોઈ ચિંતા જ નથી કારણ એ પોતે સાચી છે અને રાજેશ નો ગુસ્સો અને વહેમ ખોટો છે …..પણ પતિ આગળ વધારે લાચારી બતાવી મારે ગુનેગાર સાબિત થવું જ નથી હું શા માટે દલીલ કરું!!!!!એનો વ્હેમ એની પાસે અને મારી સચ્ચાંઈ મારી પાસે..

મૃદુલા બેન રાજેશ ભાઈ જોડે જીભા જોડી કર્યા વગર પોતાના કામમાં લાગે છે અને મનમાં એકજ વાત વિચારે છે કે કોઈ પણ પુરુષ હોય એ ગમે તેટલા લફરા કરે!!!!!પોતાના ભૂતકાળમાં કેટલીય સ્ત્રી શાથે બોલ્યા હોય અને …અમુક પુરુષ તો પોતાની પત્ની હોવા છતાં ઉપ પત્ની રાખે તોપણ સ્ત્રી બધું એનું ચલાવી લે છે અને …એને ક્યારેય એ વાત નો એહસાસ પણ નથી થવા દેતિ કે એને કોઈની સાથે અફેર છે કે હતો!! એતો બસ પતિનો પ્રેમ અને એનું સાનિધ્ય જ ઈચ્છે છે અને પતિ પુરુષ છે એટલે એને બધો અધિકાર છે અને સ્ત્રી એ આવું કઈ ના કરાય કારણ એ સ્ત્રી છે અને એ આવું બધું કરે તો સમાજ માં બદનામ થાય તો શું????પુરુષ બદનામ ના થાય ….એ પુરુષ છે….એટલે.


ત્યાંજ મૃદુલા ના બાબા નો અવાજ આવે છે મમ્મી મમ્મી !!!!.ક્યાં છે??? બવ ભૂખ લાગી છે ચાલ જલદી જમવાનું આપ અને મૃદુલા વિચારો ના વમળ માંથી બહાર આવી દીકરાને કહે છે…હા બેટા!!!! આવી લાવું પોતાના દીકરા આગળ સહેજ પણ એવું નથી લાગવા દેતા કે એને દુઃખ થયું છે અને એ પોતાના દીકરાની સાથે રાજેસ ને પણ બોલાવે છે નોર્મલ રીતેજ રોજના જેમ અને કહે છે તમે પણ ચાલો જમી લો અને ….રાજેશ એવું માને છે કેવી છે…નફ્ફટ બૈરી જરાપણ અસર નથી. જોને કેવું વર્તે છે જાણે કંઇજ થયું નથી અને રાજેશ જમવા બેસે છે પોતાના દીકરા સાથે અને ..દીકરો બાપને કહે છે કેમ??પા!! આજે એકદમ ચુપ છો ..કોઈ પ્રોબ્લેમ…ના બેટા કોઈ નહી આતો જરાક થાક છે … અને મૃદુલા એમની સામે જોવે છે…અને મનમાં વિચારે છે સારું મારા દીકરા આગળ કોઈ મારી વાત ના કરી નહિ તો દીકરો મને શું સમજત અને એ વાત ને બદલે છે ..અને કહે છે આજે તારી દીદી નો ફોન હતો ખુશ છે જીજુ જોડે અને બહાર ફરવા જાય છે તું ફ્રી થાય તો દી ને ફોન કરજે….અને લાલુ ખાલી હા મોમ… કહે છે અને બધા જમી પરવારી પોત પોતાના રૂમ માં જાય છે.અને મૃદુલા પોતાના પરિવાર માટે પોતાના બાળકો માટે પોતાનું સ્વમાન ગુમાવીને પણ રાજેશ ભાઈ સાથે એજ બેડરૂમ માં સુવા જાય છે..

રાજેસ નો કોઈ પ્રતિભાવ નથી એની તરફ પણ હવે એને એની જરૂર પણ નથી અને બંને અલગ અલગ સુઈ જાય છે હવે આ રોજનું થઇ જાય છે રાજેશની અવગણના દિવસે દિવસે વધતી જાય છે અને મૃદુલા જરા પણ મચક આપ્યા વગર અને મનમાં આ વાત નો ભાર રાખ્યા વગર જીવે છે..બસ એજ રુટિંગ કોઈને પણ અણસાર નથી આવતો કે એ લોકો વચ્ચે કઈ થયું છે .. અને એમને એમ બે માસ થઇ જાય છે અને દીકરી સાસરે થી એક દિવસ માટે ઘરે આવે છે… અને મમ્મી પપ્પા ને મળે છે પોતાના ઘરને જોવે છે અને મમ્મી ને પૂછે છે મમ્મી???હું ગઇ પછી ઘર એવુજ છે કે કઈ બદલાયું ???અને મૃદુલા બેન કહે છે ના બેટા કઈ નહિ બદલ્યું બધુજ એવુંજ છે…….મનમાં વિચારે… ખાલી તારા પપ્પા ના વિચારો???


પણ બોલી શકાતું નથી અને એ આજે દીકરીને ભાવતું ભોજન બનાવી આપે છે અને બધા સાથે જમવા બેસે છે પણ કોણ જાણે આજે દીકરીને ઘરમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે છે અને પપ્પા નો એ આવાજ મૃદુ.ઓ… મૃદુ…અવાજ સાંભળવા મળતું નથી પણ એ કોઈને કઈ પુછતી નથી અને જમીને બધા ..આગળ બેસે છે ત્યાં પણ એક સન્નાટો લાગે છે અને દીકરી સમજી જાય છે.કે કંઈક તો થયું છે..પણ . એ કઈ પુછતી નથી કોઈને અને પોત પોતાના રૂમ માં બધા જતા રહે છે….સવારે લાલુ કોલેજ અને પપ્પા ઓફિસ જાય છે અને માં દીકરી એકલા ઘરે હોય છે ત્યારે દીકરી માં ને પૂછે છે માં મને કેમ એવું લાગે છે કે તારા અને પાપા વચ્ચે કઈ થયું છે પાપા કેમ તને તારા લાડલા નામ મૃદુ મૃદુ થી નથી બોલાવતા.

તું પણ અંદરથી ખુસ હોય તેવું કેમ નથી લાગતું???? માં મને કહે .શું થયું છે…અને…. મૃદુલા બેન કઈ પણ બોલ્યા વગર દ્રુસકે દ્રુસકે રડી પડે છે. અને દીકરી સમજી જાય છે કે માં કોઈ પ્રોબ્લેમ માં છે. અને દીકરી કહે છે માં કેતો ખરી શું વાત છે???અને મૃદુલા કહે છે . બેટા એક વાત ની ગેર સમજ છે તને મેં જતા જતા જે વાત કરી હતી તે તારા પપ્પા એ સાંભળી અને મને ગુનેગાર ગણે છે અને મારી સાથે આવું વર્તન કરે છે જાણે હું એમની કંઇજ નથી અને મારી કોઈ ભૂલ પણ નથી છતાંય એમની બેરૂખી સહન કરવી પડે છે…ઓહહઃ એવી વાત છે મોમ..તું જરાય ચિંતા ના કર તું વફાદાર છે તું પપ્પા ને વફાદાર રહી છે તારા બાળકોમાં સારા સંસ્કાર નું સિંચન કર્યું છે એમને ભણાવ્યા…અને બધી રીતે કાબીલ બનાવ્યા આ બધું એક સારી અને વફાદાર સ્ત્રી જ કરી શકે જે તે કર્યું છે તું પાપાનું ટેન્શન ના લે એ બધું ઠીક થઇ જશે.


દીકરી પોતાના સાસરે જવા નીકળે છે અને મોમ તું સાચી છું તું ચિંતા ના કર એવું કહી જતી રહે છે પણ એને મનમાં એક ભાર રહે છે કે મારા લીધે મારી મોમ ને આ ઉંમરે આવું સહન કરવાનું ….એવો તો એનો કયો ગુનો છે.બસ એણે પોતાની વાત જાહેર કરી એ કે પછી મારા પાપા મારી મમ્મી ને સમજીજ નથી શક્યાં નહોતી ખબર ત્યાં સુધી સાથે રહ્યા એકબીજાં ના પર ભરોસો કરી અને એ વાતને 27 વર્ષ થયા તો પછી આજે કેમ….આ વિશ્વાસ ડગી ગયો…અને એ ઘરે પહોચી …એક કાગળ લખે છે અને એમાં લખે છે.

પપ્પા.. તમારું બદલાયું સ્વરૂપ અને ઘરનું વાતાવરણ જોઈ મને થોડોક તો અંદાજ આવી ગયો હતો કે ઘરમાં કંઈક બન્યું છે પણ પપ્પા શું તમારો પ્રેમ અને વિશ્વાસ આટલો કમજોર છે મમ્મી પ્રત્યે કે એની વાત સાંભળતાજ તમારું માઈન્ડ બદલાય ગયું….એનો મતલબ પપ્પા તમે મમ્મી ને 27 વર્ષ પ્રેમ કર્યોજ નથી !!!ખાલી પ્રેમ કરવાનો ડોળ કર્યો…પપ્પા હવે અમે મોટા થઇ ગયા છીયે અને અમને બધી ખબર પડે છે જ્યાં પ્રેમ અને વિશ્વાસ ના હોય ત્યાં રહેવાનું નકામું પપ્પા તમે મમ્મી ને પ્રેમ આદર ના આપી શકો તો એને સાથે રાખવાનો કોઈ અર્થ નથી ..તમે મમ્મી ને છૂટી કરી દો હુને લાલુ સમજદાર છીયે અને તમારા છુટા થવાથી મારા અને મારા પતિ ના સબંધ માં કોઈ ફર્ક નથી પડવાનો પાપા જે વાત મને કરી મમ્મી એ વાત ની સજા એને મળી પણ પાપા એ વાત મેં મારા પતિ ને પણ કરી એને કહ્યું ..એ વાતો યાદ કરવાની નહિ.


એ તારો ભૂતકાળ હતો હું ભવિષ્ય છુ અને વર્તમાનમાં આપણે જીવવાનું છે તું બધું ભૂલી જા અને મારા તરફથી કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જીવ અને હું એની દીવાની થઇ ગઈ અને મને મારા પતિ પ્રત્યે વધારે પ્રેમ થયો આદર માન થયું. …પાપા સત્યને કેહવું જેટલું અઘરું છે એટલું સમજવું પણ અઘરું છે…અને પાપા મમ્મી લાલુ જોડે સ્વમાનથી રેહવા જતી રેહશે અને રહ્યો સવાલ પૈસા નો તો એ હું મારી બચત જે છે તે એને નામ કરી દઈશ અને લાલુ કમાતો ના થાય ત્યાં સુધી મમ્મી ની જવાબદારી મારી ..બેસ્ટ ઓફ લક પાપા…તમને તમારી વ્હેમ..અને શંકાની જિંદગી મુબારક. દીકરીનો કાગળ ઓફીસ માં કુરિયર થી આવે છે એ જાણી નવાઈ લાગે છે પણ ખોલી વાંચે છે અને વિચારે છે કે શું સાચેજ મારી દીકરી મારા દીકરા અને એની માં ને લઇ જશે ..મારા બાળકો આટલા મોટા અને સમજદાર બની ગયા કે મને સલાહ આપતા થઇ ગયા….

મને લાગે છે આજ જનરેશન ગેપ કહેવાય એક પકડી રાખે ..અને એક જતું કરે…અને જે જતું કરે એ જિંદગીને જીવે..માણે.. કાગળ વાંચી ઘરે જાય છે અને ઘરમાં લાલુ અને મૃદુલા ને ના જોતા ગભરાઈ જાય છે…અને બુમ પાડે છે મૃદુ..મૃદુ ..અને મૃદુલાબેન પાડોસના ઘરમાંથી બહાર આવે છે અને ઘરમાં જઇ કહે છે લાલુ એના મિત્રો ને મળવા ગયો છે અને હું બાજુમાં હતી કોઈ કામ હતું તમારે ….હા મૃદુ મારી દીકરી એ મારી આંખો ખોલી નાખી મેં તારા પાર શક કરી ભૂલ કરી છે મને માફ કરી દે અને હવે પછી જીવનમાં આવી ભૂલ ક્યારેય નહિ થાય …અને મૃદુલા વિચારે છે આમને આજે શું થઇ ગયું છે …અને મારી દીકરી એ એવું તો શું કીધું કે આ એકદમ બદલય ગયા.


અને ત્યાંજ રાજેશ દીકરીના કાગળ ની વાત કરે છે અને મૃદુલા બેન વિચારે છે બેટા તું એટલી બધી સમજદાર થઇ ગઈ કે બાપને સમજાવ્યા …..કદાચ દુનિયામાં બાપને સમજાવાનું કામ દિકરીથી વધારે સારું કોઈ ના કરીશકે…અને રાજેશ મૃદુલાનો હાથ હાથ માં લઇ કહે છે મૃદુ મને છોડીને તો નહિ જાયને????? અને મૃદુલા કહે છે આ ઉંમરે તમને છોડી ક્યાં જાવ??? અને અબોલા તૂટી જાય છે અને બંને એકમેક માં …સમાઈ જાય છે અને ત્યાંજ દીકરી જમાઇ અને લાલુ સાથેજ ઘર માં પ્રવેશ કરેછે અને બંને નું મિલન જોઈ ..ખુશી થી તાળિયોના આવાજ થી બંને ને વધાવે છે. અને ઘરનું વાતાવરણ પેહલા જેવુંજ પ્રેમ ભર્યું ફરીથી થઇ જાય છે.

ક્યારેક નાની અમસથીજ ગેર સમજ છુટાછેડા નું કારણ બની જાય છે ..અને જો શંકાનું સમાધાન કરવામાં આવે તો ..ઘણા ઘરો…પરિવાર બચી જાય

લેખક : નયના નરેશ પટેલ.

આપના વિચારો અમને જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.