એક મીઠાઈવાળો જેણે બનાવી છે ભારતની આ મોટી પ્રાઇવેટ યુનિવર્સીટી, જ્યાં ભણે છે ૩૫ દેશોના વિદ્યાર્થીઓ.

ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવાવાળી યુનિવર્સીટી પોતાના માં જ ખૂબ ખાસ છે. આની સફળતાનાં કિસ્સા કોઈના માં પણ ઉત્સાહ ભરવા માટે પૂરતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે પંજાબની મુલાકાતે છે. અહીંયા તેમણે જાલંધરમાં ૧૦૬મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કર્યું અને આ અવસરે વિદ્યાર્થીઓને સંબોધિત પણ કર્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી ગુરુદાસ પુર રવાના થશે જ્યાં તેઓ એક આમ સભાને સંબોધિત કરશે. આ વખતની ભારતીય કોંગ્રેસ વિજ્ઞાનની થીમ ‘ ભવિષ્યનું ભારત- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી’ છે. આ ૩ થી ૭ જાન્યુઆરી સુધી ચાલશે. આનું આયોજન લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી તરફથી કરવામાં આવ્યું છે. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરનારી યુનિવર્સીટી પોતાના માંજ ખૂબ ખાસ છે. આની સફળતાનાં કિસ્સા કોઈના માં પણ ઉત્સાહ ભરવા માટે પૂરતા છે. જાણીએ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીની સફળતાની કહાની.:

એક નાના ગામથી જોડાયેલી છે જડો:

ભારતમાં સફળતા મળ્યા પછી લોકોને સાંભળવા મળે છે કે લાડવા ખવડાવો. અને માંગવામાં આવે છે લાડવા. પરંતુ સુજાતનગરના મિત્તલ પરિવાર સાથે આવુ ના થયું. તેમના જીવનમાં લાડવા પેહલા આવ્યા અને સફળતાની મીઠાસ પછી. સુજાતનગર જયપુરની પાસે એક નાનુ ગામ છે. આ મિત્તલ પરિવાર આજે લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી(LPU) ના મલિક છે. આ યુનિવર્સીટીમાં આજે ૩૦૦૦૦થી પણ વધારે વિદ્યાર્થી એનરોલ છે. આ સાથે જ પુરા પંજાબમાં આ પરિવારના કેટલાય બિઝનેસ શરૂ છે. પરંતુ આજે પણ તેમનો પરિવાર લવલી હલવાઈના પરિવારના નામે જાણીતા છે અને એમને આ વાત પર ગર્વ છે.

વિભાજન પછી ભારત આવ્યું પરિવાર.

અશોક મિત્તલના પિતા બલદેવ રાજ મિત્તલ ૧૯૪૭માં પાકિસ્તાનના સિયાલકોટ થી જાલંધર આવ્યા અને અહીંયા રક્ષા ઠેકેદારનું કામ કરવા લાગ્યા. એકવાર તેમણે ઇન્ડિયા ટુડે પત્રિકાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ અમારું પરિવાર ક્યારેય પણ પ્રયોગ કરવાથી, નવી રાહ પર ચાલવાનું જોખમ ઉઠવાથી નથી બચી શકતું.’

બલદેવ રાજે ૧૯૬૧માં પોતાના મિત્ર પાસેથી ૫૦૦ રૂપિયા ઉધાર લઈને જાલંધરમાં મીઠાઈની દુકાન શરૂ કરી. તેનુ નામ રાખવામાં આવ્યું લવલી સ્વીટ્સ. અશોક મિત્તલએ જણાવ્યું હતું કે તેમની ઓળખ બની સાફ સુથરી અને ઢાંકી રાખેલી મીઠાઈઓ. જેનાથી તેમની દુકાન પોપ્યુલર થવા લાગી અને વર્ષ ૧૯૬૯ સુધી શહેરમાં ૩ દુકાનો ખોલી દીધી. ખરેખર આ કામ સરળ ના રહ્યું અને અશોકના કેહવા અનુસાર તેમના પિતા બલદેવ રાજે આ માટે ખૂબ મહેનત કરી.

બજાજ સ્કૂટર અને મારુતિ કારે વધાર્યો કારોબાર.

અશોક જણાવે છે કે તેમણે કારોબારીના ગુણ પણ પિતા પાસેથી જ શીખ્યા છે. તેને શીખવા માટે તેઓ હંમેશા તેમની સાથે સાથે જ રહેતા હતા. અશોક જણાવે છે કે ૧૯૯૧માં જ્યારે તેમણે બજાજ સ્કૂટરની ડીલરશીપ માટે એપ્લાય કરી હતી તો બજાજે તેમની એપ્લિકેશન એમ કહીને રદ કરી હતી કે બજાજની હાલત હજી એટલી ખરાબ નથી થઈ કે લાડવા વેચવાળાને પોતાની ડીલરશીપ આપે. અશોકના જ અનુસાર પરંતુ જ્યારે બજાજવાળા જાલંધર આવ્યા અને તેમને અમારી કારીબારી ક્ષમતાની ખબર પડી તો તેમણે અમને ડીલરશીપ આપી દીધી.

ત્યારબાદ પરિવારને ૧૯૯૬માં મારુતિની ડીલરશીપ પણ સોંપી દીધી. જેને પંજાબમાં ખૂબ સફળતા મળી. તેઓ કહે છે કે પંજાબમાં અવ્વલ આવ્યા પછી અમે પુરા ઉત્તર ભારતમાં ફેલાઈ ગયા.

મંદિર કે ધર્મશાળાને બદલે ખોલી યુનિવર્સીટી.

બિઝનેસ ખૂબ સારી રીતે ચાલી નીકળ્યા પછી આ પરિવાર સમાજ માટે સારું લક્ષ લઈને લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી(LPU)ની સ્થાપના કરી. તેઓ કહે છે કે તેમને ધર્મશાળા, મંદિર કે વૃદ્ધાશ્રમ ખોલવા વિશે પણ વિચાર્યું હતું પરંતુ શિક્ષણનું મહત્વ સમજતા હોવાથી તેમણે યુનિવર્સીટી વિશે વિચાર્યું. અશોક જણાવે છે કે પ્રાઇવેટ સ્કૂલોનું તંત્ર પહેલેથી જ મજબૂત હતું પરંતુ ઉચ્ચ શિક્ષા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ના હતી, એટલે જ તેમણે આ નિર્ણય કર્યો.

૨૦૦૧માં તેમણે પોતાનું સંસ્થાન શરૂ કર્યું અને તેને પંજાબ ટેક્નિકલ યુનિવર્સીટી(PTU)થી સંબંધિત કરી દીધી. તે જ વર્ષે યુનિવર્સીટીના ત્રણ શીર્ષ સ્થાનો પર તે જ યુનિવર્સીટીના છાત્રો રહે, જ્યાર પછી યુનિવર્સીટી ચર્ચામાં આવી.

૬૦૦ એકરમાં ફેલાઈ યુનિવર્સીટીમાં ભણે છે ૩૦૦૦૦ વિદ્યાર્થીઓ.

ત્યારપછી ૨૦૦૩ માં તેમણે પોતે યુનિવર્સીટીના દરજ્જા માટે પંજાબ સરકારને વિનંતી કરી. વર્ષ ૨૦૦૫માં LPU ને યુનિવર્સીટીનો દરજ્જો મળી ગયો. અહીંયા વર્તમાનમાં દુનિયાના ૩૫ થી વધુ દેશો માંથી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ત્યાં જ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦૦૦થી પણ વધારે છે. અશોક કહે છે કે અમારા માટે સંખ્યા મહત્વની નથી, અમારું લક્ષ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર નું શિક્ષણ આપવાનું છે.

આ યુનિવર્સીટીની ખાસિયત તેનું કેમ્પસ પણ છે, જે ૬૦૦એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા ૩૫૦૦થી વધુ એકેડેમિક સ્ટાફ કામ કરે છે. UGC માન્યતા પ્રાપ્ત આ યુનિવર્સીટીમાં ડિપ્લોમા, ગ્રેજ્યુએશનથી લઈને ડૉક્ટરેટ સુધી ૨૦૦થી વધુ કોર્ષ સંચાલિત થઈ રહ્યા છે.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા,  ઇંગ્લેન્ડ, કેનેડા, સિંગાપુર, સ્વિત્ઝર્લેન્ડ, બ્રાઝીલ, ચીન, સ્પેન અને પોલેન્ડની પ્રતિષ્ઠિત યુનિવર્સીટીસની સાથે LPUની સાજેદારી છે.૨૦૧૩માં આ યુનિવર્સીટીને બેસ્ટ પ્રાઇવેટ યુનિવર્સીટીનો એવોર્ડ મળી ચુક્યો છે.

આ સિવાય LPUએ કેમ્પસની આસપાસના ૫૦થી વધુ ગામોને દત્તક લીધા છે. અહીંયા તે સ્વાસ્થ્ય અને શૈક્ષણિક શિબિર લગાવે છે. આ સમૂહ લુધિયાના ના જેલ કેદીઓને પણ નમકીન વગેરે ખાદ્યપદાર્થ બનાવતા શીખવાડે છે. રિટેલના ક્ષેત્રમાં પણ ઝંપલવાની યોજના પણ બનાવી રહ્યા છે.