આઈપીએસ એન. અંબીકાની આઈપીએસ બનવા સુધીની સફરની પ્રેરણાત્મક વાત

ભારતમાં ઘણા બધા એવા આઈએએસ તેમજ આઈપીએસ છે જેઓ અવરનવાર પોતે આ સ્થાન પર પહોંચવા માટે કરેલી મહેનથી યુવાનોને પ્રેરણા આપતા આવ્યા છે. પણ કેટલાક આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ એટલી બધી પડકાર જનક સ્થીતિમાં આ મુકામ પર પહોંચ્યા હોય છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો.

એન અંબીકા તેમાંના જ એક છે. તેમના લગ્ન માત્ર 14 વર્ષની ઉંમરમાં કરી દેવામાં આવ્યા હતા. તેમના પતિ તામિલનાડુના ડીન્ડીકાલમાં પોલીસ કોન્સ્ટેબલ હતા. માત્ર 18 વર્ષની ઉંમરમાં તો તેણી બે દીકરીઓના માતા બની ગયા હતા.

પોતાના પતિ તામિલનાડુ પોલિસમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત હોવાથી તેમને એક દિવસ સવારે વહેલાં જ પરેડમાં હાજરી આપવા માટે જવાનું હતું. આ પરેડમાં તેમના ઉપરીઓ જેમ કે આઈજી, ડીજી વિગેરે પણ હાજરી આપવાના હતા. પતિ સાથે અંબિકા પણ આ પરેડ જોવા ગયા હતા. પણ આ પરેડમાં તેમણે જે જોયું તેનાથી તેમને પણ જીવનમાં કંઈક કરી બતાવવાની ઇચ્છા જાગી. તેમણે જોયું કે પરેડમાં સૌથી વધારે માન આ ઉચ્ચ અધિકારીઓને મળતું હતું.

તેઓ જ્યારે પતિ સાથે પાછા ફર્યા ત્યારે તેમણે કુતુહલતાથી તેમના પતિને પુછ્યું કે આ આઈ.જી અને ડી.જીને આટલું બધું સમ્માન કેમ આપવામાં આવે છે ત્યારે તેમના પતિએ તેમને જણાવ્યું કે તે બધા ઉચ્ચ અધિકારીઓ પ્રથમ રેન્કના અધિકારીઓ છે માટે તેમને આટલું બધું માન આપવામાં આવે છે. અને બસ તે સાંભળીને તેમના મનમાં પણ તેવું માન હાંસલ કરવાની તીવ્ર ઇચ્છા જાગી ગઈ.

પણ આવી પોસ્ટ પર પહોંચવા માટે તો તમારી પાસે પુરતું ભણતર હોવું જોઈએ. જે અંબિકા પાસે નહોતું. તેમના ખુબ જ નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવ્યા હોવાથી તેમણે પોતાનું એસએસસી પણ પુરું નહોતું કર્યું. પણ તેમણે પોતાની આ ઇચ્છા તેમના પતિને જણાવી અને તેમના પતિએ તેમાં તેમનો પુરો સાથ આપ્યો. અને તેમને એક્સ સ્ટુડન્ટ તરીકે એસએસસી કરી લેવા કહ્યું, ત્યાર બાદ તેમણે તેમનો ઉચ્ચ અભ્યાસ અને ડીગ્રી પણ એક્સ સ્ટુડન્ટ તરીકે જ મેળવી.

પછી તેમણે પોતાના પતિને અરજ કરી કે તેણી આઈપીએસના કોચીંગ માટે ચેન્નઈ શીફ્ટ થવા માગે છે. પણ અંબિકાના પતિ વાસ્તવમાં એક ઉત્તમ જીવનસાથી હતી તેમણે પત્નીના સ્વપ્નને પોતાનું સ્વપ્ન બનાવી લીધું . તેમણે તરત જ તેમની ચેન્નઈ જવાની અને ત્યાં રોકાવાની તૈયારીઓ શરૂ કરી દીધી.

ઘણા બધા પ્રયાસો છતાં અંબિકા આઈપીએસ ક્લિયર કરવામાં નિષ્ફળ રહ્યા. તેમણે ત્રણ વાર પ્રયાસ કર્યો અને નિષ્ફળ રહ્યા છતાં તેમના પતિ તેમની સાથે જ રહ્યા. તેમણે પત્નીને જણાવ્યું કે કંઈ વાંધો નહીં હું રીટાયર થઈશ ત્યાં સુધી મારા ખભા પર પણ બે સ્ટાર તો આવી જ જશે.

અંબિકાએ પતિની આ વાત ખુબ જ ધ્યાનથી સાંભળી અને ફરી તેમની પાસે એક વર્ષનો સમય માગ્યો. જો હવે તેણી પાસ નહીં થાય તો તેણી પાછી આવી જશે અને કમસે કમ તેણી પોતાના ભણતર સાથે શાળામાં તો શીક્ષક તરીકે જોબ મેળવી જ લેશે. પણ ચોથા પ્રયત્ને અંબિકાએ આઈપીએસની પ્રિલિમ, મુખ્ય પરિક્ષા અને ઇન્ટર્વ્યુ પાસ કરી લીધા.

આજે અંબિકા મુંબઈના નોર્થ 4 ડીવિઝનમાં ડીસીપી તરીકે ફરજ બજાવે છે. અંબિકા પાસે આગળ નહીં વધવા માટે ઘણા બહાના હતા. તે કહી શક્યા હોત કે તેમના માતાપિતાએ તેમના નાનપણમાં જ લગ્ન કરાવી દીધા હોવાથી તેણી ભણી ન શક્યા અને તેના કારણે જ તે જીવનમાં કંઈ જ ન કરી શક્યા. પણ તેમણે તેવું કશું જ ન કર્યું. તે તો પોતાના લક્ષને વળગી જ રહ્યા.

આજે અંબિકા યુવાનો-યુવતિઓ તેમજ મેરિડ સ્ત્રીઓ માટે પણ એક રોલ મોડેલ બની ગઈ છે. જો તમારા મનમાં પણ કંઈ કરવાની ઇચ્છા હોય તો તેને પામવા માટે તમારે તેને મક્કમતાથી વળગી રહેવાનું છે અને અથાગ પરિશ્રમ કરવાનો છે. પછી તમારુ લક્ષ પામતા તમને કોઈ જ નહીં રોકી શકે.

(તસ્વીરો પ્રતિકાત્મક છે)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ