કામવાળી બાઈ હતી એ અને અચાનક એક દિવસ બદલાઈ ગયું એનું જીવન, થયો ચમત્કાર…

કહેવાય છે કે, નસીબ બદલતા વાર નથી લાગતી. ઉપરવાળો જ્યારે પણ આપે છે, તો છપ્પર ફાડીને આપે છે. આજે અમે તમને જે મહિલા વિશે બતાવવા જઈ રહ્યાં છે, તેની જિંદગી માટે આ લાઈનો એકદમ પરફેક્ટ ફીટ થાય છે. જી હા, આ મહિલાનું નસીબ કંઈક એવી રીતે ચમકી ગયું કે તે જમીનથી સીધી જ સિતારાની જેમ આકાશમાં ચમકવા લાગી. તેની કહાની જાણ્યા બાદ તમને પણ નસીબ પર ભરોસો થવા લાગશે.
ઘરેલું હેલ્પર એટલે કે કામવાળી બાઈનું કામ કરતી કમલાને ખબર ન હતી કે, એક દિવસ તેનું નસીબ પલટાઈ જશે. પહેલાં કમલા ઘરોમાં જઈને ઝાડુપોતું કરતી હતી, પણ આજે ન માત્ર તેની જિંદગી બદલાઈ ગઈ છે, પરંતુ તેનું કામ પણ બદલાઈ ગયું છે.

મોડલિંગ કરે છે કમલા

જી હા, તમે સાચું જ સાંભળ્યું કે, કમલા હવે મોડેલિંગ કરે છે. તે હવે એવી મોડલ બની છે, જે મોટી મોટી મોડલ્સને પણ ટક્કર આપી રહી છે. ક્યારેક કચરા-પોતું કરનારી કમલા આજે ફેમસ મોડલ બની ચૂકી છે.
લોકોના ઘરોમાં કામ કરીને કમલા પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ એક દિવસ તેની કિસ્મત ચમકી ગઈ. ફેશન ડિઝાઈનર મંદીપ નેગીએ તેને કામવાળી બાઈથી મોડલ બનાવી દીધી. કમલા પર શેડ્સ ઓફ ઈન્ડિયાની ફેશન ડિઝાઈનર મંદીપ નેગીની નજર પડી. મંદીપે પોતાની નવી ફેશન કલેક્શન માટે નવી મોડલ શોધી રહી હતી. તેમને એકદમ ફ્રેશ ચહેરો જોઈતો હતો. તેઓ પોતાના કલેક્શન માટે કોઈ પ્રોફેશનલ મોડલ લેવા માંગતા ન હતા.

મંદીપની નજર જ્યારે કમલા પર પડી તો તેને જ પોતાની મોડલ બનાવવાનું વિચાર્યું. મંદીપ કહે છે કે, દરેક મહિલને પોતીકી સુંદરતા હોય છે. કમલામાં તેમને એ સૌંદર્ય જોવા મળ્યું અને તેમણે તેને મોડલિંગ માટે તૈયાર કરી લીધી. પહેલાં તો કમલાએ આ કામ કરવા ના પાડી દીધી. પરંતુ બાદમાં તે માની ગઈ હતી.

કામવાળી બાઈની કિસ્મત બદલાઈ ગઈ

હવે તમે ખુદ જ સમજી શકો છો કે કામવાળી બાઈમાંથી મોડલ બનેલી કમલાની કિસ્મત અને જિંદગી કેટલી બદલાઈ ગઈ હશે. જ્યારે ડિઝાઈનરે કમલાને મોંઘા કપડા પહેરાવીને તેને મેકઅપ કરાવ્યો, તો તેઓ ખુદ પણ તેને ઓળખી શક્યા ન હતા. તેમને એ વિશ્વાસ ન થયો કે, તે આટલી સુંદર પણ લાગી શકે છે. આજે કમલા મોડલિંગ માટે પોઝ આપે છે, તો દિગ્ગજ મોડલ્સને પણ ટક્કર આપે છે.
કમલા ખુદ ડિઝાઈનર મંદીપ નેગીના ઘર પર કામવાળી બાઈનું કામ કરતી હતી અને મંદીપે તેને પોતાના ઘર પર કામ કરતાં જોઈ તો તેમને લાગ્યું કે તેમની નવા મોડલની શોધ અહીં પૂરી થાય છે.

આજે કમલાને પણ ખુદ પોતાના નસીબ પર વિશ્વાસ નથી આવતો. તેને આ બાદ અન્ય મોડલિંગના કામ પણ મળવા લાગ્યા. જેનાથી તેનું જીવન આખેઆખું બદલાઈ ગયું છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.