જો લાંબો સમય બેસીને કરશો કામ, તો થોડા જ દિવસોમાં દોડવુ પડશે દવાખાને

લાંબો સમય એકધારો બેસવું આરોગ્ય માટે હાનિકારક છે.

image source

શું તમારું કામ એવું છે કે જેમાં તમારે લાંબા સમય માટે કલાકોના કલાકો એક જગ્યાએ બેઠા રહેવું પડે ?

જો હા,તો તમારે ચેતી જવાની જરૂર છે.કારણ વૈજ્ઞાનિક તથ્યો જણાવે છે કે એકધારા લાંબો સમય બેઠા રહેવુ આરોગ્ય માટે હાનિકારક છે. કામ કરતી વખતે થોડા સમયે વચ્ચેથી ઊભા થઈને થોડી મોમેન્ટ આપવી જોઈએ જેનાથી શરીર ફ્લેક્સિબલ રહે છે અને સ્નાયઓનું અકડાઈ જવું, સાંધાના દુખાવા તેમજ મેદસ્વિતાથી પણ બચી શકાય છે.

image source

લાંબો સમય બેઠા રહેવાથી કઈ પ્રકારના નુકસાન થાય છે એના ઉપર થોડી નજર નાખીએ.

ગરદનનો દુખાવો

કોમ્પ્યુટર કે લેપટોપ પર લાંબો સમય કામ કરતા બેઠા રહેવાથી ગરદનના દુખાવાની સમસ્યા થાય છે. લાંબે ગાળે તે શરીરના પોશ્ચરને પણ બગાડે છે ઉપરાંત તેમાંથી સ્પોન્ડીલાઈટીસ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.

image source

કોમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરતી વખતે આપણે બેઠા છીએ તેનાથી તેનું આઈ લેવલ કઈ પ્રકારે છે તે ખાસ ચકાસવું.કોમ્પ્યુટર કે લેપટોપ ની પોઝીશન આપણી આઈ લેવલની બરાબર સામે રાખી ટટ્ટાર બેસવાની ટેવ પાડવી ઉપરાંત કામ કરતા કરતા વચ્ચેથી ઊભા થઈને બે ચાર આંટા મારવા અને ગરદનની થોડી એક્સરસાઇઝ પણ કરતા રહેવી.

પીઠનો દુખાવો

image source

પીઠના દુખાવાની સમસ્યા પણ લાંબો સમય બેઠા રહેવાથી સર્જાતી સમસ્યા છે. એ પણ શરીરના પોશ્ચરને તો અસર કરે જ છે પરંતુ કરોડરજ્જુ માટે પણ ગંભીર સમસ્યા સર્જે છે.

સતત બેઠા રહેવાથી કરોડરજ્જુ પર પણ દબાણ આવે છે અને નીચેની બાજુ પીઠના દુખાવાની સમસ્યા પણ ઊભી થાય છે માટે લાંબો સમય બેસીને કામ કરવાનું હોય ત્યારે થોડી થોડી વારે આટા મારતા રહેવા એટલું જ નહીં પરંતુ વચ્ચેથી થોડીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ માટે પણ સમય કાઢવો.

image source

થોડી થોડી વારે શરીરને સ્ટ્રેચ કરતા રહેવાથી સ્નાયુઓ હળવા બને છે, શરીર ફ્લેક્સિબલ રહે છે અને થાક દૂર થાય છે.

હાડકા નબળા પડે છે

image source

બોન મીનરલ રિસર્ચના અભ્યાસ મુજબ સતત બેઠા રહેવાથી શરીરની પ્રવૃત્તિઓ પર અસર પડે છે, જેને કારણે હાડકામાં મળતા minerals માં પણ ઘટાડો થાય છે .આ એક ગંભીર સમસ્યા છે કારણકે હાડકાને મળતા પોષક તત્વો જ્યારે ઓછા થાય ત્યારે હાડકા નબળા પડે છે.

સતત બેસીને કામ કરનારા વ્યક્તિએ તેના આહાર માટે અત્યંત સજાગ રહેવું જોઈએ અને આહારમાં હાડકાંને મજબૂત કરે તેવા ખોરાકને સ્થાન આપવું જોઈએ.દૂધ ઉપરાંત યોગ્ય માત્રામાં શાકભાજી અને ફળનો પણ ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. તેમજ નિયમિત કસરતની પણ ટેવ પાડવી જોઈએ.

image source

ચરબી જમા થાય છે.

શારીરિક કસરત વગરનું બેઠાડુ જીવન ધીરે-ધીરે શરીરમાં ચરબી જમા કરે છે. ઉપરાંત કસરતના અભાવને કારણે જમા થયેલી ચરબી બર્ન થતી નથી તને કારણે ઓબેસિટીની સમસ્યા સર્જાય છે અને ઓબેસિટી માંથી બીજા ઘણા જ રોગ થવાની સંભાવના છે.મેદસ્વિતા કોલેસ્ટ્રોલ ,બ્લડ પ્રેશર અને ડાયાબીટિઝને આમંત્રિત કરે છે.વધુ પડતું વજન ઘણા રોગનું મૂળ બની શકે છે.

image source

ઇન્સ્યુલિન પ્રોબ્લેમ

એક્ટિવિટી લેવલ ઈન્સ્યુલીનના કામને પણ અસર કરે છે. એટલે બેઠાડું જીવનને કારણે ઇન્સ્યુલિનની એક્ટિવિટી પર પણ આડઅસર ઊભી થાય છે.લોહીમાં શર્કરાની માત્રા મેઇન્ટેનન્સ કરનાર insulin hormone મેટાબોલીઝમ પ્રોસેસ ઉપર કામ કરે છે.જો insulinના કાર્યમાં ગરબડ ઊભી થાય તો ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે.

image source

સતત બેઠા રહીને કામ કરવું આરોગ્યપ્રદ નથી માટે કામ કરતી વચ્ચે વચમાં થોડી થોડી હળવી કસરત કરવી, વચ્ચેથી ઊભા થઈને થોડાક આટા મારવાથી અને શરીરને સ્ટ્રેચ કરતા રહેવાથી ઉપર જણાવેલા ગંભીર પરિણામો થી બચી શકાય છે.

એટલું જ નહીં તેને ઘણો લાંબો સમય બેસીને કામ કરવું પડતું હોય તેવી વ્યક્તિએ તેની દૈનિક ક્રિયામાં વોકિંગ, સાયકલિંગ,સ્વિમિંગ અથવા તો અન્ય અનુકૂળ હળવી કસરતો સામેલ કરવી જોઈએ

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ