જલ્સા કરોને જેંતીલાલ

આ અભિનેત્રીઓ માત્ર એક આઇટમ સોન્ગ્સના લાખો રૂપિયા ચાર્જ કરે છે.

આઇટમ સોન્ગ્સમાં સૌથી વધારે વેતન મેળવતી 10 અભિનેત્રીઓ

ઘણા લોકોની એવી માનસિકતા હોય છે કે જો ચલચિત્રમાં આઇટમ સોન્ગ હોય તો તે ચોક્કસ બોક્ષ ઓફિસ પર ધૂમ મચાવે છે. આપણને નથી ખબર તે કેટલી હદે સાચી વાત છે, પણ હાલ મોટા ભાગના ચલચિત્રોમાં આઇટમ સોન્ગ હોય છે.

બોલિવૂડ એ જાકજમાળની દુનિયા છે. વિશ્વ હવે ખુબ જ ઝડપી ગતીએ બદલાતું રહે છે. પહેલાં આપણે એ સાંભળીને ચોંકી જતાં હતાં કે જે તે અભિનેત્રીએ સંપૂર્ણ ફિલ્મ કરવાના કેટલાક કરોડ રૂપિયા લીધા, પણ હવે આપણે તે બાબતને ખુબ જ સામાન્ય રીતે લઈએ છીએ, કારણ કે હવે તેટલો જ એમાઉન્ટ માત્ર આઇટમ સોન્ગ કરવા માટે મળે છે.

તો ચાલો જાણીએ એવી 10 અભિનેત્રીઓ વિષે જેણે માત્ર આઇટમ સોન્ગ કરવા માટે કરોડો રૂપિયા વળતર મેળવ્યું છે !

1. સોનાક્ષી સિન્હા

‘બોસ’ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા લિડ રોલમાં હતી. તેણે આ ફિલ્મમાં ‘પાર્ટિ ઓલ નાઇટ’ નામનું પાર્ટિન નંબર કર્યું, એવા અહેવાલ છે કે આ સેન્ગ માટે તેણે 6 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

2. મલાઈકા અરોરા

મલાઇકા અરોરા, તેણે અસંખ્ય આઇટમ સોન્ગ્સ કર્યા છે. તેણી પોતાના બોલ્ડ ડાન્સ મૂવ્ઝ માટે જાણીતી છે. ‘હાઉસફુલ 2’ મૂવીના ‘અનારકલી ડિસ્કો ચલી’, નામના આઇટમ સોન્ગ માટે તેણીને રૂ. 1 કરોડની મોટી રકમ ચૂકવવામાં આવી હતી.

3. બિપાશા બાસુ

બિપાશા બાસુએ પ્રખ્યાત આઇટમ સોન્ગ ‘બીડી જલઈ લે’ કર્યું હતું જેના માટે તેણીને 60 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, અને હાલ તેણી એક આઇટમ સોન્ગના રૂ. 1 કરોડ વસૂલે છે.

4. સન્ની લિયોની

સન્નિ લિયોની પેતાના બોલ્ડ સોન્ગ્સ તેમજ આઇટમ નંબર માટે જાણીતી છે. તેણીનું સુપર ડુપર હિટ સોન્ગ ‘બેબી ડોલ’, એ દરેક પાર્ટીમાં ચારચાંદ લગાવી દેતું હતું. જો કે તેણીએ તે સોન્ગ માટે એક રૂપિયો પણ ચાર્જ નહોતો કર્યો. પણ તેણીને જે લોકપ્રિયતા હાંસલ થઈ ત્યાર બાદ તેણી દરેક આઇટમ નંબરના રૂ. 3 કરોડ વસૂલે છે.

5. જેક્લિન ફર્નાન્ડિઝ

પ્રભુદેવાએ એક ફિલ્મ બનાવી હતી ‘રમૈયા વસ્તાવૈયા’, જેમાં ગિરીશ કુમાર લિડ રોલમાં હતો. આ ફિલ્મનું એક ગીત હતું ‘જાદુ કી જપ્પી’ જેમાં જેક્લિન ફર્નાન્ડિઝે પ્રભુદેવા સાથે પર્ફોમ કર્યું હતું. તે માટે તેણીને 40 લાખ ચુકવવામાં આવ્યા હતા.

6. ચિત્રાંગદા સિંઘ

ચિત્રાંગદાએ ફિલ્મ ‘ગબ્બર ઇઝ બેક’માં ‘આઓ રાજા’ સોંગમાં બોલ્ડ પર્ફોમન્સ આપ્યું હતું. તેણીને તેના માટે રૂ. 80 લાખ ચૂકવવામાં આવ્યા હતા.

7. કરિના કપૂર ખાન

આમ તો કરિના કપૂરે ફિલ્મ દબંગ ટુમાં ‘ફેવિકોલ સે’ આઇટમ સોન્ગ ફ્રીમાં કર્યું હતું, પણ તેની બહુ ગાજેલી ફિલ્મ ‘હિરોઈન’નું આઇટમ સોન્ગ ‘હલકટ જવાની’ માટે તેણીએ રૂ. 5 કરોડની અધધ રકમ ચાર્જ કરી હતી.

8. મલ્લીકા શેરાવત

મલાઈકા શેરાવતે ‘ડબલ ધમાલ’ કોમેડી ફિલ્મમાં ‘જલેબી બાઈ’નામનું સુપર હોટ સોન્ગ કર્યું હતું. જે માટે તેણીએ રૂ. 1 કરોડ ચાર્જ કર્યા હતા.

9. નર્ગિસ ફખરી

‘ધતિંગ નાચ’ એ પાર્ટીઓમાં આજે પણ ખુબ વાગતું અતિ લોકપ્રિય સોંગ છે. શાહિદ કપૂર અભિનિત ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હિરો’નું આ એક આઇટમ સોન્ગ હતું. નર્ગિસે આ સોન્ગ માટે રૂ. 18 લાખ ચાર્જ કર્યા હતા.

10. સમિરા રેડ્ડી

સમિરા રેડ્ડી આમ તો બોલિવૂડમાં કંઈ ખાસ સ્થાન ન બનાવી શકી. જો કે તેણીના કેટલાક સોન્ગ આજે પણ લોકો એન્જોય કરે છે. તેણે અભય દેઓલ અભિનિત ફિલ્મ ‘ચક્રવ્યૂહ’માં ‘કુન્ડા ખોલ’નામનું આઇટમ સોન્ગ કર્યું હતું. તે માટે તેણીએ 25 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version