એક ગામ એવું જ્યાં પરિવારનું સ્વજન મૃત્યુ પામે તો ઘરમાં જ કરાય છે અંતિમવિધિ…

આ ગામનો રિવાજ છે કંઈક જૂદો, મૃતકને ક્યાંય દૂર ન લઈ જઈ ઘરમાં જ કરાય છે તેમની અંતિમવિધિ… એક ગામ એવું જ્યાં પરિવારનું સ્વજન મૃત્યુ પામે તો ઘરમાં જ કરાય છે અંતિમસંસ્કાર…

આપણી સમાજ વ્યવસ્થા મુજબ ગામની બહાર પાદરે સ્મશાન અને કબ્રસ્તાન બનાવાયું હોય છે. અતિમ સંસ્કારની વિધિ દરેક ધર્મના લોકો અને સમાજ કે જ્ઞાતિના લોકોમાં જુદી જુદી રીત હોય છે. દરેકના રીવાજો પણ અલગ અલગ હોય છે. હિન્દુ ધાર્મિક વિધિમાં અંતિમ સંસ્કાર પહેલાં કેટલીક કર્મકાંડની વિધિઓ પણ આપવામાં આવે છે. જેમાં એક રિવાજ એવો પણ હોય છે કે મૃતકની ઠાઠડીને ઝાંપા પાસે જરાવાર રાખીને વિસામો ખવરાવવાય અને ત્યાર બાદ સ્મશાને લઈ જવાય. સ્મશાન સાથે અશુભ કે અશાંતિ જેવો અનુભવ થતો હોય. લોકો કારણ વિના એ તરફ જવાનું પણ ટાળતાં હોય છે.


તેથી જ તે ગામની બહાર હોય છે. અગ્નિદાહ આપીને ઘેર આવેલ પુરુષો નહાય છે અને પછી જ મોંમાં અન્નજળ મૂકે છે. ખરેખર તો સ્મશાનની એક માનસિક મર્યાદા હોય છે. કોઈ ખાસ પ્રકારની ગમગીની અનુભવાતી હોય છે. ત્યારે જો અમે આપને એવું કહીએ કે એક ગામ એવું પણ છે આપણાં દેશમાં જ્યાં ઘરમાં જ સ્મશાન હોય છે અને પરિવારનું કોઈ સ્વજન મૃત્યુ પામે ત્યારે તેમને અગ્નીદાહ પણ ઘરના આંગણાંમાં જ આપી દેવાય છે. આવું કોઈ એકલદોકલ ઘરમાં નહીં પણ આખા ગામમાં દરેક ઘરમાં રિવાજ છે.

જાણીને ખરેખર નવાઈ લાગે તેવું છે. કારણ કે આજ સુધી આપણે એવું જ જાણતાં હોઈએ છીએ કે સ્મશાન રહેણાક વિસ્તારથી દૂર જ આવેલું હોય છે અને મૃતક સ્વજનને ત્યાં ઠાઠડીમાં બાંધીને લઈ જવાય છે.


ભારતમાં જ એક એવો સમુદાય છે જે ઘરમાં જ કરે છે સ્વજનોનું અગ્નીદાહ…

આપણો દેશ વિવિધતામાં એકતાનું ઉદાહરણ છે. દરેક જ્ઞાતિના જુદા રીવાજો અને રૂઢિગત પરંપરાઓ હોય છે. કેટલાક સમુદાયમાં આપણને વિચિત્ર લાગે એવી રીત પણ હોય છે. અમે આપને ભારતના છત્તીસગઢ વિસ્તારના પ્રદેશની વાત કરશું. છત્તીસગઢના માનિકપુરીમાં એક પનિકા નામે એક સમુદાય રહે છે. આ સમુદાયના લોકો એક ખાસ પ્રકારની પરંપરાનું પાલન કરે છે, આ સમુદાયના લોકો તેમના ઘરમાં જ તેમના મૃતક સ્વજનના શબની સમાધિ બનાવતા હોય છે.


મૃતક સ્વજનના શબની સમાધિ બનાવીને આપે છે વિદાય…

જો પરિવારના કોઈ વડીલ હોય કે નાનકડું બાળક હોય, જો તે ગુજરી જાય તો તેમને સ્મશાને લઈ જઈને અગ્નિ સંસ્કાર આપવાને બદલે ઘરમાં જ સમાધિ બનાવે છે. આ અલગ પ્રથા તેઓ પોતાના પ્રિયજનનું મૃતદેહને ક્યાંય ન લઈ જઈને ઘરમાં જ દફન કરવાનો રિવાજ જાળવી રાખ્યો છે. ઘરના આંગણાંમાં જ તેમને દફન કર્યા બાદ તેમના સ્મર્ણાર્થે તેઓ સ્મારક પણ બનાવે છે.


અહીં તેઓ દરરોજ કરે છે, પૂજા પાઠ

આ સમુદાયના લોકો તેમના મૃતક સ્વજનના મરણ બાદ સ્મરક તેમના ઘરના આંગણમાં કે પાછળની વાડીમાં જ બનાવતા હોય છે. આ અનોખી લાગતી પ્રથાને તેઓ પોતાના સ્વજનોની યાદમાં પાળે છે. અહીં દરરોજ તેઓ પૂજા – પાઠ પણ કરે છે. વધુમાં, વાર્ષિક તિથિએ તેઓ મૃતક વ્યક્તિની વરસીએ ખાસ પૂજા પણ કરાવે છે. તેઓ પરિવારના સ્વજનોને દૂર લઈ જવાને બદલે આ રીતે પોતાના ઘરમાં જ સાચવે છે એવું માને છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ