અહો આશ્ચર્યમ… આ એવું મંદિર છે, જેને બનાવનાર દરેક મજૂર કરોડપતિ બની ગયો હતો

રસ્તા પર મજૂરીકામ કરનાર મજૂર માંડ પોતાના પરિવારને પોષી શકે તેટલી કમાણી કરી લે છે. પરંતુ આપણા દેશના એક રાજ્યમાં એવું મંદિર છે, જેને બનાવનાર દરેક મજૂર અમીર બની ગયો હતો. આ મંદિર રાજસ્થાનમાં આવેલો છે. રાજસ્થાનના હિલ સ્ટેશન કહેવાતા માઉન્ટ આબુમાં બનાવાયેલો છે. આ મંદિરને બનાવનાર દરેક મજૂર માલદાર બની ગયો હતો. જેને અહીંનો તાજમહેલ પણ કહેવાય છે. આ મંદિર 1000 વર્ષ પહેલા બન્યું હતું અને તે કેવી રીતે બન્યું તે આજે પણ એક રહસ્ય છે.

આ મંદિર છે દેલવાડા જૈન ટેમ્પલ. આ મંદિર જ્યારે બન્યું, ત્યારે આ જગ્યાએ જંગલ હતું. તે સમયે અહીં પહોંચવું પણ દુર્લભ હતું, ત્યારે આવી જગ્યામાં આટલો સુંદર મંદિર બનાવવું એ આશ્ચર્યની વાત છે. લોકો આજે પણ હેરાન થઈ જાય છે કે, કેવી રીતે લોકો જંગલ દ્વારા પહાડી પર પત્થરો લઈ ગયા હતા અને આ મંદિર બનાવ્યુ હતું. આટલું સુંદર મંદિર જોતા જ આંખો ત્યાં ટકેલી રહી જાય છે. અહીંના સુંદર પત્થર પણ લોકોનું મન મોહી લે છે. જેને જોવા વિદેશી લોકો આવે છે.

કહેવત છે કે, તેને બનાવનાર મજૂરોને મજૂરીના રૂપમાં સોનું અને ચાંદી આપવામાં આવ્યું હતું. જ્યારે મજૂરો આ માર્બલને કોતરકામની કરવા તોડતા હતા, ત્યારે જે ટુકડા બચતા હતા, તેને તોલવામાં આવતા હતા. જેટલી તૌલ થતી, તેના બરાબરનું ચાંદી મજૂરોને આપવામાં આવતું હતું. તેના બાદ જે માર્બલના પાવડર બચી જતો હતો, તેની તોલવામાં આવતું હતું, અને તેના બરાબરનું સોનું કેટલાક મજૂરોને આપવામાં આવતું હતું. એમ પણ કહેવાય છે કે, 14 વર્ષ બાદ દેલવાડા જૈન મંદિરના નિર્માણમાં લાગેલા દરેક મજૂર પાસે કરોડોથી પણ વધુ સોનું અને ચાંદી હતું, જેનાથી દરેક મજૂર કરોડપતિ થઈ ગયો હતો.

એક કથા અનુસાર, જ્યારે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે અહીં કામ કરનારા દરેક મજૂરને બપોરે 2 કલાક ખાવા માટે અને આરામ કરવાનો સમય આપવામાં આવતો હતો. પરંતુ મજૂરો માત્ર અડધા કલાકનો જ બ્રેક લેતા અને બાકીનો સમય એટલે કે દોઢ કલાક ફરીથી મંદિરના નિર્માણકાર્યમાં લાગી જતા. તેથી કહેવાય છે કે, મંદિર બનાવનારાએ ખુશ થઈને મજૂરોને સોનુચાંદી દાન કર્યું હતું.

આ મંદિર સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. અહીં બારેમાસ મુસાફરોની ભીડ જામેલી હોય છે. દેલવાડા મંદિર જૈન ધર્માવલંબીઓમાં પણ પ્રસિદ્ધ મંદિર છે. જે રાજસ્થાનના સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં આવેલું છે. આ મંદિર 7 મંદિરોનો સમૂહ છે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

ઇતિહાસનો ઐતિહાસિક જાણવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી