દુનિયામાં એક ગામ એવું પણ છે, જ્યાં જન્મે છે ફક્ત દીકરીઓ જ, દીકરો જન્મે તો મળે છે ઇનામ…

છે ને ગજબ વાત! આ ગામમાં ૯ વર્ષોથી દીકરીઓ જ જન્મે છે. અહીં દીકરાના જન્મની જોવાઈ રહી છે રાહ… જાણો શું છે આ ગામની કહાની। દુનિયામાં એક ગામ એવું પણ છે, જ્યાં જન્મે છે ફક્ત દીકરીઓ જ, દીકરો જન્મે તો મળે છે ઇનામ…


પોલેન્ડની સરહદ અને ચેક રિપબ્લિક (Czech Republic)ની વચ્ચે આવેલ આવેલું આ નાનકડું ગામ, દુનિયામાં એક જુદી જ બાબતે ચર્ચાઈ રહ્યું છે. અહીં કંઈક એવું કુદરતી રીતે કૌતુક થાય છે કે જેને જાણીને સૌ કોઈને નવાઈ લાગે છે.

મિજેસ્કે ઓદ્રજેનસ્કી નામના આ ગામમાં ૨૦૧૦માં એક દીકરો જન્મ્યો હતો. એ પછી આજ સુધી નવ વર્ષથી એક પણ છોકરો જન્મ્યો જ નથી. આ ગામના મેયરે એલાન કર્યું છે કે જેમના પણ ઘરે હવે દીકરો જન્મ લેશે એમને ઇનામ આપવામાં આવશે.


આ ગામની આબાદી ખૂબ જ ઓછી છે.

આ ગામની વસ્તી ખૂબ જ ઓછી છે. માંડ ૩૦૦ જેટલા લોકો અહીં વસે છે, એવું આલેખાયેલ છે. આ ગામ આટલું નાનું હોવા છતાં દીકરીના જન્મની ચર્ચાએ આ ગામને ખૂબ જ પ્રખ્યાતિ આપી દીધી છે.

આ ગામની આ વિચિત્ર સમસ્યાને લઈને થઈ રહ્યા છે, સંશોધનો…


આ ગામના જૂના રેકોર્ડસ અને અગાઉના અહેવાલોને ધ્યાનમાં લઈને એવા સંશોધનો થઈ રહ્યા છે કે અહીં માત્ર દીકરીઓ જ કેમ જન્મે છે? તેની પાછળ શું કોઈ જિનેટિક કારણ છે કે તે માત્ર એક આકસ્મિક સંયોગ જ છે. પોલેન્ડની રાજધાની વારસોમાં યુનિવર્સિટીમાં આ વિશે રિસર્ચ થઈ રહ્યું છે. આ અભ્યાસને લઈને ત્યાંના લોકોને કોઈ જ સમજણ નથી પડતી.

જે પરિવારને દીકરો થયો હતો, તેમણે છોડ્યું ગામ…


આખું ગામ જ્યારે આ એક ન સમજાય તેવી વાતનું રહસ્ય જાણવા માટે સંશોધનો અને અન્ય પ્રયાસો કરવા માગે છે ત્યારે જેમને ઘરમાં ૯ વર્ષ પહેલાં દીકરાએ જન્મ લીધો હતો, એ પરિવારે આ ગામડું જ છોડી મૂક્યું છે. તમને જાણીને નવાઈ લાગશે, નવી પેઢીમાં હાલમાં, એક જ છોકરો રહે છે એ ગામમાં, જેની ઉમર ૧૨ વર્ષની છે.

સૌના આશ્ચર્ય સાથે આ ગામમાં થઈ રહેલ દીકરીઓના જન્મને વધાવી લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, સાથોસાથ આવું થવા પાછળ કોઈ રહસ્ય પણ છે, કે નહીં તેની પણ તપાસ કરાઈ રહી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ