આપણા દેશનું એક એવું ગામ જે વર્ષમાં ફક્ત એકવાર પાણીથી બહાર આવે છે…

ગોવામાં એક એવુ ગામ છે જે વર્ષભરમાં ૧૧ મહિના પાણીની અંદર રહે છે અને ફક્ત એક મહિના માટે પાણીની બહાર આવે છે. અને પછી બને છે એવું કે આ સમય દરમિયાન ક્યાંય બીજે જઈને વસી ગયેલા આ ગામના મુળ નિવાસી ગામવાસીઓ અહીં આવે છે અને અહીંયા આવીને પૂરા હર્ષોલ્લાસ સાથે ઉત્સવ મનાવે છે. આ સમય દરમ્યાન આ ગામમાં હસી ખુસીનો માહોલ જોઈ શકાય છે. પશ્ચિમી ઘાટના બે પહાડો વચ્ચે વસેલ કુર્દી ગામ સાલૌલિમ નદી પાસે વસેલુ છે. દક્ષિણી પૂર્વી ગોવાનું આ ગામ ક્યારેક ખૂબ જીવંત હતુ.


પરંતુ ૧૯૮૬માં ગોવા વાળા એ આ જગ્યા છોડવી પડી. રાજ્યનો પહેલો બાંધ અહીં બનાવવાનો હતો જેના કારણે ગામ ડૂબી જવાનું હતુ. પરંતુ દર વર્ષે મે મહિનામાં પાણી ઘટવા લાગે છે અને ગામ દેખાવા લાગે છે. જે કાંઈ દેખાય છે તેમાં એક આખા ગામનું ખંડેર, ખરાબ થઈ ચૂકેલો ઘરનો સામાન અને પાણીથી ભરેલા નાના નાના તળાવો વચ્ચે મીલો ઉજ્જડ જમીન. જ્યાં પાણીના ટેન્કરથી પસાર થાય છે લગ્ન ના મુહૂર્ત ગરીબોની પહોંચથી દૂર જઈ રહ્યુ છે પાણી

પાણી ઘટ્યા બાદ દેખાતા ગામનું ખંડર ફોટો – ક્યારેક હર્યુ ભર્યુ ગામ હતુ આ જમીન ક્યારેક ઉપજાઉ હતી. આ ગામની આબાદી ૩,૦૦૦ ની આસપાસ હતી. ગામના લોકો અહીં ધાન ની ખેતી કરતા હતા, જ્યાં નાળિયેર, કાજુ, કેરી અને કટહલના વૃક્ષ હતા અહીં હિંદુ, મુસલમાન અને ઈસાઈ સાથે રહેતા હતા. અહીં એક મુખ્ય મંદિર સિવાય નાના નાના ઘણા મંદિર, એક ગિરજા ઘર અને એક મસ્જીદ હતી. પ્રતિષ્ઠિત ક્લાસિકલ ગાયક મોગુબાઈ કુર્દિકરનો સબંધ પણ આ જગ્યાથી છે.


પરંતુ ચીજો ત્યારે બદલી ગઈ જ્યારે ૧૯૬૧માં ગોવા પુર્તગાલીયોથી આઝાદ થયુ. પહેલા મુખ્યમંત્રી દયાનંદ બાંદોડકરે આ ગામનો દોરો કર્યો અને બાંધ બનાવવાની યોજના જણાવી. તેમણે ગ્રામવાસીઓ ને બોલાવ્યા અને કહ્યુ કે તેનાથી આખા દક્ષિણી ગોવાને ફાયદો પહોચશે.જુની યોદોને વખોડતા ૭૫ વર્ષના ગજાનન કુર્દિકર જણાવે છે, “તેમણે કહ્યુ કે તેનાથી આખુ ગામ ડૂબી જશે પરંતુ એક મોટા ઉદેશ્ય માટે આ કુરબાની આપવી પડી”.

કુર્દિકર સહિત અહીં ૬૦૦ પરિવાર હતા, તેમને પાડોશના ગામમાં વિસ્થાપિત કરવામાં આવ્યા જ્યાં તેમને મુઆવજો અને જમીન આપવામાં આવી. આ યોજના ખૂબ મહત્વકાંક્ષી હતી, સાલૌલિમ નદીના કિનારે તેને બનાવવાનું હતુ, એટલે તેને સાલૌલિમ સિંચાઈ પરિયોજનાનું નામ આપવામાં આવ્યુ. એ સમયે વચન આપવામાં આવ્યુ હતુ કે તેનાથી પીવાનું પાણી, સિંચાઈ અને અૌધોગિક જરૂરત માટે પાણી આપવામાં આવશે, જે આજ સુધી નથી પૂરુ થયુ. આ પણ કહેવામાં આવ્યુ કે તેનાથી ૪૦ કરોડ લીટર પાણી પ્રતિદિન ઉપલબ્ધ થશે. ઈનાશિયો રોડ્રિગ્સનું કહેવુ છે,” જ્યારે અમે નવા ગામમાં પહોચ્યા તો અમારા પાસે કાંઇપણ ન હતુ”.


ગોવાની આઝાદી બાદ બન્યો પહેલો બાંધ વિસ્થાપન – રોડ્રિગ્સનો પરિવાર ૧૯૮૨માં અહીં વિસ્થાપિત થયો. તેમને ઘર બનાવવા સુધી કામચલાઉ ઝુપડામાં રહેવુ પડ્યુ અને અમુક લોકો એ પોતાના ઘર બનાવવામાં પાંચ વર્ષ સુધી પ્રતિક્ષા કરવી પડી. ગુરુચરણ કુર્દિકર એ સમયે ૧૦ વર્ષના હતા, જ્યારે તેમનો પરિવાર ૧૯૮૬માં અહીં વિસ્થાપિત થયો હતો. ૪૨ વર્ષના ગુરુચરણ કહે છે,” અમુક ધુંધળી યાદો છે જ્યારે મારો પરિવાર પોતાનો સામાન ખૂબ હડબડીમાં એક ગાડીમાં ભરી રહ્યો હતો. હું પણ સામાન સાથે એ ટ્રકમાં બેસાડી દેવામાં આવ્યો, મારા સાથે મારો ભાઈ અને દાદી હતા.”

તેમની માંગ મમતા કુર્દિકર યાદ કરતા કહે છે, “મને લાગે છે કે અમે ગામ છોડવા વાળા છેલ્લા લોકો હતા. એક દિવસ પહેલા ખૂબ વધારે બરસાદ થયો હતો અને અમારા ઘરમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ હતુ. અમારે તાત્કાલિક એ જગ્યા છોડવી હતી. હું લોટ સુધ્ધા પણ લઈ શકી”. પરંતુ જ્યાં કુર્દિ ગામના લોકોને વસાવવામાં આવ્યા, ત્યાં બાંધનું પાણી ક્યારેય પણ ના પહોંચી શક્યુ. ગજાનન અને મમતા કુર્દિકર વાડ્ડમ ગામમાં રહે છે. મેંમાં ફરી ગુલઝાર થઈ જાય છે ગામ – ગજાનન કુર્દિકર કહે છે, “જેવુ વચન આપવામાં આવ્યુ હતુ દક્ષિણી ગોવાના બધા ગામોને પીવાના પાણીના પાઈપ ના પહોચી શક્યા. એટલે અમને બાંધથી પીવાનું પાણી ના મળી શક્યુ”.

વાડ્ડમમાં, જ્યાં કુર્દિકર હવે રહે છે, ત્યાં બે મોટા કુઆ છે, પરંતુ એપ્રિલ અને મે માં તે પણ સુકાઈ જાય છે. તેના ગામ વાસીઓને પીવાના પાણી માટે સરકારી પાણીના ટેન્કર પર નિર્ભર રહેવુ પડે છે. જ્યારે મે મા પાણી ઘટે છે તો કુર્દિના મુળ નિવાસી પોતાના છિનવાઈ ચૂકેલા ઘરોને જોવા આવે છે. ઈસાઈ સમુદાય ગિરજાઘરમાં એકત્રિત થાય છે અને હિંદુ મંદિરમાં ઉત્સવ માટે એકત્રિત થાય છે.

ગોવાની સમાજશાસ્ત્રી વેનિશા ફર્નાડિસ ને અનુસાર, “આજ અમારા માટે પોતાનો સામાન લઈને ક્યાંય પણ ચાલ્યુ જવુ આસાન છે પરંતુ કુર્દિના લોકો માટે એમની જમીન એમની ઓળખ હતી. તે ઘણા ઉંડા અને સીધા પ્રકારે તેના પર જોડાયેલા હતા. કદાચ એ જ કારણ છે કે તે તેને આટલી શિદ્દત થી યાદ કરે છે. અને અહીં આવતા રહે છે”.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ