મા અને પપ્પા – એક દિકરો હોવા છતાં કેમ નથી તેઓ માતા પિતા, એક આટલા વર્ષ જોવી પડી રાહ…

રાકેશ જલ્દી તું હોસ્પિટલમાં આવી જા, કેમ???કાંઈ થયું તને ના મને નહીં??તો??? મારી ગાડી નીચે એક નાનું બાળક આવી ગયું છે અને એને હું હોસ્પિટલમાં લઈ આવી છું મને બહુ બીક લાગે છે કે એને કશું થશે તો નહીં ને ??? એ બચી જાય એજ બસ છે???? અરે તું ચિંતા ના કર હું હમણાંજ આવ્યો અને રાકેશ પોતાની પત્ની વૃંદા ની મદદે દોડી જાય છે.


અને હોસ્પિટલમાં પહોંચતા જ વૃંદા રાકેશ ને વળગી પડે છે અને ખુબજ રડે છે અને રાકેશ એ આશ્વાસન આપે છે એને હું કંઈજ નહીં થવા દવ તું ચિંતા ના કર અને રાકેશ જ્યાં પેલો બાળક સારવાર કરાવે છે તે રૂમ માં પોહચે છે અને પોલીસ ત્યાં હાજર હોય છે અને બાળકને પૂછે છે કે તને મેડમે કાર અથાળી!!!! ના મેડમે નહીં અથાળી !!હુંજ મેડમ ની કારમાં અથડાયો એમાં મેડમ નો વાંક નથી એ મારોજ વાંક છે અને રાકેશ ત્યાંજ અંદર પોહચી બાળકને બધી સારવારનો ખર્ચ આપે છે અને બાળક સારો થતા એ બાળક ને પોતાના ઘરે લઈ આવે છે.

આ બાળક એટલે રસ્તા ઉપરનું માં બાપ વગર નું અનાથ બાળક જે ભીખ માંગે છે રસ્તા ઉપર અને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય છે. એને બધા શશી ના નામે ઓળખે છે અને શશી 5 વર્ષ નું બાળક છે અને એને કોણ અહીં મૂકી ગયું તું એ ખબર નથી પણ એના માં બાપ નથી એકલોજ છે એવી બધાને ખબર છે એટલે રૂપાળા અને ભોળા એવા આ શશી ને બધા જે જોવે તે મદદ કરે છે અને બીજા અનાથ બાળકો જોડે એ મોટો થતો હોય છે અને એક દિવસ એક 100 રૂપિયા ની નોટ જોતા રોડ ઉપર લેવા દોડે છે અને ત્યાં કાર લઈને જતી વૃંદા ની કાર સાથે અથડાય છે અને ઘયાલ થાય છે પણ ભગવાનનો આભાર કે એને સામાન્ય ઇજા થઇ છે અને એ હેમ ખેમ છે.


હવે વૃંદા એની એટલી બધી નજીક આવી જાય છે કે એને શશી એટલો ગમવા માંડે છે એટલે એ રાકેશ સામે પ્રસ્તાવ મૂકે છે કે આપણે આ બાળકને રાખી લઈએ એમ પણ ભગવાને આપણ ને 10 વર્ષો થયા લગ્નને કોઈ બાળક આપ્યું નથી અને આપણે બાળકને દત્તક લેવાના હતા તો પછી આનેજ કેમ રાખી ના લઈએ અને વૃંદા નો પ્રસ્તાવ રાકેશ માને છે અને સશી ને પૂછે છે બેટા તને ઘર કેવું લાગ્યું ??તું અહીં રહીશ અને શશી માથું હલાવી હા પાડે છે અને વૃંદા અને રાકેશ ખુશ થઈ જાય છે એક રસ્તા ઉપર રઝળતા બાળક નું ભવિષ્ય કેવું ખુલે છે અને એક મોટા બિલ્ડર ના ઘરે દોમ દોમ સાહેબી માં એને રહેવા મળે છે એને હવે ગાડીમાં જવાનું અને સારી સ્કૂલમાં ભણવા મૂકે છે અને વૃંદા આખો દિવસ હવે એની પાછળ જ રહેતી હોય છે અને એને ખુશ જોઈ રાકેશ પણ ખુશ રહે છે અને શશી અંકલ અને આંટી કરતો કરતો બંને ને ખુબજ વહાલો લગે છે એની મીઠી મીઠી વાતો થી તો રાકેશ નો બધો થાક ઉતરી જાય છે…

પણ આજે વૃંદા થોડી દુઃખી હતી કારણ પેરન્ટ મિટિંગ માં વૃંદા ગઈ હતી અને ત્યાં શશી એ એને આંટી કહી બોલાવે એ એને ના ગમ્યું એણે તો બધાને કહ્યું છે કે શશી મારો દીકરો છે તો આવું કેમ????કેમ એ મને મમ્મી નથી કહેતો અને ત્યાંજ રાકેશ એને સમજાવે છે કે તું એને કોઈ ફોર્સ ના કર એ એક દિવસ જરૂર થી તને માં કહેશે અને એ તને આંટી કહે એમાં તારી મમતા થોડી ઓછી થવાની છે તું તો એની માં છે ….


તને ખબર છેને કે એ તારો દીકરો છે બસ…..અને વૃંદા પાછી પોતાના મૂડને બરાબર કરી શશી ને જોવા જાય છે અને શશી ને શાંતિથી ઊંઘ તો જોઈ એને પણ સંતોષ થાય છે હવે શશી મોટો થયો છે રાકેશ અને વૃંદાનો ખરો સહારો બન્યો છે ભણી લીધા પછી રાકેશનો બિઝનેસ માં હાથમાં લઈ લે છે અને વૃંદા ને પણ બહાર જ્યાં જવું હોય ત્યાં ગાડી માં લઇ જાય છે .

આટલો સમજુ દીકરો આપ્યા બદલ વૃંદા રોજ ભગવાનનો આભાર માને છે બસ એને દુઃખ છે એકજ વાતનું કે શશી મોટો થયો તો પણ હજુ મને માં નથી કહેતો કે રાકેશને પપ્પા નથી કહેતો અને એ બસ આજ વાત થી દુઃખી રહે છે ..અને એક દિવસ શશી સાથે બઝારમાં ખરીદી કરવા જાય છે અને વૃંદા કોઈનો ફોન આવતા બધી થેલી શશી ને આપી મોબાઇલ પર વાત કરતા કરતા આગળ નીકળી જાય છે અને એને ખબરજ નથી પડતી અને એ એક ગાડી સાથે તકરાવા જાય છે ત્યાંજ સશી એ જોઈ જાય છે અને વૃંદા ને માં ..માં….માં….હટી જા માં ગાડી આવેછે સામેથી અને વૃંદા પાછળ ફરી જુવે છે તો આતો શશી બુમો પાડે છે અને એ સશી ને જોયા જ કરે છે અને ત્યાંજ શશી આવી ધક્કો મારી મા ને હટાવી લે છે અને ગાડી પુર જોશમાં જતી રહે છે……


માં….તને ખબર છે આજે તને કાંઈ થઈ જાત તો મારું કોણ ???તને અકસ્માત થતા રહી ગયો માં ….અને ત્યાંજ વૃંદા કહે છે બેટા…. એક અકસ્માત તારી સાથે થયો હું તને મળી પણ બેટા આજે બીજો અકસ્માત થતા રહી ગયો પણ બેટા આજે મને મારો દીકરો મળ્યો જે મને માં…માં.. કહી બોલાવે છે જે શબ્દો ને સાંભળવા મારા કાને 22 વર્ષની રાહ જોઈ બેટા…. અને વૃંદા આજે ખુશ થઈ ઘરે જાય છે અને શશી ને કહે છે જા આજે રાકેશ ને જલ્દી ઘરે મોકલજે આપણે બહાર જમવા જઈશું અને શશી વૃંદા ને ઘરે ઉતારી રાકેશને લેવા સાઈટ પર જાય છે અને રાકેશ ને લઈ ઘર તરફ આવે છે ત્યાં રસ્તા રાકેશ સિગરેટ પીવે છે અને રાકેશ કાયમ વર્ષોથી સિગરેટ પીવે ગાડીમાં પણ સિગરેટ ના પેકેટ રાખે ઘણી વાર વૃંદાએ કહ્યું પણ એને ક્યારેય સિગારેટ છોડી નથી પણ.

આજે અચાનક શશી કહે છે પપ્પા મારા મિત્ર ના પપ્પા લાસ્ટ સ્ટેજ ના કેન્સર મા છે એટલે પપ્પા તમારે સિગારેટ છોડવીજ પડશે તમે મારો અને માં નો વિચાર કરો તમારા ગયા પછી અમારું કોણ છે …???! અને રાકેશ વર્ષોથી જે પપ્પા શબ્દ સાંભળવા બેતાબ હતો એ શબ્દ એના કાને આવે એ એટલો ખુશ થઈ જાય છે અને કશુંજ બોલી નથી શકતો પણ બસ ગાડી માંથી બધી સિગારેટના પાકીટ બહાર ફેંકી દે છે અને સશી સામું જોઈ જાણે આજે ખરા અર્થમાં બાપ બન્યો છે એવો અહેસાસ થાય છે.


અને ઘર આવતા શશી ફ્રેશ થવા એના રૂમ માં જાય છે અને વૃંદા ને કહે છે માં તારા પતિ આવી ગયા ચલો જલ્દી તૈયાર થવા હું પણ ફ્રેશ થઈ આવું અને ત્યાંજ વૃંદા રાકેશને એક્દમ ચૂપ અને બારી સામે મો રાખી ઉભા રહેલા જોઈ એને ડ્રાસ્કો પડે છે અને એને પોતાના તરફ ફેરવી જેવું પૂછવા જાય છે કે તને શું થયું રાકેશ…અને ત્યાંજ રાકેશ ની આંખમાંથી આશુ જોઈ એ સમજી ગઈ અને બસ એટલું બોલી એને તને પપ્પા કહ્યું????? અને રાકેશ વૃંદા ને વળગી પડે છે હા વૃંદા??હા આજે મને મારો દીકરો મળ્યો આજે મને પપ્પા કહેનાર કોઈ છે અને ત્યાંજ વૃંદા કહે છે એને આજે મને પણ માં કહ્યું છે ખરે ખર આજે આટલા વર્ષે આપણે માં અને પપ્પા શબ્દ સાંભડયો જે શબ્દ માટે આપણે આટલી ધીરજ રાખી અને બંને નિ સંતાન દંપતિ આજે સાચા અર્થ માં માતા પિતા બંન્યાનો આનંદ લે છે આજે પણ સશી સગા દિકરા ઓ કરતા પણ વધારે સારું રાખે છે અને કોઈ કહી ના શકે કે આ અનાથ બાળક છે.


આજે બધા ખુશ છે મને લાગે છે કોઈની જિંદગી બનાવવી એના જેવું મોટું પૂણ્ય નું કામ બીજું કોઈ નથી એક બાળક ને માતા પિતા અને એક દંપતી ને બાળક મળે આનાથી વધારે સારું કાર્ય બીજું કોઈ હોયજ ના શકે કારણ કોઈપણ બાળક એ પ્રભુ નો પયગંબર હોય છે.

લેખક : નયના નરેશ પટેલ.

સુંદર લાગણીસભર વાર્તા આપને પણ જો સારી લાગી હોય આ વાર્તા તો દરેક મિત્રો સાથે શેર અચૂક કરજો.