એડ એ બદલી ૬ વર્ષની દીકરીની જીંદગી – મળ્યો મોકો અભિષેક બચ્ચન સાથે કામ કરવાનો.

૩૦ સેકન્ડમાં બદલાઈ આ ૬ વર્ષની ભુલકીની જિંદગી, મળી અભિષેક બચ્ચન સાથે ફિલ્મ કરવાની તક!

image source

નાનકી ૬ વર્ષની બાળકી જ્યારે પોતાની બહેનપણીની ફરિયાદમાં પોતાની માંને કહે,” શું સમજે છે એ પોતાને, મારા વિરુદ્ધ ષડયંત્ર રચશે?” તો તમારા ચેહરા પર ચોક્કસ એક હાસ્ય ફરી વળશે.

image source

ખરેખર તો વાત એવી છે કે ડિઝનીની એક પ્રમોશનલ એડમાં નજર આવનાર આ છ વર્ષની ઇનાયત વર્મા પોતાની એક્ટિંગના કારણે ખાસ્સી ચર્ચામાં છે.

લુધિયાણાની રેહવાસી ઇનાયત વર્માએ માત્ર છ વર્ષની વયે દર્શકોના દિલ જીતી લીધા છે અને પોતાની એક્ટિંગથી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી લીધી છે. ડ્રામા ક્વીનના નામે મશહૂર થયેલ આ ભૂલકીને બાળપણથી જ એક્ટિંગનો શૌખ હતો. તે ડિઝની, ગુડ નાઈટ અને એચપી પ્રિન્ટરની એડમાં પણ કામ કરી ચૂકી છે.

image source

ડિઝનીની એડમાં પોતાની મમ્મી સાથે ટીવી પ્રોગ્રામ જોઈને શિખી ગયેલા ડાયલોગ સંભળાવતા ઇનાયત કહે છે, “શું સમજે છે તે પોતાને, મારા વિરુદ્ધ ષડયંત્ર રચશે? એનો પાલો મારી સાથે પડ્યો છે, હવે એ મારા પંજાથી નહિ બચી શકે. બસ જોતી રેહજે માં!” આ એડમાં ઇનાયતની એક્ટિંગ કમાલની છે.

image source

આના સિવાય તેણે એચપી પ્રિન્ટરની એડ માટે પણ જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યો છે. સહજ છ વર્ષની આ બાળકીએ પોતાની એક્ટિંગ થી ખાસ્સી એવી ફેન ફોલોઈંગ બનાવી લીધી છે.

image source

એક્ટિંગની દુનિયામાં ઇનાયત ધીમે ધીમે પોતાના નાના પગલા જમાવી રહી છે. તેની માતા મોનિકા વર્મા જણાવે છે કે ૪ વર્ષની ઉંમરથી જ ઇનાયતની એક્ટિંગમાં રુચિ રહી છે. તે ટીવી પ્રોગ્રામના પાત્રોની નકલ કરતી. જ્યારે પણ તે પોતાની મમ્મી સાથે વાત કરતી તો તેમના ડાયલોગ બોલતી અને તેમની નકલ ઉતારતી.

image source

ઇનાયતનો સૌથી પહેલો શો સબસે બડા કલાકાર હતો. જોકે આ શોમાં ઇનાયત ફક્ત ટોપ ૧૦માં જ પહોંચી શકી હતી પણ શો જજીસ બોમન ઈરાની, અર્શદ વારસી અને રવિના ટંડનના દિલ જરૂર જીતી ગઈ હતી.

image source

ત્યારબાદ ઇનાયતે ઇન્ડિયાના બેસ્ટ ડ્રામેબાઝમાં પણ એન્ટ્રી કરી. અહીંયા પણ તેને જજીસ અને જનતાનો ખુબ પ્રેમ મળ્યો. તેને સૌને ભરપૂર એન્ટરટેન કર્યા અને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી. જોકે તે ટ્રોફી સુધી પહોંચવામાં જરાક અમથું ચૂકી ગઈ.

image source

ઇનાયત લુધિયાણામાં સિવિલ લાઇન્સ સ્થિત કુંદન વિદ્યા મંદિરની વિદ્યાર્થિની છે. એક્ટિંગમાં જેટલો સપોર્ટ તેને પોતાના માતા-પિતાનો મળ્યો છે તેટલો જ સ્કૂલ તરફથી પણ મળ્યો છે.

એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં ઇનાયતે જણાવ્યું છે કે તે વહેલી તકે અભિષેક બચ્ચન સાથે ફિલ્મમાં નજર આવશે. પાછલા દિવસોમાં તે કિચન ચેમ્પિયનમાં ચાઇલ્ડ જજ તરીકે પણ નજર આવી ચૂકી છે.

image source

ઇનાયત ઘણા બોલીવુડના કલાકારો સાથે સ્ટેજ શેર કરી ચૂકી છે. તેણે એક વાર તો સલમાન ખાનનું પણ ઇન્ટરવ્યુ લીધું છે. ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેને આલિયા ભટ્ટ જેવી બનવાની ઈચ્છા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ