કેક તો સૌની ફેવરીટ હોય છે, તો ક્યારે બનાવો છો આ ‘એગલેસ ટ્રફલ કેક,’

એગલેસ ટ્રફલ કેક

સામગ્રી :

સ્પંંજ કેક બનાવવા માટે :

375 ગ્રામ દહીં,
375 ગ્રામ લોટ,
150 મિલી તેલ,
275 ગ્રામ સાકર,
185 ગ્રામ મિલ્ક મેડ,
9 ગ્રામ બેકીંગ સેાડા,
9 ગ્રામ બેકીંગ પાવડર.

સુગર સીરપ બનાવવા માટે :

200 ગ્રામ સાકર,
200 મિલી પાણી,

ટ્રફલ બનાવવા માટે :

500 ગ્રામ ડાર્ક ચોકલેટ,
250 ગ્રામ ફ્રેશ ક્રીમ,

રીત :

સ્પંજ કેક બનાવવા માટે :

– પહેલા ઓવન ને 180 ડીગ્રી પર પ્રી-હીટ કરો.

– કેક મોલ્ડ ને ગ્રીસ કરી ડસ્ટ કરી લો.

– હવે તેલ ને છોડી બધી સામગ્રી મિક્સ કરી લો.

– બધુ મિક્સ કર્યા પછી તેલ નાખી બરાબર મિક્સ કરો.

– હવે આ મિશ્રણ ને મોલ્ડ માં નાખીને 35-40 મિનીટ માટે બેક કરવા મુકો.

– બેક થઈ ગયા બાદ કેક ને ઠંડી કરવા મુકો.

– હળવે હાથે મોલ્ડમાંથી કેક કાઢી લો.

ટ્રફલ બનાવવા માટે :

– ડાર્ક ચોકલેટ ના ટુકડા કરી ડબલ બાઉલીંગ કરી પીગાળો.
– હવે એક સોસપેન માં ક્રીમને ગરમ કરો.
– હવે તેમાંં ચોકલેટ નાખી મિક્સ કરો એકરસ થઈ ગયા બાદ ટ્રફલ ને ઠંડુ કરવા મુકો.

સુગર સીરપ બનાવવા માટે :

– પાણીને ગરમ કરી તેમા સાકર નાખી મિક્સ કરી સાકર ઓગળેે એટલે સીરપ તૈયાર.
– સતત હલાવતા રહો અને ઠંડુ કરો.

ડેકોરેશન માટે :

– કેકને ત્રણ ભાગમાં કાપો.
– દરેક ભાગ પર સુગર સીરપ લગાડો.
– કેકના નીચેના ભાગ પર ટ્રફલ લગાડો.
– તેના પર બીજો ભાગ મુકી ટ્રફલ લગાડો.
– છેલ્લો ભાગ ગોઠવી ટ્રફલ લગાડો એટલે કેક તૈયાર.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી