ચૂંટણી કાર્ડમાં થયેલી ભૂલોને આ રીતે સુધારી દો ઘરે બેઠા..

• ઘરે બેઠા અપડેટ કરાવો તમારા ચૂંટણી કાર્ડમાં તમારું નામ, સરનામું અને ફોટો! ખૂબ જ સરળ છે આ પ્રક્રિયા!!

image source

• ચુંટણીકાર્ડ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે. તેને માન્યતા પ્રાપ્ત આઇડી કાર્ડ ના રૂપે ઉપયોગમાં લેવા આવે છે. તેવામાં જો તમારા ચૂંટણી કાર્ડ માં કોઈ ખોટી જાણકારી નોંધાઈ ગઈ હોય, અને જો તમે તેને બદલાવવા ઇચ્છો છો તો ખૂબ જ સરળ રીતે તમે ઘરે બેસીને પણ આ કામ કરી શકો છો.

• જો તમારી ઉંમર 18 વર્ષ કરતાં વધુ છે તો તમે આવનારી લોકસભાની ચૂંટણીમાં મત આપી શકશો. તે માટે તમારું નામ વોટર આઈડી લિસ્ટમાં હોવું જરૂરી છે. તમારો વોટર આઇડી કાર્ડ માં જે સરનામુ નોંધવામાં આવ્યું હોય તે જ જગ્યાએ તમે વોટ આપી શકો છો.

image source

વોટર આઇડી કાર્ડ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે. તેને ઘણીવાર માન્યતાપ્રાપ્ત આઇડી કાર્ડ ની રીતે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેવામાં જો તમારા ચૂંટણી કાર્ડ માં કોઈ ખોટી જાણકારી નોંધાઈ ગઈ હોય, અને જો તમે તેને બદલાવવા ઇચ્છો છો તો ખૂબ જ સરળ રીતે તમે ઘરે બેસીને પણ આ કામ કરી શકો છો.

• એડ્રેસ બદલાવવા માટે તમારે તમારી ઉમર એન્ડ સરનામાનું પ્રુફ એવું પડશે. ઉમર માટે ૫ માં, ૮ માં, કે ૧૦ માં ધોરણની માર્કશીટ, પાસપોર્ટ, ડાઇવિંગ લાઇસન્સ અથવા તો આધાર કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો માન્ય ગણાશે.

image source

એડ્રેસ પ્રુફ માટે તમે રેન્ટ એગ્રીમેન્ટ, ડરાયવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર, પાણી, ટેલિફોન અથવા લાઈટ બિલ નો ઉપયોગ કરી શકો છો.

• ખુબ જ સરળતાથી બદલાઈ જશે સરનામું!

• તેના માટે તમારે નેશનલ વોટર સર્વિસની અધિકારીક વેબસાઈટ www.nvsp.in પર જવું પડશે. વેબસાઈટ ખોલ્યા બાદ ત્યાં correction of entries in electoral roll દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમને સરનામું બદલવા માટેનું ઓપ્શન દેખાશે.

image source

જો તમારે સરનામુ બદલવું હોય તો તમારે સરનામા માટે એડ્રેશ પ્રુફ તરીકે આધારકાર્ડ, બેન્ક પાસબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પાસપોર્ટ જેવા સરકારી ડોક્યુમેન્ટ ની સોફ્ટ કોપી જમા કરાવવી પડશે.

અપડેટ થયા બાદ તમને રેફરન્સ નંબર મળશે. જેની મદદથી તમે તમારી એપ્લિકેશન ટ્રેક કરી શકશો. વેરિફિકેશન કામ પૂર્ણ થયા બાદ તમારા નવા સરનામાં પર વોટર આઇડી કાર્ડ મોકલી દેવામાં આવશે.

image source

• આ રીતે બદલો તમારી ફોટો

• તમારી ફોટો બદલવા માટે પણ તમારે નેશનલ વોટર સર્વિસની અધિકારીક વેબસાઈટ www.nvsp.in પર જવું પડશે. ફોર્મ – ૮ ખોલીને તેમાં જરૂરી જાણકારી આપવી પડશે. હવે તમને ત્યાં વોટર આઇડી માં ફેરફાર કરવા માટે ઓપ્શન દેખાશે.

image source

ફોટો બદલવાના ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારી ફોટો અપલોડ કરી શકો છો. આ દરમિયાન ઓનલાઇન વેરિફિકેશન કામ કરવામાં આવે છે, જેમાં તમારા પર્સનલ નંબર અને ઇ-મેલ આઇડી જેવી જાણકારી માગવામાં આવશે. અઠવાડિયાની અંદર અંદર તમારો બદલાઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ