જાણો સુરતના આ ઘરની ખાસિયતો વિશે, જ્યાં કોઇ પણ જાતના કનેક્શન વગર છે અનેક જાતની નવીનત્તમ ફેસિલિટી

એક ઘર એવું કે જ્યાં નથી વીજળી નું કનેક્શન કે નથી પાણી કે નથી ગટરનું કનેક્શન, જાણો એક અનોખો ઘર વિશે.

image source

સુરતમાં એક ઘર છે જેમાં કોઈપણ પ્રકારના કનેક્શન નથી. જેવાકે વીજળી, પાણી કે ગટર છતાં પણ આખું વર્ષ ત્યાં બધું જ નોર્મલ ચાલે છે. આજે આમે એક એવા ઘરની વાત કરીશું જે જાણીને તમને વિશ્વાસ નહિ આવે.

સુરતનું આ ઘર 3.5 હેકટરના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ ઘર એટલે “ડાયમંડ સીટી” “માનવસર્જિત જંગલ” સુરતમાં આવેલું છે. જે જંગલ નહિ પણ વાસ્તવમાં ઘર છે. ઘરની ફરતે એટલી વનસ્પતિનું વાવેતર કર્યું કે કોઈને પણ તે જંગલજ લાગે.

આ ઘરની ફેસિલિટી એટલી જોરદાર છે કે જે જાણીને ભલભલા આચર્યચકિત થઈ જાય છે. 20 વર્ષ પહેલાં રોપેલાં છોડ હાલમાં મોટા મોટા વૃક્ષ બની ગયા છે. આ ઘરના માલિક સ્નેહલભાઈ પટેલ છે. હાલો જાણીએ ઘરની કેટલીક અજાણી વાતો.

આ ઘરમાં પાણી, વીજળી કે ગટર આ ત્રણેયના કનેક્શન નથી. આ ઘરમાં 70 પ્રકારના વૃક્ષો જોવા મળે છે. જેમાં અનેક જાતના પંખી અને પતંગિયાએ પોતાના ઘર બનાવ્યા છે. આ ઘર માટે જ્યારે આ જગ્યા લીધી ત્યારે તે એકદમ ખાલી હતું ત્યાં એકપણ વૃક્ષ નહોતા લીધા બાદ ત્યાં જેટલા પણ વૃક્ષ વાવ્યા તે બધા દેશી વૃક્ષ છે. આ દેશી વૃક્ષને કારણે પક્ષી અને પતંગિયાને ખાવાનું મળી રહે છે. તેથી આ ઘરમાં 45 જાતના પક્ષી અને 30 જાતના પતંગિયા જોવા મળે છે. આ ઉપરાંત ત્યાં મોસમ મુજબ વિદેશી પક્ષી પણ આવે છે.

image source

ઘરની અંદર વપરાતા વીજળી માટે ઘરમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે સાથે સાથે એક વીન્ડ જનરેટર પણ લગાવવામાં આવ્યું છે. વીન્ડ જનરેટર એટલા માટે કે ચોમાસા દરમ્યાન સોલાર પૂરતા પ્રમાણમાં વીજળી જનરેટ કરી ના શકે એટલે વીન્ડ જનરેટર લગાવવામાં આવ્યું છે. ચોમાસામાં આખો દિવસ ખૂબ ઝડપથી પવન ફૂંકાતો હોય છે જે વીન્ડ જનરેટર માટે ખૂબ સારું છે. ઘરની ઇલેક્ટ્રિક કાર પણ સોલાર પાવરથીજ તે ચાર્જ કરવામાં આવે છે.

ઘરની અંદર વપરાતા પાણી માટે પણ કોઈ કનેક્શન નથી. ચોમાસામાં જે વરસાદ પડે તે પાણીનો સંગ્રહ કરી ને આખું વર્ષ તે પાણીનો વપરાશ કરવામાં આવે છે. પાણી નો સંગ્રહ કરવા માટે ઘરમાં 2 લાખ લીટરનો ટાકો છે. વોશિંગ મશીનમાં આખા વર્ષ દરમ્યાન જે 200 થી 300 લીટર પાણી વપરાય તેને તે અલગ રાખી ને ટોઇલેટના ફ્લશમાં વાપરે છે જેથી પાણી નો વધારેમાં વધારે ઉપયોગ થાય અને એ પાણી વેડફાય નહિ.

image source

આ માટે ઘરમાં પાઈપિંગ એવું કરવામાં આવ્યું કે વોશિંગ મશીનનું પાણી એક નીચે ટાકી માં જાય છે ત્યાંથી તે ઉપરની ટાંકીમાં જાય છે અને ત્યાંથી આખા ઘરના ટોઇલેટમાં જાય છે. આ બધું પાણી ત્યારબાદ તેનું ફરી રિસાયકલિંગ થાય છે.

આ પાણી થ્રિટોપ પદ્ધતિ દ્વારા રેતીના કણ માંથી પસાર કરીને આગળ ફરી સારું થાય છે. ત્યાં તેને પાણીની વનસ્પતિ વાવી છે જેવીકે જલકુંભી જેનાથી પાણી સાફ થાય છે અને તેમાં પાણીમાં માછલીઓ રહે છે જે જીવતી રહે છે એટલેકે પાણીમા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે.

image source

ઘરની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે બહારનું ટેમ્પરેચર અને ઘરની અંદરનું ટેમ્પરેચરમાં 4 થી 5 ડિગ્રીનો તફાવત જોવા મળે છે. જેનું રિઝન એ છે કે ઘરની ચારેય બાજુ ગ્રીનરી છે અને ઘરના છત પર પણ વેલ ચડાવી દીધી છે એટલે ઘર પર ડાયરેકટ સનલાઈટ નથી લાગતો. આ ઉપરાંત ઘરની જે દીવાલ છે તે હોલો વોલ છે. હોલો વોલ એટલે દીવાલમાં બે ઈટ વચ્ચે જગ્યા હોય મતલબ ત્યાં હવા ભરાય છે જે બહારનું તાપમાન અંદર આવતા અટકાવે છે. બહારની બાજુ ગમે તેટલો તડકો લાગે તે અંદરની બાજુ તેની અસર થતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ