વધુ પડતુ આદુંનું સેવન કરવાથી થાય છે છાતીમાં બળતરા, સાથે જાણો બીજી કઇ-કઇ થાય છે તકલીફો

મિત્રો, જ્યારે પણ ઈમ્યુનીટી વધારવાની વાત આવે છે ત્યારે આદુનુ નામ ચોક્કસપણે આપણા મનમા આવે છે. કોરોનાના સમયગાળામાં લોકો હાલ ઈમ્યુનીટી વધારવાની બાબત પર સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છે. ઘણીવાર લોકો એવા ખોરાકની શોધમા હોય છે કે, જેનુ સેવન કરવાથી તમારી ઈમ્યુનીટીમા વધારો થઇ શકે છે. ઈમ્યુનીટીમા વધારો કરતી વસ્તુઓમા સૌથી પહેલી વસ્તુ આવે છે આદુની ચા. ઠંડીના વાતાવરણમા આપણે આદુની ચા ખૂબ જ ઉત્સાહપૂર્વક પીએ છીએ.

image source

આયુર્વેદિક ગુણતત્વોથી ભરપૂર આ આદુનો ઉપયોગ આપણે જુદા-જુદા પ્રકારની ઔષધિઓ બનાવવા માટે પણ કરીએ છીએ. આ ઉપરાંત ગળા સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે પણ આદુ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી ગળામા રહેલા ઝેરી તત્વો પણ દૂર થાય છે.

image source

ઉપરોક્ત ચર્ચા મુજબ આદુ એ આપણા માટે ખુબ જ લાભદાયી છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આદુનો વધુ પડતો ઉપયોગ એ તમારા સ્વાસ્થ્ય પર પણ આડઅસર કરી શકે છે. તો ચાલો આજે આ લેખમા અમે તમને જણાવીશુ કે, આદુનુ વધુ પડતુ સેવન તમારા સ્વાસ્થ્ય પર કેવી-કેવી હાનીકારક અસરો લાવી શકે છે.

થઇ શકે છે ઝાડાની સમસ્યા :

image source

કોરોના સમયકાળમા ઈમ્યુનીટી સ્ટ્રોંગ બનાવવા માટે લોકો દિવસમાં અનેક વખત આદુની ચા નુ સેવન કરતા હતા. આ ઉપરાંત તે ઘરે શાકભાજી, દાળ, અથાણા અને ચટણીમા પણ આદુનો ઉપયોગ કરતા હતા પરંતુ, લોકો એ વાતથી અજાણ હતા કે, વધારે પડતુ આદુનુ સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. તેના વધુ પડતા સેવનથી આપણને લુસ મોસનની સમસ્યા પણ થઇ શકે છે.

છાતીમા થઇ શકે છે બળતરા :

image source

સંતુલિત માત્રામાં આદુનુ સેવન આપણા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે પરંતુ જો તમે તેનો વધારે સેવન કરો છો, તો તમે તમારી છાતીમા બળતરાની ફરિયાદ કરી શકો છો.

થઇ શકે છે ગર્ભપાતની સમસ્યા :

image source

નિયમિત ૧૫૦૦ ગ્રામ કે તેના કરતા વધારે આદુનું સેવન કરવાથી ગર્ભપાતનું જોખમ વધી શકે છે માટે ગર્ભવતી મહિલાઓએ આદુનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સુગર અને બ્લડપ્રેશરના દર્દીઓ માટે થઇ શકે છે હાનિકારક સાબિત :

image source

સુગર અને હાઇપરટેન્શનની સમસ્યાથી પીડાતા લોકોએ આદુનો ઉપયોગ કરવાનુ ટાળવુ જોઈએ કારણકે, આદુનો વધારે પડતો ઉપયોગ સામાન્ય કરતા પણ લોહીમા શુગરનુ સ્તર ઘટાડે છે. તેનો વધુ પડતો ઉપયોગ આપણા લોહીને પાતળું કરી શકે છે. એટલા માટે જ સુગર અને બ્લડપ્રેશરના દર્દીઓએ આદુનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.