જો તમે જમતી વખતે કરશો દહીંનું સેવન, તો પાચનથી લઇને આટલી બધી સમસ્યાઓમાંથી મળશે રાહત

દહીં ને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. કહેવાય છે કે જો વ્યક્તિ રોજ એક બાઉલ દહીં નું સેવન કરશે તો એનું પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. ભારતમાં પ્રાચીન કાળથી લોકો દહીં નો ઉપયોગ કરતા આવી રહ્યા છે. દહીંની સૌથી ખાસ વાત એ છે કે આ સસ્તું હોવાની સાથે સાથે આસાની થી દરેક જગ્યા પર પણ મળી આવે છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ સાથે જ રોજ એક વાટકી દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ગરમીઠું રાહત આપે છે.એક વાટકી દહી ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના મિનરલ્સ મળે છે. બપોરના ભોજનમાં દહીં ખાવાનો નિયમ સ્વસ્થ રહેવાનો સરળ ઉપાય છે.

image source

આજે અમે તમારી માટે લાવ્યા છીએ દહિંના ફાયદા. દરરોજ દહિં ખાવાથી પેટને લગતી સમસ્યાઓ થતી નથી અને પાચનતંત્ર સારુ રહે છે. ખાસ કરીને એવા લોકો માટે જેઓ હ્રદયથી જોડાયેલી બીમારીઓથી પીડાતા હોય છે. દહિંમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન-બી6 અને વિટામીન b-12 રાઈબોફ્લેવિન સહિત ઘણા પોષકતત્વો સામેલ હોય છે. તેમજ દહિં વાળ, બ્લડ પ્રેશર, ઑસ્ટિયોપેરોસિસ અને હાડકાઓને કેટલીક રીતોથી ફાયદાઓ થાય છે. ઉનાળામાં લોકો દહીનું સેવન સૌથી વધારે કરે છે.દહીંમાં કેલ્શિયમ, વિટામીન બી-૨, વિટામીન બી-૧૨, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા આવશ્યક પોષક તત્વ મળી આવે છે, તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે.

દહિં ખાવાના ફાયદા

પાચનશક્તિને વધારે છે

દહિંનું નિયમીત સેવન શરીર માટે અમૃત સમાન માનવામાં આવ્યું છે. પાચન માટે સૌથી મહત્વપૂર્ણ છે. દહિંનું સેવન પેટમાં થનારા ઈન્ફેકશનથી પણ બચાવે છે. સાથે જ જે લોકોને ભૂખ ઓછી લાગે છે તે લોકો માટે પણ ફાયદાકારક છે.

ઈમ્યૂનિટી વધારે છે દહિં

image source

દહિં ઈમ્યૂનિટીને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમાં રહેલા સારા બેકટેરીયા ઈમ્યૂન સિસ્ટમને સારી બનાવે છે.

મોંમા પડેલા છાલાઓમાં રાહત આપે છે

દહિંની મલાઈને મોંમા પડેલા છાલાઓમાં દિવસમાં 2-3વાર લગાવાથી છાલાની પરેશાનીમાં રાહત આપે છે. દહિં અને મધને સરખી માત્રામાં ભેળવીને સવાર-સાંજ સેવન કરવાથી મોંમા પડેલી ચાંદી દુર થાય છે.

હાડકાઓને મજબુત બનાવે છે દહિં

image source

દહિંને કેલ્શિયમનો સારો સોર્સ માનવામાં આવે છે. કેલ્શિયમ હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ દહિં ઑસ્ટિયોપેરોસિસ, સંધિવાની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે.

ત્વચા માટે લાભકારક

ત્વચા માટે દહિંનો ઉપયોગ કરવો ફાયદાકારક મનાય છે. દહિં ત્વચાને મોસ્ચરાઈઝ કરે છે. રુખી ત્વચાને પ્રાકૃતિકરૂપથી સુધારવામાં મદદ કરી શકે છે. ખીલની સમસ્યા માટે રામબાણ છે દહિં. તેને તમે મધ સાથે મીકસ કરીને પેક બનાવીને ઉપયોગ કરી શકો છો.

તણાવ ઓછો કરે છે, એનર્જી વધારે છે

image source

હેલ્થ એકસપર્ટનું માનવુ છે કે દહિં ખાવાથી તણાવ દુર

થાય છે. જો તમને થાક, નબળાઈ અને એનર્જીની કમી લાગતી હોય તો તમે દહિંનુ સેવન કરો.

વાળ માટે છે ફાયદાકારક

image source

દહિંમાં રહેલા પોષકતત્વોવાળ માટે ફાયદાકારક છે. વાળને કાળા, ચમકદાર બનાવા હોય તો તમારે દહિં ખાવુ જોઈએ. કારણ કે તેમાં રહેલ લેક્ટિક એસીડ સ્કાલ્પને ભરપુર માત્રામાં પોષક તત્વ અને મિનરલ્સ આપવાનું કામ કરે છે.

મોટાપો દુર કરે છે.

દહિંના સેવનથી શરીરમાં ફાલતુ ચર્બીને દુર કરી શકાય છે. કારણ કે, તેમાં મળતું કેલ્શિયમ શરીરને ફૂલવાથી રોકે છે. જેથી ડૉકટર પણ મોટાપાથી ગ્રસ્ત લોકોને દહિંનુ સેવન કરવાની સલાહ આપે છે.

હ્રદયને રાખે છે સ્વસ્થ

image source

દરરોજ દહિંનુ કરવાથી હ્રદયને મજબુત રાખે છે. કારણ કે, કોલેસ્ટ્રોલની વઘારે માત્રા રક્ત પ્રવાહને પ્રભાવિત કરે છે અને વ્યકિતને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો ખતરો ઉભો થાય છે.