સુંદરતા નિખારવાથી લઇને વાળની અનેક સમસ્યાઓને દૂર કરવા બેસ્ટ છે વરિયાળી, આ રીતે કરો ઉપયોગ…

લીલી વરિયાળી ખાવાથી હેલ્થ તેમજ સ્કિનને અનેક ઘણા ફાયદાઓ થાય છે. વરિયાળી ખાવાથી આંખોને અને મનને ઠંડક મળે છે. વરિયાળી ખાવાથી શારીરિક સ્વાસ્થ્ય અને સૌંદર્યને ખૂબ જ લાભ થાય છે. જો કે મોટાભાગના ઘરના રસોડમાં વરિયાળી આસાનીથી મળી રહે છે. વરિયાળીને તમે ફેસ-માસ્ક કે હેરટોનિક તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો. તો આજે જાણી લો તમે પણ વરિયાળી કેવી રીતે કરે છે તમારી સ્કિનને ફાયદાઓ…

વરિયાળી ઠંડક આપતી વનસ્પતિ છે. એ કાચી અને શેકેલી બન્ને રીતે ઉપયોગમાં લઈ શકાય છે. વરિયાળીનો ઉપયોગ આંતરિક અને બાહ્ય બન્ને રીતેકરી શકાય છે.

વરિયાળીનું પાણી પીવાથી સોજા ઊતરી જાય છે. સોજા આંખની નીચેના હોય કે શરીરમાં અન્ય કોઈ જગ્યાએ થયા હોય તો એ ઊતરી જાય છે. ચહેરા પરના સોજાને ઉતારે એટલે ચમક આપોઆપ આવી જાય છે. આ સિવાય શારીરિક રીતે સક્ષમ રહેવા માટે વરિયાળીનું પાણી ઉત્તમ છે.

વરિયાળીમાં કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ, ઝિન્ક જેવાં ખનીજો હોવાથી શરીરમાં ઓક્સિજનના પ્રમાણને જાળવી રાખે છે. ત્વચામાં ઓક્સિજન જળવાય એટલે એ સ્પોટલેસ એટલે કે ડાઘરહિત સ્કિન બનતી હોય છે.

માથામાં ખંજવાળ  આવતી હોય એના માટે વરિયાળી અને એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવો. એક કપ ગરમ પાણી મૂકો. પાણીને ઉકાળીને એમાં એક ચમચી ક્રશ કરેલી વરિયાળી નાખો. ત્યારબાદ 30 મિનિટ સુધી ઠંડું થવા દો. હવે એમાં વેજિટેબલ ગ્લિસરીન અને એપલ સાઇડર વિનેગર નાખો. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો. એનાથી સ્કેલ્પ અને વાળ ધોવાથી ઇચ્છનીય પરિણામ મળશે. આ સિવાય આ મિશ્રણને એક બરણીમાં ભરીને રાખી શકાય છે. લાંબા સમય સુધી સારું રહે છે.

ત્વચા માટે ઘણી વખત સ્ટીમિંગનો વિકલ્પ પસંદ કરતા હોઈએ છીએ. એક લીટર પાણીમાં એક ચમચો વરિયાળી નાખીને ઉકાળીને તેની સ્ટીમ લેવાથી ત્વચા પર ચમક આવવા લાગે છે.

ગરમીના સમયમાં ડિહાઇડ્રેટ થઈ જવાની સમસ્યા બહુ જવધારે રહે છે. એથી વરિયાળીનું પાણી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.

તાપમાંથી ઘરે આવો ત્યારે અથવા સખત ઉનાળાને કારણે ચહેરાની ત્વચાપર બળતરા થતી હોય છે. એ બળતરાને નાથવા માટે વરિયાળીને પાણીમાં પલાળીને વાટીને એ પેસ્ટ ત્વચા પર લગાવવી અથવા વરિયાળીને કુકરમાં બાફીને એના પાણીને ઠંડું થવા દેવું અને એ પાણીથી ચહેરાને ધોવો. એકદમ રિફ્રેશિંગ અસર માટે આમ કરી શકાય.

વરિયાળી વાળની સંભાળમાં પણ મદદરૂપ થઈ શકે છે, પરંતુ વાળ માટે લીલી વરિયાળી જોઈએ. લીલી વરિયાળીને પાણીમાં ઉકાળીને એમાં લીમડો મિક્સ કરીને પાણીને ઠંડું પડવા દેવું. એ પાણીથી વાળ ધોવા. આનાથી સ્કેલ્પ એકદમ સુંવાળું થઈ જશે અને વાળના વિકાસમાં મદદરૂપ થશે.

વરિયાળી એન્ટિ ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. વરિયાળીની ચા બનાવીને પીવાથી ત્વચાના બંધારણમાં સંપૂર્ણપણે અસર થાય છે. વરિયાળી એન્ટિ-એજિંગ તરીકે પણ કામ કરેછે.

વરિયાળી ખીલની સમસ્યાને દૂર કરી ત્વચાને યુવાન બનાવે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી પોસ્ટ અને માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

ટીપ્પણી