ગરમીના પ્રકોપથી બચવા દરરોજ કરો આ સુપરફ્રૂટનું સેવન

ગરમીના પ્રકોપથી બચવા દરરોજ કરો આ સુપરફ્રૂટનું સેવન

તેજ અને બળબળતી ગરમી ઘણીવાર તબિયત બગાડી દે છે. ઠંડા પરપોટા ઉડાડતા સોડાયુક્ત ઠંડાપીણા થોડીવાર તો રાહત જરરૂ આપી શકે છે, પરંતુ શરીર ઉપર તેના દુષ્પરિણામો સહન કરવા પડે છે. તેમજ વધતી ગરમી અને ધોમધખતા તડકામાં લોકો ડિહાઈડ્રેશનની સાથે-સાથે અપચાનો ભોગ બને છે. તે સિવાય ગરમીના કારણે શરીરમાં કમજોરી આવી જાય છે અને થાક પણ જલ્દી લાગે છે. તેનાથી તમે આખો દિવસ શરીર સુસ્ત રહે છે અને કામ કરવામાં પણ બરાબર મન નથી લાગતું. આજે અમે તમને કેટલાંક એવા સુપરફ્રૂટસ વિશે જણાવીશું, જેનાથી તમને ક્યારે કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. ગરમીની સીઝનમાં આવતા ફ્રૂટમાં 80-90 ટકા પાણી હોય છે, જે તમારા શરીરમે વિટામીન, મિનરલ્સ, ફાઈબર, એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં ચરબીની માત્રા પણ ઓછી હોય છે.

તરબૂચ-મિનરલ્સ, એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન બી, સી અને એ થી ભરપૂર તરબૂચનું સેવન તમારા શરીર માટે બહુ ફાયદાકારક છે. ગરમીમાં તેનું સેવન કરવાથી શરીરને અંદરથી ઠંડું રહે છે સાથે સાથે કેટલીક બીમારીઓને પણ દૂર રાખે છે. તે શરીરના ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.

રાસબરી-

તેમાં વિટામિન એ, સી, ફાઈબર, મિનરલ્સ અને ઓક્સાલિક એસિડ ભરપૂર હોય છે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ગરમીમાં લોકોને નસ્કોરી ફૂટવાની સમસ્યા થઈ જાય છે. તેવામાં દરરોજ રાસબરી ખાવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જે લોકોને પથરીની સમસ્યા હોય તે લોકોએ રસબરી ન ખાવી જોઈએ.

કેરી-ફળોના રાજા કેરીમાં આયરનસ પોટેશિયમ, વિટામિન એ,સી અને ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ગરમીમાં તમને ઘણી બધી સમસ્યાથી બચાવે છે. તમે ગરમીથી બચવા માટે કેરીનો બાફલો બનાવીને પી શકો છો.

લીચી-તેમાં વિટામિન બી, સી, મિનરલ્સ, પોટેશિયમ અને કોપર હોય છે, જે શરીરમાં રક્ત કોશિકાઓ બનાવામાં મદદ કરે છે. ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે તેનું પાણી બહુ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં પાણીની કમી નથી રહેતી.

અનાનસ-અનાનસમાં પ્રોટીન, ફાઈબર અને ફેટ હોય છે, જે તમને ઠંડક આપવાની સાથે સાથે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. તેનું સેવન કરવાથી અથવા તેનો જ્યૂસ બનાવીને પીવાથી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે.

સ્ટ્રોબરી-તેમાં પ્રોટીન, કેલરી, ફાઈબર, આયોડિન, ફોલેટ, ઓમેગા-3, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી અને સી ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. તેને સુપરફુડ માનવામાં આવે છે. સ્ટ્રોબરીનું દરરોજ સેવન કરવાથી ડાયાબિટિસ, કેન્સર, અને હૃદયની બીમારીની સાથે સાથે કેટલીક નાની-નાની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

જરદાળુ-

ગરમીમાં મળતા જરદાળુની તાસિર ઠંડી હોવાને કારણે તે શરીરને અંદરથી ઠંડક પહોંચાડે છે. તે સિવાય તેમાં રહેલાં વિટામિન સી, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, અને બીટા કેરોટીન તમારી સ્કિનની સાથે સાથે હેલ્થની સમસ્યાને પણ દૂર રાખે છે.

ફણસ-ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજી અને ફળ તરીકે ખાવામાં આવતા ફણસના અનેક ઔષધીય ગુણો છે. ફણસના ફળમાં અનેક પ્રકારના પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ સિવાય વિટામીન પણ જોવા મળે છે. ફણસના પાકેલા ફળને ખાવાથી શરીરને તાજગી મળે છે અને તે ગરમીમાં લૂના દુષ્પ્રભાવોને નિયંત્રિત કરવામાં ખૂબ જ કારગર છે.

પીચ-

આમ તો પીચની તાસીર થોડી ગરમ હોય છે પરંતુ યોગ્ય પ્રમાણમાં તેનું સેવન કરવાથી તમે ઘણી બધી સમસ્યાથી બચી શકો છો. બીટા, કેરોટિન, વિટામિન સી, અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે 2-3 પીચનું સેવન કરવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે.

પપૈયું-ગરમીની સિઝનમાં તેનું સેવન કરવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. તે સિવાય વિટામિન એ, સી અને ફોલેટથી ભરપૂર પપૈયાનું સેવન કરવાથી શરીરના ઝેરી ટોક્સિન બહાર નીકાળવામાં મદદ કરે છે.

સફરજન-બધી સિઝનમાં મળતા સફરજનની તાસીર થોડી ગરમ અને થોડી ઠંડી હોય છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, વિટામિન એ હોય છે, જેનાથી તમે કબજિયાત, એસિડિટી અને ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. તે સિવાય તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટી જાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સવાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી