લસણ હ્રદય અને બીજી ઘણી તકલીફમાં રાહત આપે છે વાંચો તેનો આ અકસીર ઈલાજ…

લસણનો પ્રયોગ સામાન્ય રીતે રસોઈનો સ્વાદ વધારવા માટે થતો હોય છે. જો કે શિયાળામાં લોકો લીલું લસણ ઘીમાં સાંતળીને પણ ખાતા હોય છે. લસણ રસોડામાં ઉપયોગ આવતી વસ્તુ છે પરંતુ તેમાં અનેક ગુણ છે. સ્વાસ્થ્ય માટે પણ લસણ ખૂબ લાભકારક છે. તેમાં પણ પુરુષો માટે લસણની કાચી કળી ખાવી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

 

લસણમાં એલિકિન નામની ઔષધીય તત્વ હોય છે. આ તત્વ જીવાણુરોધી, એન્ટીવાયરલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ ઉપરાંત લસણમાં વિવિધ પ્રકારના વિટામીન અને પોષકતત્વો હોય છે. આ પોષકતત્વોમાં કેલ્શિયમ, તાંબુ, સેલેનિયમનો સમાવેશ થાય છે.

લસણના આ ઔષધિય ગુણના કારણે નિષ્ણાંતો તેનું સેવન કરવાની સલાહ આપે છે. જે પુરુષોને શારીરિક નબળાઈ હોય તેમણે કાચું લસણ રોજ સવારે ગળી જવું જોઈએ. જે પુરુષોને ઉત્થાનની સમસ્યા રહેતી હોય તેમને પણ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. નબળાઈ દૂર કરવા માટે સવારે ખાલી પેટ લસણની 2થી 4 કળી લસણ ગળી જવી જોઈએ. આ ઉપાય 15 દિવસ સુધી કરવાથી જ સ્વાસ્થ્યમાં ફેરફાર થવા લાગશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી