શું તમે પણ તમારા ચહેરાને ચમકવા માંગો છો? તો આટલી વસ્તુઓ જરૂર ખાજો.

એક અભ્યાસ દરમિયાન એવું સાબિત થયું હતું કે કાર્બોહાઈડ્રેટ અને સુગરથી ભરપુર ખોરાક ચહેરા ઉપરના ખીલને વધારી શકે છે કારણ કે તેમાં ઇન્સ્યુલીન અને ઓઈલ વધારે પ્રમાણમાં હોય છે. આથી, જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારી ત્વચા પણ ગ્લો કરે તો તમારે ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટથી ભરપુર ખોરાક જેમ કે બ્લુ-બેરી, અખરોટ, ટામેટા વગેરે વધારે ખાવા જોઈએ.

શા માટે? તો રહ્યા તેની પાછળના કેટલાક કારણો.

૧. ટામેટા

એન્ટી-ઓક્સિડન્ટ અને વિટામીન C થી ભરપુર એવા ટામેટા ચહેરાની સુંદરતા વધારવા માટે ખુબ જ લાંબા સમયથી જાણીતું છે. તેમાં હાજર રહેલું લાયકોપીન ખુબ જ પાવરફુલ એન્ટી-ઓક્સિડન્ટ છે, આ ઉપરાંત રેડ કેરોટીન શરીરમાં બળતરા અને તણાવ ઉત્પન્ન કરતા ફ્રી રેડીકલ સેલ સામે રક્ષણ આપે છે. આમ, ટામેટા તમારી ત્વચાનો દેખાવ અને ટેક્સચર બંને સુધારી શકે છે.

૨. લીલા શાકભાજી

લીલા શાકભાજીઓમાં મુખ્યત્વે લ્યુટીન નામનું યલો કેરોટીન હાજર હોય છે જે ચામડીનું હાઈડ્રેશન વધારવામાં તેમજ તણાવથી દુર રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત કોઈ પણ લીલા શાકભાજી આંખો માટે ફાયદાકારક છે.

૩. ખાટા ફળો

નારંગી, મોસંબી જેવા ખાટા ફળોમાં વિટામીન C ખુબ જ ઊંચ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે શરીરની પાણીની જરૂરિયાત પણ પૂરી પાડે છે અને તેના એન્ટી-ઓક્સિડન્ટ ચામડીને સ્વસ્થ રાખે છે.
નિષ્ણાતોનું એવું કહેવું છે કે આ ફળોને તેમના મૂળભૂત સ્વરૂપમાં ખાવાથી સૌથી વધારે ફાયદો થાય છે.

૪. અખરોટ

ઓમેગા-૩ ફેટી એસિડમાં ત્વચાને હાઈડ્રેશન પુરા પાડવાના તેમજ શરીરમાં હાનીકારક તત્વો સામે લડવાના દરેક ગુણધર્મો હોય છે. આથી અખરોટ ઓમેગા-૩ ફેટી એસિડની સાથે સાથે ફાઈબર અને વિટામીન E થી પણ ભરપુર હોય છે.

આથી તે ત્વચામાં પડતી કરચલી તેમજ ચામડીની ક્વોલીટી જાળવવામાં મદદ કરે છે. અખરોટમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ફ્રી રેડીકલ સેલ સામે રક્ષણ પણ આપે છે.

લેખન.સંકલન : યશ મોદી