ભારતમાં મહિલાઓને ઘુંઘટમાં રાખવા પાછળ છુપાયેલું એવું કારણ જે ભારતીય ઈતિહાસમાં હતું જ નહિ…

ભારતમાં ઈસા 500 વર્ષ પૂર્વે લખાયેલા આ ઈતિહાસમાં પડદા પ્રથાનું વર્ણન નથી મળતું. ત્યારે અદાલતની અંદર સ્ત્રીઓના આવવા-જવાનો ઉલ્લેખ મળે છે. જ્યારે આપણી સ્ત્રીઓ ત્યાં ઉપસ્થિત રહેતી હતી, તે પણ કોઈ પડદા વગર અહીં આવતી હતી. તે સમયે મહિલાઓ ચહેરો ઢાંક્યા વગર કામ કરતી હતી. મહિલા સ્વતંત્રતાની પૂરતી જાળવણી ત્યારે કરવામાં આવતી હતી.

જૂના પ્રાચીન વેદો તેમજ ધર્મગ્રંથોમાં પડદા પ્રથાનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. હિન્દુઓના પવિત્ર ગ્રંથ ઋગ્વેદમાં પણ લોકોને વિવાહના સમયે કન્યા તરફથી જોવાનું કહેવામાં આવ્યું છે. આ સમયે પણ મહિલાઓ વગર કોઈ પડદા વગર રહેતી હતી.

ઈતિહાસ અનુસાર, સૌથી પહેલા મહાકાવ્યમાં પડદા પ્રથા મળે છે. પણ અહીં પણ માત્ર કેટલાક રાજ પરિવારોમાં જ તેનો ઉલ્લેખ છે. જે ઘરાના બહુ મોટા અને નામી હતા, ત્યાં જ આવું કરવામાં આવતું હતું.

તમે રામાયણ જોઈ હશે, અને મહાભારત પણ. અહીં તમે માતા સીતા અને કુંતી, બંનેમાંથી કોઈને પડદામાં જોઈ નહિ હોય. તેનો મતલબ એ કે, અહીં પણ મહિલાઓ માટે પડદાપ્રથા રહેતી ન હતી. જાતક કથાઓની રચનાઓમાં, ક્યાંક ક્યાંક સ્ત્રીઓને પડદામાં રાખવાનો ઉલ્લેખ મળે છે. અજંતા અને ખજુરાહોની કલાકૃતિઓમાં પણ સ્ત્રીઓને વગર ઘુંઘટ બતાવવામાં આવી છે. આજે પણ તમે ખજુરાહોના મંદિરમાં જાઓ તો તેને જોઈ શકો છો.

હવે જ્યારે આપણે મુગલકાલીન ઈતિહાસના પાના જ્યારે વાંચવાનું શરૂ કરીએ, તો બે વાતો બહુ જ સ્પષ્ટ થાય છે કે, જ્યારે મુસ્લિમ શાસકો ભારતમાં આવ્યા ત્યારે અહીં સ્ત્રીઓ સાથે બળાત્કારના કિસ્સાઓ સામે આવવા લાગ્યા હતા. કેમ કે, આ પહેલાં આપણાં દેશમાં ક્યાંક બળાત્કારનો ઉલ્લેખ જોવા મળતો હતો. આપણાં ધર્મમાં સ્ત્રીઓની સાથે છળનો ઉલ્લેખ તો છે, પણ બળાત્કારનો ક્યાંય ઉલ્લેખ નથી. બીજી વાત એ કે, પડદા પ્રથા પણ મુસ્લિમ લોકોના દેશમાં આગમન થયા બાદ જ નજરે આવે છે. ઈતિહાસના પુસ્તકોમાં પડદા પાછળ બે મુખ્ય કારણો બતાવવામાં આવ્યા છે.

  1. હિન્દુ સ્ત્રીઓને સુરક્ષા પ્રદાન કરવાની દ્રષ્ટિથી પડદા પ્રથા લાવવામાં આવી. મહિલાઓને સુરક્ષા આપવી બહુ જ જરૂરી બની ગયું હતું. કેમ કે, વારંવાર મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહી હતી.
  2. મુસ્લિમ સમાજની સ્ત્રીઓમાં આ પ્રથા હતી. તો આપણા સમાજમાં ખુલ્લાપણને રોકવા માટે અને આપણી મહિલાઓને ખરાબ નજરથી બચાવવા માટે તેને લાગુ કરાવવામાં આવ્યું હતું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી