બોલે તેના બોર વેચાય, બોલીને રૂપિયા કમાવવાનો આ કીમિયો જરૂર જાણી લો, અઢળક રૂપિયા કમાશો…

હવે જમાનો બદલાઈ ગયો છે. તમે બહુ અભ્યાસ ન પણ કર્યો હોય, તો પણ તમે વધુ રૂપિયા કમાવી શકો છો. તેનું શ્રેય સોશિયલ મીડિયાને જાય છે. માની લો કે તમારું અભ્યાસમાં મન નથી લાગતું, પરંતુ તમને બોલતા બહુ જ સારું આવડે છે. તમે કોઈ બાબતને બહુ સારી રીતે એક્સપ્લેન કરી શકો છો, તો તમે આજના સમયમાં હીટ છો, પોપ્યુલર બની શકો છો. આ માટે તમારે એક કામ કરવાનું રહેશે. યુટ્યુબ પર કરિયર માટે એક એકાઉન્ટ ઓપન કરી દો અને તેનાથી જોરદાર કમાણી કરો. આવું તમે કેવી રીતે કરી શકો છો, તે અમે તમને જણાવીએ.

વિષય વિશે વિચારોયુટ્યુબ પર એકાઉન્ટ ખોલતા પહેલા તમે નક્કી કરી લો કે તમે લોકોને કેવી રીતે કન્ટેન્ટ આપશો. એટલું જ નહિ, તમે એ પણ નક્કી કરી લો કે લોકોને કેવા પ્રકારના કન્ટેન્ટની જરૂર છે. તમે કયા વિષયમા રસ ધરાવો છો, તે પણ જાણી લો. તમે કયા વિષય પર વધુ સારુ બોલી શો છો, તેનાથી તમે લોકો સાથે કનેક્ટ થઈ શકો છો તે વિચારો. જ્યારે વિષયની પસંદગી થઈ જાય તો યુટ્યુબ પર ચેનલ બનાવવાનું વિચારો.

ચેનલનુ નામવિષય વિશે વિચાર્યા બાદ તમે ચેનલનું નામ વિચારો. ચેનલનું નામ બહુ જ કડક હોવું જોઈએ. ઉદાહરણ માટે જો તમે કોઈ રિલેશનશિપની ટિપ્સ આપવા માંગો છો, તો ચેનલનું નામ એ જ આધારે રાખો. તેનાથી તે લોકોની વચ્ચે જલ્દી પોપ્યુલર થઈ જશે. હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે, કોઈ પણ ચેનલનું નામ વિષયથી વિપરીત ન હોય.

યુઝફુલ કન્ટેન્ટ

વિષય અને ચેનલનું નામ વિષયનું નામ ફાઈનલ કર્યા બાદ તમે નક્કી કરી લો કે તમે બાકી લોકોથી બિલકુલ અલગ અને એ જ કન્ટેન્ટ આપશો, જે લોકોને પસંદ આવે અને જે તેમને કામમાં આવે. આજે હજારો ચેનલ છે, પરંતુ બધાની કમાણી નથી થતી, કેમ કે તેઓ કન્ટેન્ટ સારું નથી આપી શક્તા. તમે આવું કરો. યુઝફુલ કન્ટેન્ટ જ તમારી ચેનલ પર આપો.

સોશિયલ મીડિયાઆ બધુ કર્યા બાદ તમારું કામ પુરુ નથી થતું. કન્ટેન્ટ આપ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરો. તેના માટે તમે અનેક ગ્રૂપ્સમા મેમ્બર બનો. દિવસભરમાં ઓછામાં ઓછા 4-5 વાર તમારું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર નાખો અને તમામ ગ્રૂપમાં તેને પ્રમોટ કરો. તેનાથી વધુમાં વધુ લોકો તમારા કન્ટેન્ટને જોઈ શકશે અને તમે વધુ રૂપિયા કમાવી શકશો.

મોનિટાઈઝ કરો

હવે સમય છે તમારા ચેનલને મોનિટાઈઝ કરવાનો. તેના વગર તમે રૂપિયા નહિ કમાવી શકો. તેના માટે જ્યારે તમારી ચેનલના સબ્સક્રાઈબર 10 હજારથી વધુ થઈ જાય તો એડ સેન્સથી તમારી ચેનલને કનેક્ટ કરો. તેનાથી રૂપિયા આવવાની શરૂઆત થશે. તેના બાદ તમારી ચેનલ પર અનેક કમર્શિયલ એડ આવશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી