લોહીના ગઠ્ઠા જામવાના જાણો આ આગવા થતા દસ સંકેતો વિશે, જો આવું થાય તો ચેતી જજો !!

લોહીના ગઠ્ઠા જામવાના આગવા સંકેતો જેને તમારે ક્યારેય અવગણવા જોઈએ નહીં

આપણા શરીરમાં ક્યારેય પણ આપણને કંઈક અસમાન્ય હોવાની ખબર પડે ત્યારે તે લાગણી ખરેખર ખુબ જ તીવ્ર હોય છે. માત્ર આપણું શારીરિક સ્વાસ્થ્ય જ આપણને સુચારુ રીતે કામ કરવા માટે જવાબદાર નથી પણ આપણી માનસિક, લાગણીશીલ અને આધ્યાત્મિક સ્વસ્થતા પણ આપણને ખુશ રાખવા તેટલો જ ભાગ ભજવે છે. આપણા શરીરમાં કંઈક ખોટું છે તેની જાણ થવી તે ખરેખર એક ખરાબ સમાચાર છે. પણ તેની સારી બાબત એ છે કે આપણને આપણા શરીર વિષે જાણવા મળે છે અને આપણે તે માટે નક્કર પગલા લઈ શકીએ છીએ. આજના આ લેખમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લોહીના ગઠ્ઠા જામવાના આગવા સંકેતો વિષે. તે જાણીને આપણે ગભરાવાનું નથી પણ તે માટે આપણે ઉપાયો શોધવાના છે અને આપણા શરીરને સ્વસ્થ બનાવવાનું છે.

લોહીના ગઠ્ઠાના લક્ષણો વિષે વાત કરીએ તે પહેલાં આપણા માટે તે જાણવું જરૂરી છે કે તે ખરેખર શું છે. લોહીના ગઠ્ઠા ત્યારે જામે છે જ્યારે રક્ત નળીઓ અવરોધાય છે. આમ થવાથી લોહીના કોશો ધીમે ધીમે ભેગા થઈને  ગંઠાવા લાગે છે. મોટે ભાગે આ ગઠ્ઠો સુકાઈ જાય છે. ધીમે ધીમે લોહીની નળીમાં ગઠ્ઠો જામે છે અને તે તબિબિ રીતે શરીરને અસર કરવા લાગે છે. ક્યારેક ક્યારેક આ ગઠ્ઠો એ ફેફસાના લોહીના ગઠ્ઠાના પરિણામે થાય છે, એટલે કે લોહીના ગઠ્ઠાના કણો છુઠ્ટા પડે છે અને ધીમે ધીમે કરતા ફેફસા સુધી પહોંચે છે. અન્ય કેસમાં આ સ્થિતિને ડીપ વેઇન થ્રોમ્બોસિસ કહેવાય છે જેમાં લોહીનો ગઠ્ઠો સરફેસની નીચે જામવા લાગે છે. તો ચાલો જાણીએ લોહીના ગઠ્ઠા જામવાના સંકેતો વિષે.

  1. પગમાં દુઃખાવો થવો તેમજ સોજા આવવા

લોહીના ગઠ્ઠાની શરૂઆત પગથી થાય છે અને જ્યારે તે ગઠ્ઠો બની જાય છે ત્યારે નસમાં સોજો આવે છે. તેનાથી પગના સ્નાયુઓમાં દુખાવો થાય છે. પગની પીન્ડીના કોષો જાડા હોય છે અને તેના કારણે તે ગઠ્ઠાને દૂર કરવા મુશ્કેલ રહે છે. આવા સંજોગોમાં સ્થિતિ વધારે કથળે છે. જો સોજો ઉતારવાનો સામાન્ય ઉપચાર કામ ન કરે  તો બની શકે કે ત્યાં લોહીનો ગઠ્ઠો થઈ ગયો હોય. શરીરમાં એક દેખીતું પરિવર્તન આવે છે. આ સ્થિતિને અવગણવાથી તમારી તકલીફ વધવાથી વિશેષ કશું જ નહીં થાય. પણ જો તમને તે સમસ્યાની જાણ હશે તો તમે તે સમસ્યાને સારી રીતે સમજી શકશો.

  1. ગરમાવો

બીજો એક સંકેત એ છે કે દુઃખતી જગ્યાનું તાપમાન વધેલું રહે છે. વધારામાં, તે જગ્યાએ ખજવાળ આવે છે અથવા તે જગ્યા થોડી રુક્ષ બને છે. જો તેના પર કોઈ ઘરગથ્થુ ઉપાય કામ ન કરતા હોય તો ત્યાં લોહીનો ગઠ્ઠો જામ્યો હોવાની સંભાવના છે. આ સંકેત જાણી તમે તમારી સમસ્યાને  આગળ વધતી અટકાવી શકો છો અને સ્થિતિ વધારે ખરાબ થતી પણ અટકાવી શકો છો.

  1. કારણ વગર થાક લાગવો

જો તમે અતિ વ્યસ્ત જીવનશૈલી ધરાવતા હોવ અને તમને આરામ કરવાનો સમય ન મળતો હોય તો સમજી શકાય કે તમે થાકેલા થાકેલા રહો. પણ જો તમે વધારે પડતો શ્રમ ન કરતા હોવ અને તેમ છતાં તમે થાકેલા થાકેલા રહેતા હોવ તો બની શકે કે તમારા શરીરમાં લોહીનો ગઠ્ઠો હોય અને તેનો નાશ કરવા શરીર લડી રહ્યું હોય. તેમ કરવા માટે હૃદયે વધારે પડતું કામ કરવું પડે છે. અને તે કારણસર તમે થાકેલા થાકેલા રહો. આ સ્થિતિ પણ લોહીના ગઠ્ઠા તરફ ઇશારો કરે છે.

  1. ટુંકા શ્વાસોચ્છ્વાસ

જો હૃદય અને ફેફસા લોહીના ગઠ્ઠાના કારણે તાણમાં રહેતા હોય, તો તમને ટુંકા શ્વાસોચ્છ્વાસનો અનુભવ થાય. આ સ્થિતિ જણાવે છે કે ખરેખર શરીરમાં કંઈક ગંભીર ચાલી રહ્યું છે અને તમારે તરત જ નિદાનની જરૂર છે. હજુ પણ સારવારનો સમય છે અને તમે પાછા સ્વસ્થતા તરફ ફરી શકો છો.

  1. છાતીમાં દુઃખાવો

જ્યારે લોહીનો ગઠ્ઠો ફેફસા સુધી પહોંચે છે, ત્યારે વ્યક્તિને છાતી તેમજ તેની બાજુઓમાં ખુબ જ દુઃખાવો થાય છે. આ દુખાવો વધુ તીવ્ર બનતો જાય છે. તે ભાગમાં અત્યંત દુઃખાવો થાય તેમજ તે ભાગ ભારે ભારે લાગે છે.

  1. હલનચલન દરમિયાન પીડા

જો સામાન્ય હલનચલન દરમિયાન પણ તમને પીડા થતી હોય તો તે પણ લોહીના ગઠ્ઠા હોવાનો સંકેત છે. જે વ્યક્તિને સામાન્ય હલનચલન જેમ કે વાંકા વળવું, હસવું, ઉધરસ ખાવી વિગેરેમાં પણ અસુવિધા રહેતી હોય તો બની શકે કે તે લોહીનો ગઠ્ઠો ફેફસામાં પહોંચી જવાનો સંકેત હોય અને તેની સારવાર તમારે તરત જ કરાવવી જોઈએ.

  1. અણધારી ઉધરસ

ન હોય ત્યાંથી ઉધરસ થઈ જવી તે પણ ફેફસામાં લોહીના ગઠ્ઠાની હાજરીની ચાડી ખાય છે. જ્યારે આ ઉધરસમાં તમને લોહી આવે અથવા લોહીવાળા ગળફા આવે ત્યારે સ્થીતી વધારે ગંભીર હોય છે. જો તમને લાગતું હોય કે લોહીના ગઠ્ઠા એ જ સમસ્યા છે તો તમારે તરત જ ચેકઅપ કરાવી લેવો જોઈએ.

  1. પીડા (કળતર)

જો તમને અવારનવાર ગંભીર કળતર કે પીડા ઉપડતી હોય તો તે શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાની એક ગંભીર નિશાની છે. દરેક વ્યક્તિને પીડાનો અનુભવ ક્યારેક- ક્યારેક થતો જ હોય છે. પણ જો ડીહાઇડ્રેશન અને લોહીના ગઠ્ઠા બન્ને વસ્તુ ભેગા થાય ત્યારે પણ પીડા થતી હોય છે. જો લોહીનો ગઠ્ઠો થયો હશે તો તમારા પગના સ્નાયુઓમાં દુઃખાવો થશે.

સામાન્ય રીતે પીડાને દૂર કરવા માટે તમારે તમારા પગને પાછળની તરફ વાળવા જોઈએ જેથી કરીને પગના સ્નાયુઓ ખેંચાય. જો તેમ કરવાથી પણ તમને કોઈ રાહત ન મળે અને તમારો દુઃખાવો વધતો જાય તો બની શકે કે લોહીનો ગઠ્ઠો જામ્યો હોય અને જો તેમ હોય તો તેની સારવાર કરાવવી જોઈએ.

  1. પગ અને પીંડીમાં પીડા

લોહીના ગઠ્ઠા જામવાથી પગમાં દુઃખાવો થાય છે. લોહીના ગઠ્ઠા જામવાથી શરીરના આ ભાગમાં લોહી વ્યવસ્થિત રીતે વહી શકતું નથી અને પગમાં ઓક્સિજનનો અભાવો વધારે તકલીફ તરફ લઈ જાય છે. પીંડીમાં  ડીપ વેઇન થ્રોમ્બોસીસ નામની સ્થિતિ વધારે પીડા ઉભી કરે છે જેના કારણે હલનચલન મુશ્કેલ થઈ જાય છે અને બેસ્યા પછી ઉભા થતી વખતે પણ દુઃખાવો થાય છે.

  1. અન્ય નક્કર સંકેતો

જ્યારે આ લોહીના ગઠ્ઠા દૂર કરવા માટે હૃદયે વધારે કામ કરવું પડે છે ત્યારે તમારા હાર્ટ-રેટ વધી જાય છે. તેમ થવાથી તમને હળવો તાવ આવવાથી લઈને લાંબો સમય બેસી રહ્યા અથવા સુતા રહ્યા બાદ ઉભા થતી વખતે થોડી વાર માટે ચક્કર આવવા વિગેરે લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો સામાન્ય રીતે લોહીના ગઠ્ઠા સાથે સંબંધીત નથી અને તે કારણે તેના પર વધારે ધ્યાન આપવામાં આવતું નથી અથવા તો તેને ગંભીરતાથી લેવામાં નથી આવતા. આ લક્ષણો જાણતા હોવ તો તમારું જીવન બચી શકે છે. માટે તમારે આ બાબતે ચેકઅપ કરાવી લેવા જોઈએ.

કોઈ વ્યક્તિને એ પસંદ નથી કે તેમને કેઈ બીમારી હોય. પણ તેને અવગણવાથી કે તેને નકારવાથી તમારી સમસ્યા વધારેને વધારે બગડવાની છે. માટે જો તમે થોડી જાણકારી ધરાવતા હોવ તો તમે લોહીના ગઠ્ઠા જામ્યા હોવાના લક્ષણો ને તરત જ ઓળખી શકો છો અને તેની સારવાર કરાવી શકો છો. યોગ્ય સારવારથી તમે તમારી આવતીકાલ સુધારી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી અને સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી